68 ટકા વિદ્યાર્થીઓ પોતાના જ દેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાનું પસંદ કરે છે: સર્વે

તાજેતરમાંના કરવામાં આવેલા સર્વેમાં ભાગ લેનાર ધોરણ 11 અને 12ના 3,000 વિદ્યાર્થીઓમાંથી લગભગ 68 ટકાએ કહ્યું કે, તેઓએ પોતાના દેશમાં જ ઉચ્ચ શિક્ષણ મેળવવાનું પસંદ કરે છે.

68 ટકા વિદ્યાર્થીઓ પોતાના જ દેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાનું પસંદ કરે છે: સર્વે
પ્રતિકાત્મક તસવીર

તાજેતરમાંના કરવામાં આવેલા સર્વેમાં ભાગ લેનાર ધોરણ 11 અને 12ના 3,000 વિદ્યાર્થીઓમાંથી લગભગ 68 ટકાએ કહ્યું કે, તેઓએ પોતાના દેશમાં જ ઉચ્ચ શિક્ષણ મેળવવાનું પસંદ કરે છે. આ આંકડો ગયા વર્ષ કરતા 24 ટકા વધારે છે. ‘સ્ટુડન્ટ ક્વેસ્ટ સર્વે રિપોર્ટ’ નામના સર્વેક્ષણમાં, ભારત અને દક્ષિણ એશિયાની 2,000 શાળાઓના 9થી 12 ના 6,600થી વધુ વિદ્યાર્થીઓએ પ્રતિસાદ આપ્યો હતો. એકંદરે, આ વર્ષે કુલ વિદ્યાર્થીઓમાંથી 25 ટકા ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાનું વિચારી રહ્યા છે. જે ગયા વર્ષ કરતાં ચાર ટકા ઓછું છે.

આ સર્વે શિવ નાદર યુનિવર્સિટી, નોઈડા અને આંતરરાષ્ટ્રીય કારકિર્દી અને કોલેજ પરામર્શ (IC3) સંસ્થા, એક સ્વૈચ્છિક સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. આ સંસ્થા હાઇસ્કૂલ સંચાલકો, શિક્ષકો અને સલાહકારો માટે માર્ગદર્શન અને તાલીમ સંસાધનો દ્વારા વિશ્વભરની ઉચ્ચ શાળાઓને ટેકો પૂરો પાડે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ધોરણ 9 અને 10ના 49 ટકા વિદ્યાર્થીઓ તેમના વતનમાં અભ્યાસ કરવાનું પસંદ કરે છે. જ્યારે 24 ટકાએ હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. સર્વે અનુસાર વિદ્યાર્થીઓ હાઈસ્કૂલમાં જ તેમની કારકિર્દી અને સંબંધિત નોકરીની સંભાવનાઓ વિશે વિચારવાનું શરૂ કરે છે.

સર્વે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “71 ટકા વિદ્યાર્થીઓ પહેલેથી જ તેમના ભાવિ રોજગાર વિશે વિચારવાનું શરૂ કરી ચૂક્યા છે. સંસ્થા પસંદ કરવા માટે પ્લેસમેન્ટ રેકોર્ડ, રેન્કિંગ અને પ્રોગ્રામ ડિઝાઇન એ ટોચના ત્રણ પરિબળો છે. ચોથું હતું ફી, ત્યારબાદ ફેકલ્ટી સભ્યોની ગુણવત્તા.” સર્વે અનુસાર, 83 ટકા વિદ્યાર્થીઓ શિક્ષણની ગુણવત્તાને બીજા દેશમાં અભ્યાસ કરવાનું સૌથી મોટું કારણ માને છે.

(ઈનપુટ ભાષા)

NTAએ ટાઈ-બ્રેકર નિયમમાં કર્યો બદલાવ

કોરોનાને કારણે આ વર્ષે JEE અને NEETની પરીક્ષામાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા હતા. હવે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ પણ પરિણામ તૈયાર કરવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. અત્યાર સુધી, એનટીએ ટાઈ-બ્રેકર નિયમ મુજબ પરિણામો તૈયાર કરતો હતો. જે અંતર્ગત, જો એક કરતા વધારે વિદ્યાર્થીઓને સમાન સંખ્યા મળી હોય, તો જેની ઉંમર વધુ હોય તેવા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. જોકે, આ વર્ષે NEET 2021 અને JEE Main 2021 માહિતી બ્રોશરમાં આ નિયમ બદલવામાં આવ્યો છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ આ વર્ષે મેડિકલ અને એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષામાં મોટો ફેરફાર કર્યો છે. એજન્સીએ સંયુક્ત પ્રવેશ પરીક્ષા (JEE Main) અને નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) ની રેન્ક યાદીમાં વધારે ઉંમરના ઉમેદવારોને પસંદગી આપવાની જોગવાઈ દૂર કરી છે. અગાઉ એનટીએ દ્વારા અનુસરવામાં આવતા ટાઇ-બ્રેકર નિયમમાં વધારે ઉંમરના ઉમેદવારોને પસંદગી આપવામાં આવતી હતી, પરંતુ હવે આ નિયમ હટાવી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Rajasthan : મુખ્યમંત્રી અશોક ગેહલોતની તબિયત લથડી, છાતીમાં દુખાવો થતા સવાઈ માનસિંહ હોસ્પિટલમાં કરાયા દાખલ

આ પણ વાંચો: ‘અમારા સૈનિકોએ હજારો લોકોના જીવ બચાવતાં પોતાના જીવનું બલિદાન આપ્યુ છે,’ આતંકી હુમલાને લઇને બોલ્યા કમલા હેરિસ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati