12 વર્ષના ખેડૂત પુત્રએ કરી કમાલ! તૂટેલા ફોનમાંથી કોડિંગ શીખીને હાર્વર્ડ યુનિવર્સિટી પહોંચ્યો, જાણો પુરી કહાની

ત્રણ લર્નિંગ એપ ( learning apps) બનાવનાર 12 વર્ષીય કાર્તિક જાખડ હવે યુએસની હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી (Harvard University) કોમ્પ્યુટર સાયન્સમાં બીએસસી કરી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, કાર્તિકે તૂટેલા ફોન દ્વારા યુટ્યુબની મદદથી કોડિંગ શીખ્યો અને લર્નિંગ એપ્સ બનાવી. કાર્તિકની એપ દ્વારા 45 હજારથી વધુ બાળકોને મફત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

12 વર્ષના ખેડૂત પુત્રએ કરી કમાલ! તૂટેલા ફોનમાંથી કોડિંગ શીખીને હાર્વર્ડ યુનિવર્સિટી પહોંચ્યો, જાણો પુરી કહાની
Kartik Jakhad (File image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2022 | 8:28 AM

કહેવાય છે ને મન હોય તો માળવે જવાય…હરિયાણાના (Haryana) એક ગામમાં રહેતા 12 વર્ષના કાર્તિક જાખડ પર આ લાઈન એકદમ ફિટ બેસે છે. માત્ર 12 વર્ષનો આ છોકરો આજે અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં (Harvard University) અભ્યાસ કરી રહ્યો છે. કાર્તિક જાખડ સામાન્ય ખેડુત પુત્ર છે તેમજ તેને એવી કોઈ વધારાની સુવિધા પણ મળી નથી. કાર્તિક જાખડે તૂટેલી સ્ક્રીનવાળા મોબાઈલ ફોન વડે આવું કારનામું કર્યું, જેના કારણે તેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં (Guinness Book of World Records) નોંધાયું છે.

દિલ્હીથી સો કિલોમીટર દૂર હરિયાણાના ઝજ્જર જિલ્લાના ઝાસવા ગામમાં રહેતા 12 વર્ષના કાર્તિક જાખડનું નામ ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. કાર્તિકની સિદ્ધિ એ છે કે તેણે ત્રણ લર્નિંગ એપ્સની શોધ કરી છે. પરંતુ કાર્તિકે આ માટે કોઈ કોચિંગ લીધું ન હતું. મોબાઈલ ફોનમાં વીડિયો જોઈને જ ત્યાંથી શીખીને એપ્સ તૈયાર કરવામાં આવી છે. જે ફોન દ્વારા આઠમા ધોરણમાં અભ્યાસ કરતા કાર્તિકે કોડિંગ શીખીને એપ્સ બનાવી છે. તે મોબાઈલની સ્ક્રીન પણ તૂટી ગઈ હતી.

પિતા ખેતી કરે છે

કાર્તિકના પિતા અજીત સિંહ ખેતી કરે છે. કાર્તિકને ત્રણ બહેનો છે, જેમાંથી તે સૌથી નાનો છે. કાર્તિકના ઘરે ન તો ભણવા માટે ટેબલ ખુરશી છે અને ન તો તેના ગામ ઝાસવામાં ચોવીસ કલાક વીજળીની સુવિધા છે.

નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર

કાર્તિક કહે છે કે ત્રીજા ધોરણથી જ તેને કંઈક અલગ કરવાની ઈચ્છા હતી. કોરોનાના સમયગાળા દરમિયાન શાળાઓ બંધ હતી, ત્યારબાદ તેના પિતા ઓનલાઈન ક્લાસ માટે 8-10 હજારનો એન્ડ્રોઈડ ફોન લાવ્યા હતા. અભ્યાસ કર્યા પછી, કાર્તિકે YouTube પર કોડિંગ અને એપ્લિકેશન ડેવલપમેન્ટ વિશે વાંચ્યું. યુટ્યુબમાંથી જ સ્વ-તાલીમ લઈને તેણે પોતાની એપ્લિકેશન બનાવી. એપ બનાવતી વખતે પણ તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે ફોન હેંગ થતો હતો અને કાર્તિકને વારંવાર કોડિંગ કરવું પડતું હતું.

કાર્તિકે બનાવેલી આ ત્રણ લર્નિંગ એપ્સ છે

પ્રથમ એપ જનરલ નોલેજ સાથે સંબંધિત છે જેનું નામ લ્યુસેન્ટ જીકે ઓનલાઈન છે, બીજી એપ શ્રી રામ કાર્તિક લર્નિંગ સેન્ટર છે. જેમાં કોડિંગ અને ગ્રાફિક્સ ડિઝાઈનિંગ શીખવવામાં આવે છે અને ત્રીજી એપ ડિજિટલ એજ્યુકેશનને લગતી છે જેનું નામ શ્રી રામ કાર્તિક ડિજિટલ એજ્યુકેશન છે. આ લર્નિંગ એપ્લીકેશન દ્વારા તેઓ એક સંસ્થામાં જોડાઈને લગભગ 45 હજાર જરૂરિયાતમંદ બાળકોને મફત ઓનલાઈન શિક્ષણ આપી રહ્યા છે.

કાર્તિકને 12 વર્ષની ઉંમરમાં ઘણા એવોર્ડ મળ્યા છે. જેમાં ચાઇલ્ડ પ્રોડિજી એવોર્ડ, ઓએમજી બુક ઓફ રેકોર્ડ્સ સામેલ છે. કાર્તિકે OMG બુક ઓફ રેકોર્ડ્સમાં સાત અલગ-અલગ પ્રકારના રેકોર્ડ નોંધાવ્યા છે. કાર્તિકે હાર્વર્ડ યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષા પાસ કરીને શિષ્યવૃત્તિ મેળવી હતી. કાર્તિક હાર્વર્ડમાંથી કમ્પ્યુટર સાયન્સમાં B.Sc ડિગ્રી કરી રહ્યા છે.

કાર્તિક કહે છે કે ભલે તે અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરી રહ્યો છે, પરંતુ આગળ જઈને તે ભારતમાં રહીને જ પોતાના દેશ માટે કંઈક કરશે. કાર્તિકનું સપનું છે કે તે કોમ્પ્યુટરના ક્ષેત્રમાં કંઈક એવું કરે જે આજ સુધી કોઈએ કર્યું નથી. તમામ મુશ્કેલીઓ અને પડકારો વચ્ચે પણ કાર્તિક સાબિત કરી રહ્યો છે કે મંઝિલ શું છે, રસ્તો શું છે? સાથે – સાથે સફળતા સુવિધાઓ પર નિર્ભર નથી એ પણ સાબિત કર્યુ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">