CBSE નો મોટો નિર્ણય, હવે વર્ષમાં બે વાર લેવાશે ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ

CBSE એ 5 જુલાઈને સોમવારે જણાવ્યું હતું કે ગત સત્રની જેમ શૈક્ષણિક વર્ષ 2021-22 માટેનો અભ્યાસક્રમ પણ ઓછો કરવામાં આવશે. આ અંગેની માહિતી આ મહિનામાં જ જાહેર કરવામાં આવશે.

CBSE નો મોટો નિર્ણય, હવે વર્ષમાં બે વાર લેવાશે ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ
FILE PHOTO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2021 | 10:04 PM

કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ (CBSE) એ 5 જુલાઈને સોમવારે મોટો નિર્ણય લીધો છે. હવે CBSE દ્વારા વર્ષમાં બે વાર લેવાશે ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ લેવામાં આવશે. આ અંગે બોર્ડે જણાવ્યું હતું કે, ધોરણ-10 અને 12 ના શૈક્ષણિક સત્ર 2021-22 ને બે ભાગમાં વહેંચવામાં આવશે અને દરેક સત્રમાં લગભગ 50 ટકા અભ્યાસક્રમ રાખવામાં આવશે. ગત સત્રની જેમ શૈક્ષણિક વર્ષ 2021-22 માટેનો અભ્યાસક્રમ પણ ઓછો કરવામાં આવશે. આ અંગેની માહિતી આ મહિનામાં જ જાહેર કરવામાં આવશે.

શૈક્ષણિક સત્રને બે ભાગોમાં વહેંચવામાં આવશે CBSEના જણાવ્યા અનુસાર શૈક્ષણિક સત્ર 2021-22ને સકારાત્મક અભિગમના આધારે બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. આ અભિગમ માટે વિષય નિષ્ણાતોએ સંભાવનાઓ અને વિષયોનો સંપૂર્ણ અભ્યાસ કર્યો છે. CBSE બોર્ડ વર્ષમાં બે વાર બોર્ડ પરીક્ષા લેવામાં આવશે

CBSE એ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો કે ચાલુ શૈક્ષણિક સત્ર સમાપ્ત થાય ત્યાં સુધી 10 અને 12 ની પરીક્ષાઓ યોજાય તેવી સંભાવના છે. જો કે શૈક્ષણિક સત્ર માટે સ્કૂલોએ બોર્ડ દ્વારા જાહેર કરેલા અભ્યાસક્રમ અને પદ્ધતિનું પાલન કરવું પડશે.

પ્રેક્ટીકલ અને પ્રોજેક્ટવર્ક વધુ વિશ્વસનીય બનશે CBSE બોર્ડે એમ પણ કહ્યું છે કે અભ્યાસક્રમોના અમલ માટે શાળાઓને વૈકલ્પિક શૈક્ષણિક કેલેન્ડરનો ઉપયોગ કરવાનો અને NCERT પાસેથી ઇનપુટ્સ લેવાનો વિકલ્પ રહેશે. આંતરિક મૂલ્યાંકન, પ્રેક્ટીકલ પરીક્ષા અને પ્રોજેક્ટવર્કને વધુ વિશ્વસનીય બનાવવાના પ્રયાસો કરવામાં આવશે. ઉપરાંત તે બધાને સમાન ગુણ વિતરણ માટે જાહેર કરેલી ગાઈડલાઈન અને મોડરેશન પોલીસી અનુસાર માન્ય રહેશે.

કોવિડ-19 ને કારણે પરીક્ષાઓ રદ્દ થઈ ગયા મહિને 1 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) ની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ કેન્દ્ર સરકારે CBSE ધોરણ-12ની બોર્ડ પરીક્ષાઓ રદ્દ કરી દીધી હતી. વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોરોના મહામારીના સંજોગોને લીધે આ વર્ષે ધોરણ-12ની બોર્ડ પરીક્ષાઓ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે કોરોનાને કારણે શૈક્ષણિક કેલેન્ડરને અસર થઇ છે અને બોર્ડની પરીક્ષાઓને કારણે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો ખૂબ તણાવમાં હતા, જેને સમાપ્ત કરવાની જરૂર હતી.

આ પણ વાંચો : MAHARASHTRA : ઉદ્ધવ સરકારનો મોટો નિર્ણય, કરોનામુક્ત વિસ્તારોમાં ધોરણ-8 થી 12ની શાળાઓ શરૂ થશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">