આ અઠવાડિયાથી CUET UG Registration, ચેક કરો CUET પરીક્ષા પેટર્ન, સિલેબસ

CUET UG Registration 2023 : CUET UG 2023નું નોટિફિકેશન આ અઠવાડિયે જાહેર કરવામાં આવી શકે છે. અહીં CUET UG પરીક્ષાના સિલેબસ અને પેટર્ન વિશે માહિતી આપવામાં આવી રહી છે.

આ અઠવાડિયાથી CUET UG Registration, ચેક કરો CUET પરીક્ષા પેટર્ન, સિલેબસ
UGC NET Exam (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2023 | 9:05 AM

CUET UG Registration 2023 : કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ, અંડરગ્રેજ્યુએટ પરીક્ષા 2023 (CUET UG 2023) માટેની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ટૂંક સમયમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા શરૂ કરવામાં આવશે. સૂચના જાહેર થયા પછી ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ cuet.samarth.ac.in દ્વારા CUET UG 2023 માટે રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

CUET UG Exam 2023નું આયોજન 21 મે 2023 થી 31 મે 2023 દરમિયાન કરવામાં આવશે. પરીક્ષા માટે અરજદારોને એડમિટ કાર્ડ આપવામાં આવશે. CUET UG પરીક્ષા 2023નું રિઝલ્ટ જૂનના ત્રીજા સપ્તાહમાં જાહેર થઈ શકે છે.

13 ભાષાઓમાં લેવામાં આવશે પરીક્ષા

CUET UG પરીક્ષા 2023 CBT મોડમાં લેવામાં આવશે. પરીક્ષા MCQ પ્રશ્નો પર આધારિત હશે. પરીક્ષા બે પાળીમાં લેવામાં આવશે. CUET UG 2023 પરીક્ષા હિન્દી, અંગ્રેજી, આસામી, બંગાળી, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દૂ ભાષાઓમાં લેવામાં આવશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

CUET UG 2023 Syllabus

CUET UG 2023નો અભ્યાસક્રમ 12માં અભ્યાસક્રમ પર આધારિત હશે. સૂચના જાહેર કરવાની સાથે NTA પરીક્ષાનો સંપૂર્ણ અભ્યાસક્રમ ઓફિશિયલ વેબસાઇટ પર પણ જાહેર કરશે. અભ્યાસક્રમ 12મી NCRT પર આધારિત છે. પરીક્ષામાં કુલ 100 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે અને સમય 2 કલાક 30 મિનિટનો રહેશે.

CUET UG 2023 Exam pattern

પરીક્ષાને ત્રણ વિભાગોમાં વિભાજિત કરવામાં આવશે. વિભાગ-1 ભાષા કસોટી, વિભાગ-2 વિષયની કસોટી અને વિભાગ-3 જનરલ એપ્ટિટ્યુડ ટેસ્ટ. સેક્શન-1 લેંગ્વેજ ટેસ્ટ બે ભાગમાં હશે, સેક્શન 1A અને સેક્શન 1B, જેમાં અંગ્રેજી અથવા અન્ય 12 ભારતીય ભાષાઓમાંથી કોઈપણ એક આપવાની રહેશે. આ પરીક્ષા માટે ઉમેદવારને 45 મિનિટનો સમય આપવામાં આવશે.

જ્યારે વિભાગ-2માં ગ્રેજ્યુએશન માટે પસંદ કરેલા વિષયોમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે. ઉમેદવાર પાસે 27 વિષયોમાંથી 6 વિષયો પસંદ કરવાનો વિકલ્પ હશે. આ પરીક્ષામાં ઉમેદવારે 45 મિનિટમાં 50 માંથી 40 પ્રશ્નોનો પ્રયાસ કરવાનો રહેશે. દરેક સાચા જવાબ માટે પાંચ ગુણ આપવામાં આવશે અને દરેક ખોટા જવાબ માટે એક ગુણ કાપવામાં આવશે.

વિભાગ 3માં ઉમેદવાર પાસેથી સામાન્ય જ્ઞાન, વર્તમાન બાબતો, સામાન્ય માનસિક ક્ષમતા, સંખ્યાત્મક ક્ષમતા, રીઝનિંગને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે. 60 મિનિટમાં ઉમેદવારે 75માંથી 60 પ્રશ્નો ઉકેલવાના રહેશે. દરેક સાચા જવાબ માટે પાંચ ગુણ આપવામાં આવશે, જ્યારે દરેક ખોટા જવાબ માટે એક માર્ક કાપવામાં આવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">