CAT 2020નું પરિણામ જાહેર 9 વિધાર્થીઓએ મેળવ્યો 100 ટકા પર્સેન્ટાઇલ
કોમન એડમિશન ટેસ્ટ એટલે CAT 2020નું પરિણામ જાહેર થઇ ચુક્યુ છે. પરિણામ ઓનલાઇન iimcat.ac.in પર ઉપલબ્ધ છે. સાથે સાથે ઓફલાઇન પણ પરિણામ જોઇ શકાય છે. ઉલ્લેખનીય છે કે 9 વિધાર્થીઓ 100 ટકા પર્સેન્ટાઇલ મેળવ્યો છે. જે પણ કોઇ વિધાર્થીઓએ CAT 2020 ની પરીક્ષા આપી હતી તે વિધાર્થીઓ ઓનલાઇન iimcat.ac.in પર રિઝલ્ટ ચેક કરી શકે છે. […]
કોમન એડમિશન ટેસ્ટ એટલે CAT 2020નું પરિણામ જાહેર થઇ ચુક્યુ છે. પરિણામ ઓનલાઇન iimcat.ac.in પર ઉપલબ્ધ છે. સાથે સાથે ઓફલાઇન પણ પરિણામ જોઇ શકાય છે. ઉલ્લેખનીય છે કે 9 વિધાર્થીઓ 100 ટકા પર્સેન્ટાઇલ મેળવ્યો છે. જે પણ કોઇ વિધાર્થીઓએ CAT 2020 ની પરીક્ષા આપી હતી તે વિધાર્થીઓ ઓનલાઇન iimcat.ac.in પર રિઝલ્ટ ચેક કરી શકે છે. સ્કોરકાર્ડ ઓફિશિયલ વેબસાઇટ પર લોગઇન કરીને જોઇ શકાય છે. વિધાર્થી લિંક પર ક્લિક કરી પોતની માહિતી વેબસાઇમાં નાખી લોગ ઇન કરીને રિઝલ્ટ જોઇ શકશે.
વેબસાઇટ પર ઉપલબ્ધ જાણકારી અનુસાર આ વર્ષે અંદાજે 2 લાખ વિધાર્થીઓ CAT-2020 ની પરીક્ષા આપી હતી. જેનું રિઝલ્ટ IIM Indoreએ આપ્યું છે. CAT 2020નું સ્કોરકાર્ડ વેબસાઇટ પર લોગઇન કરીને ડાઉનલોડ થઇ શકશે. CAT-2020 નો સ્કોર MBA 2021-2022 ના એડમિશન માટે લાગુ થઇ શકશે. એડમિશન પ્રકિયા વિધાર્થીઓ દ્વારા મોકલવામાં આવેલી અરજીના આધારે થશે. CAT-2020 પાસ કરવાથી IIMમાં એડમિશન મળી જ જશે તે જરુરી નથી.