Class 12 Board Exam Result : CBSE ધોરણ 12ના પરિણામની ફોર્મુલ્યા નક્કી થઇ, હવે રાજ્યના બોર્ડો કેવી રીતે બનાવશે પરિણામ?

CBSE ધોરણ 12 બોર્ડ પરીક્ષાનું પરિણામ (CBSE Class 12 Board Exam Result) 30:30:40 ફોર્મ્યુલા ના આધારે પરિણામ બનાવશે.

Class 12 Board Exam Result : CBSE ધોરણ 12ના પરિણામની ફોર્મુલ્યા નક્કી થઇ, હવે રાજ્યના બોર્ડો કેવી રીતે બનાવશે પરિણામ?
FILE PHOTO
Follow Us:
| Updated on: Jun 17, 2021 | 5:10 PM

Class 12 Board Exam Result : કોરોના મહામારીની બીજી લહેરને કારણે દેશમાં વિવિધ પરીક્ષાઓની આયોજન શક્ય બન્યું નહોતું. કકોરોનાના કહેર વચ્ચે પરીક્ષા યોજી વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકવાને બદલે દેશના વિવિધ રાજ્યોએ તેમના શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓ રદ્દ કરી. આ સાથે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) એ પણ પરીક્ષાઓ રદ્દ કરી.

આ વર્ષે CBSE સહીત મોટાભાગના રાજ્યોના શિક્ષણ બોર્ડોએ ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દીધું છે. પણ હવે સમસ્યા એ ઉભી થઇ છે કે ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનું પરિણામ (Class 12 Board Exam Result) કેવી રીતે બનાવવું? આ અંગે ગુજરાત સહીતના અન્ય રાજ્યોએ CBSEનું અનુસરણ કરવાનું નક્કી કર્યું. CBSE એ આજે ધોરણ 12 બોર્ડ પરીક્ષાનું પરિણામ કેવી રીતે બનાવવામાં આવશે તેની ફોર્મ્યુલા સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી છે.

30:30:40 ના આધારે CBSE બનાવશે ધો.12નું પરિણામ CBSE ધોરણ 12 બોર્ડ પરીક્ષાનું પરિણામ (CBSE Class 12 Board Exam Result) 30:30:40 ફોર્મ્યુલા ના આધારે પરિણામ બનાવશે. CBSE બોર્ડની 12માં ધોરણની માર્કશીટ તૈયાર કરવાને લઇને બનેલી 13 સભ્યોની સમિતીએ સુપ્રીમ કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કરી દીધો છે.

30:30:40 ફોર્મુલ્યા ના આધારે 30 ટકા ગુણ 10માં ધોરણના 5 વિષયમાંથી 3 વિષયના લેવાશે, 30 ટકા ગુણ 11માં ધોરણના પાંચ વિષયના એવરેજ લેવામાં આવશે અને બાકી રહેલા 40 ટકા ગુણ ધોરણ 12 ની પ્રીબોર્ડ પરીક્ષાના પરિણામનો આધાર લઇ ધોરણ 12 બોર્ડ પરીક્ષાનું પરિણામ બનાવવામાં આવશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

હવે રાજ્યોની ‘પરીક્ષા’ શરૂ CBSE એ ધોરણ 12 બોર્ડ પરીક્ષાનું પરિણામ (CBSE Class 12 Board Exam Result) બનાવવા માટેની ફોર્મ્યુલા જાહેર કરી દીધી છે. હવે ધોરણ 12 બોર્ડ પરીક્ષાના પરિણામ બનાવવામાં રાજ્યોની પરીક્ષા શરૂ થઇ છે, એટલે કે રાજ્યો માટે હવે આ પ્રક્રિયા સુપેરે પાર પાડવાનો વારો આવ્યો છે. અહી સૌથી મોટો પ્રશ્ન પ્રિ-બોર્ડ પરીક્ષાનો ઉભો થયો છે.

કોરોનાને કારણે ગુજરાત સહીત ઘણા રાજ્યોમાં શિક્ષણકાર્ય બંધ હતું. અને સાથે જ સત્રાંત પરીક્ષા કે પ્રિ-બોર્ડ પરીક્ષાઓનું આયોજન થઇ શક્યું નહોતું. આથી જે રાજ્યોમાં ધોરણ 12 ની પ્રિ-બોર્ડ પરીક્ષા પણ નથી લેવાઈ, તે CBSEની ધોરણ 12ના પરીક્ષાના પરિણામની ફોર્મ્યુલાના આધારે કેવી રીતે પરિણામ બનાવશે ?

રાજ્યોના શિક્ષણ બોર્ડોએ આ સ્થાને કોઈ બીજો વિકલ્પ પસંદ કરવો પડશે અને અલ્પ સમયમાં ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનું પરિણામ (Class 12 Board Exam Result) તૈયાર કરવું પડશે. આ વિકલ્પોમાં બહુવિકલ્પવાળી પરીક્ષા કે અન્ય વિકલ્પનો આધાર લેવો પડશે. અથવા તો ધોરણ 10 અને 11 ના પરિણામને આધારે જ ધોરણ 12નું પરિણામ બનાવવું પડશે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">