દિવાળીના તહેવાર પર બનાવો ચોખાના લોટની ચકરી, જાણો વાનગી બનાવવાની રીત

દિવાળીના તહેવાર પર બનાવો ચોખાના લોટની ચકરી, જાણો વાનગી બનાવવાની રીત

સામગ્રી : • 500 ગ્રામ ચોખા નો લોટ, • 1/2 વાડકો દાળિયા નો ભૂકો/ ચણા નો લોટ / અડદ નો લોટ, • 1 મોટી ચમચી અમુલ બટર, • 1 ચમચી શેકેલા જીરા નો ભૂકો, • 1 ચમચી લાલ મરચાં નો ભૂકો, • ¼ ચમચી હિંગ, • મીઠું, • તળવા માટે તેલ, • 1 ચમચી તલ, […]

TV9 Webdesk11

|

Oct 19, 2019 | 8:48 AM

સામગ્રી :

• 500 ગ્રામ ચોખા નો લોટ, • 1/2 વાડકો દાળિયા નો ભૂકો/ ચણા નો લોટ / અડદ નો લોટ, • 1 મોટી ચમચી અમુલ બટર, • 1 ચમચી શેકેલા જીરા નો ભૂકો, • 1 ચમચી લાલ મરચાં નો ભૂકો, • ¼ ચમચી હિંગ, • મીઠું, • તળવા માટે તેલ, • 1 ચમચી તલ,

બનાવવાની રીત :

ચોખા ના લોટ અને ચણા ના લોટ ને ચાળી એક મોટી થાળી માં લો. હવે એમાં બટર , મીઠું , હિંગ , લાલ મરચું , તલ , જીરાનો ભૂકો ઉમેરો. હાથ થી સરસ મસળી ને ભેગુ કરો. લોટ પર એકદમ ગરમ 2 ચમચા તેલ રેડો. આ તેલ એકદમ ગરમ હોવું જોઈએ, હુંફાળું નહિ. લોટ પર રેડતા જ પરપોટા થવા જોઈએ. સરસ રીતે મિક્સ કરો. થોડું થોડું પાણી ઉમેરતા જાઓ અને કણક તૈયાર કરો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કણક ના તો બહુ કઠણ અને ના તો બહુ ઢીલો હોવો જોઈએ. લોટ ને 2 થી 3 મિનિટ માટે મસળો. ત્યારબાદ ચકરી ના સંચા ને તેલ લગાવી એમા આ લોટ ભરો. સંચો બંધ કરી પાટલા પર ચકરી પાડો. તવીથાથી ધીમેથી ચકરીને લઈ ગરમ તેલ મા મૂકો. મધ્યમ આંચ પર કડક થાય ત્યાં સુધી તળો. ચકરીને હમેંશા મધ્યમ આંચ પર તળો. ચકરી તૈયાર છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati