Ahmedabad : પુસ્તકો વિના કેમ ભણશે ગુજરાત ? હજી વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો મળ્યા નથી !

પાઠ્યપુસ્તક મંડળની બેદરકારીને કારણે વિદ્યાર્થીઓ પુસ્તકોથી વંચિત છે. ધોરણ 1થી 8ની શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2021 | 8:27 PM

Ahmedabad : રાજ્યમાં 7 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. શૈક્ષણિક સત્ર શરૂ થયાના બે મહિના બાદ પણ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો મળ્યા નથી. પાઠ્યપુસ્તક મંડળની બેદરકારીને કારણે વિદ્યાર્થીઓ પુસ્તકોથી વંચિત છે. ધોરણ 1થી 8ની શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે. જ્યારે ધોરણ 9થી 12ની શાળાઓ શરૂ થઈ છે. પરંતુ સરકારી પ્રાથમિક શાળાઓ અને ધોરણ 9થી 12ની ગ્રાન્ટેડ શાળાઓમાં વિનામૂલ્યે પાઠ્યપુસ્તક યોજના હેઠળના પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા જ નથી.

નવું સત્ર શરૂ થયું ત્યારે જ્ઞાનસેતુ યોજના હેઠળ બ્રિજ કોર્સનું મટીરીયલ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યું છે. પરંતુ એક મહિનાનો બ્રિજ કોર્ષ પૂર્ણ થયા બાદ બીજો એક મહિનો વીતી ગયો છતાં પણ પાઠ્યપુસ્તકો શાળાઓ કે વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા નથી. પુસ્તકો વિના શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ ચિંતામાં છે તો વાલીઓમાં રોષ છે. વાલીઓની માંગ છે સરકાર તાત્કાલિક વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો પુરા પાડે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">