Board Exams 2021: કોરોનાને કારણે કેટલા રાજ્યોએ બોર્ડની પરીક્ષાઓ કરી સ્થગિત? જુઓ સંપૂર્ણ માહિતી

Board Exams 2021: કોરોનાના વધતાં જતા સંક્રમણને કારણે વિવિધ રાજ્યોએ બોર્ડની પરિક્ષાઓ રદ્દ અથવા તો સ્થગિત કરી દીધી છે . સીબીએસઈ બોર્ડ દ્વારા 10 અને 12માં ધોરણની પરિક્ષાઓ રદ્દ કર્યા બાદ કેટલાક રાજ્યોએ પણ પરિક્ષા સ્થગિત અથવા તો કેન્સલ કરી દીધી છે.

Board Exams 2021: કોરોનાને કારણે કેટલા રાજ્યોએ બોર્ડની પરીક્ષાઓ કરી સ્થગિત? જુઓ સંપૂર્ણ માહિતી
ફાઇલ ફોટો
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Apr 20, 2021 | 5:15 PM

Board Exams 2021: કોરોનાના વધતાં જતા સંક્રમણને કારણે વિવિધ રાજ્યોએ બોર્ડની પરિક્ષાઓ રદ્દ અથવા તો સ્થગિત કરી દીધી છે . સીબીએસઈ બોર્ડ દ્વારા 10 અને 12માં ધોરણની પરિક્ષાઓ રદ્દ કર્યા બાદ કેટલાક રાજ્યોએ પણ પરિક્ષા સ્થગિત અથવા તો કેન્સલ કરી દીધી છે. સીબીએસઈ, યૂપી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા સહિત કેટલાક રાજ્યના શિક્ષણ બોર્ડે પરીક્ષાઓ કેન્સલ કરી દીધી છે. જાણો હમણાં સુધી કયા કયા બોર્ડની પરિક્ષાઓ રદ્દ થઈ ચૂકી છે.

સીબીએસઈ બોર્ડ (CBSE Board)

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

તાજેતરમાં જ વડાપ્રધાન મોદીની બેઠકમાં સીબીએસઈની 10ની પરીક્ષા અને વર્ગ 12ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉદ્દેશ્ય માપદંડ (આંતરિક આકારણી)ના આધારે 10માંના પરિણામ તૈયાર કરવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થી તેના પરિણામથી સંતુષ્ટ ન હોય તો તેને પરીક્ષા આપવા માટે અનુકૂળ સ્થિતિમાં હાજર રહેવાની તક આપવામાં આવશે.

ગુજરાત બોર્ડ (GSHEB Board)

ગુજરાત રાજ્યમાં હાલ કોરોનાની સ્થિતી જોતા ગુજરાત બોર્ડે પણ ધોરણ 10 અને 12ની પરિક્ષાઓ સ્થગિત કરી છે અને ધોરણ 1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો છે.

યુપી બોર્ડ (UP Board)

કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ મુલતવી રાખી છે. બોર્ડની પરીક્ષાઓ 20મે સુધી મુલતવી રાખવામાં આવી છે.

આઈસીએસઈ બોર્ડ

COVID-19ના વધતા જતા કેસોને કારણે આઈસીએસઈ (વર્ગ 10)ની પરીક્ષા રદ કરી છે. આઈએસસી (વર્ગ 12)ની અંતિમ પરીક્ષા પણ મુલતવી રાખવામાં આવી છે.

રાજસ્થાન બોર્ડ (Rajasthan Board)

રાજસ્થાન બોર્ડે ધોરણ 10 અને 12ની પરીક્ષા પણ મુલતવી રાખી છે. તેમજ બોર્ડે 8, 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનું નક્કી કર્યું છે.

મધ્યપ્રદેશ બોર્ડ (MP Board)

મધ્ય પ્રદેશ બોર્ડની પરિક્ષાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. રાજ્ય સરકારે એમપી બોર્ડની ધોરણ 10 અને 12ની પરિક્ષાઓ સ્થગિત કરી દીધી છે.

ઉત્તરાખંડ બોર્ડ (Uttarakhand Board)

ઉત્તરાખંડ બોર્ડે ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ રદ કરી દીધી છે અને 12ની બોર્ડની પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે.

હરિયાણા બોર્ડ (Haryana Board)

હરિયાણા સરકારે ધોરણ 10ની પરીક્ષા રદ કરવાનો અને 12ની પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.

મહારાષ્ટ્ર બોર્ડ (Maharashtra Board)

કોરોનાના વધતા જતા કેસો વચ્ચે મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં જ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય લીધો હતો.

છત્તીસગઢ બોર્ડ (CGBSE Board)

રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણ અને ઘણા જિલ્લાઓમાં લૉકડાઉનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ધોરણ 10 બોર્ડની પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે.

હિમાચલ બોર્ડ (HPBOSE Board) રાજ્યના શિક્ષણ સચિવ રાજીવ શર્માના જણાવ્યા અનુસાર વર્ગ 10ની બોર્ડની પરીક્ષા 17 મે સુધી મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઝારખંડ બોર્ડ (JAC Board)

ઝારખંડ એકેડેમિક કાઉન્સિલ (જેએસી) એ 4 મેથી યોજાનારી મેટ્રિક અને ઈન્ટરમિડીયેટ પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.

ઓડિશા બોર્ડ (Odisha Board)

ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે રાજ્યમાં બોર્ડની પરીક્ષા જૂન 2021 સુધી મુલતવી રાખવાનો આદેશ આપ્યો છે.

મણિપુર બોર્ડ (Manipur Board)

મણિપુરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. એક અધિકારીએ આ અંગે માહિતી આપી.

આ પણ વાંચો: LOCKDOWN IN UP : ઉત્તરપ્રદેશમાં વિકેન્ડ લોકડાઉન જાહેર, દરરોજ નાઈટ કર્ફ્યુની પણ જાહેરાત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">