GATE 2021 Result: જાહેર કરવામાં આવી ફાઈનલ આન્સર કી, જાણો ક્યારે આવશે પરિણામ

ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ (GATE) 2021નું પરિણામ આ અઠવાડિયે જાહેર થઈ શકે છે. ગેટની ફાઈનલ આન્સર કી પહેલેથી જ પ્રકાશિત થઈ ગઈ છે. એવું માનવામાં આવે છે કે ગેટ 2021નું પરિણામ 22 માર્ચની નિર્ધારિત તારીખ પહેલાં જાહેર થઈ શકે છે.

GATE 2021 Result: જાહેર કરવામાં આવી ફાઈનલ આન્સર કી, જાણો ક્યારે આવશે પરિણામ
GATE 2021
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Mar 18, 2021 | 10:09 PM

ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ (GATE) 2021નું પરિણામ આ અઠવાડિયે જાહેર થઈ શકે છે. ગેટની ફાઈનલ આન્સર કી પહેલેથી જ પ્રકાશિત થઈ ગઈ છે. એવું માનવામાં આવે છે કે ગેટ 2021નું પરિણામ 22 માર્ચની નિર્ધારિત તારીખ પહેલાં જાહેર થઈ શકે છે. જે ઉમેદવારો આ પરીક્ષા આપી હતી, તેઓ સત્તાવાર વેબસાઈટ gate.iitb.ac.in દ્વારા તેમના પરિણામો ચકાસી શકશે. ગેટ પરીક્ષા 2021ના ​​પરિણામો જાહેર કરવાની સત્તાવાર તારીખ 22 માર્ચ એટલે કે આવતા સોમવારે છે. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ગેટની પરીક્ષાનું પરિણામ આ અઠવાડિયા પહેલા કોઈપણ સમયે જાહેર કરી શકાય છે.

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, બોમ્બે (IIT Bombay)એ ગ્રેજુએટ એપ્ટીટ્યુડ ટેસ્ટ એન્જિનિયરિંગ (GATE) 2021માં અંતિમ આન્સર કી (Final Answet Key) અને પ્રશ્નપત્ર જાહેર કર્યું છે. આવા તમામ વિદ્યાર્થીઓ કે જેઓ Gate 2021ની પરીક્ષામાં આવ્યા હતા, તેઓ સત્તાવાર વેબસાઈટ gate.iitb.ac.in ફાઈનલ આન્સર કી ડાઉનલોડ કરી શકશે. આઈઆઈટી બોમ્બે દ્વારા જારી કરાયેલ પ્રશ્નપત્ર અને Gate 2021ની અંતિમ આન્સર કી ડાઉનલોડ કરવા માટે વિદ્યાર્થીઓએ વિષયનું નામ પસંદ કરવું પડશે. આન્સર કીને ડાઉનલોડ કરવા માટેની સીધી લિંક નીચે આપેલ છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

જાણો કેવી રીતે ડાઉનલોડ કરશો આન્સર કી

1 સત્તાવાર વેબસાઇટ gate.iitb.ac.in પર જાઓ.

2. હોમ પેજ પર, ‘GATE 2021 Question Papers and Final answer Keys’ લિંક પર ક્લિક કરો.

3. તમે એ વિષયોની પસંદગી કરો જેના માટે તમે હાજર થયા છો.

4. Gate 2021 અંતિમ આન્સર કીની PDF ખુલશે.

5. તેને ડાઉનલોડ કરો અને આગળ માટે પ્રિન્ટઆઉટ લઈને તમારી સાથે રાખો.

જાણો ક્યારે જાહેર થઈ શકે છે પરિણામ (GATE 2021 Result)

ગેટ 2021 ફાઈનલ આન્સર કી વિદ્યાર્થીઓને મળેલા વાંધાના આધારે જારી કરવામાં આવી છે. નિષ્ણાતોની સમિતિએ આન્સર-કીને સંપૂર્ણ તપાસ કર્યા પછી ફાઈનલ કરી હતી. આ અંતિમ આન્સર કીની મદદથી વિદ્યાર્થીઓ તેમના ગુણની ગણતરી કરી શકે છે. ગેટ 2021નું પરિણામ 22 માર્ચ, 2021 સુધીમાં જાહેર થવાની સંભાવના છે.

ગેટ સ્કોરકાર્ડ માટે ક્યારે ચૂકવવા પડશે 500 રૂપિયા (GATE 2021 Scorecard)

ગેટ 2021 સ્કોરકાર્ડ 26 માર્ચ, 2021થી 31 મે, 2021 સુધી મફત ડાઉનલોડ કરી શકાય છે. આ પછી વિદ્યાર્થીઓએ ડાઉનલોડ કરવા માટે ફી ચૂકવવી પડશે. 31 મેથી 31 ડિસેમ્બર સુધી વિદ્યાર્થીઓએ GATE સ્કોર કાર્ડ ડાઉનલોડ કરવા માટે 500 રૂપિયા ચૂકવવા પડશે. આ વખતે 8,82,684 વિદ્યાર્થીઓએ ગેટની પરીક્ષા -2021 માટે અરજી કરી હતી. જ્યારે ગયા વર્ષે 8.59 લાખ ઉમેદવારોએ અરજી કરી હતી. કોરોના રોગચાળા માટે જારી કરાયેલી માર્ગદર્શિકા હેઠળ 5, 6, 7, 12, 13 અને 14 ફેબ્રુઆરીએ પરીક્ષા લેવામાં આવી હતી.

આ પણ વાંચો: IND vs ENG: રોહિત શર્માએ ચોથી મેચ દરમ્યાન T20 ક્રિકેટમાં આ ખાસ ઉપલબ્ધી હાંસલ કરી, જાણો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">