અમદાવાદમાં રેપિડ એન્ટીજન કોરોના ટેસ્ટ માટે લોકોની લાંબી કતાર જોવા મળી રહી છે. આરોગ્ય વિભાગે ઠેર-ઠેર લગાવેલા તંબુની બહાર લોકોની ભીડ જામી છે. જોકે, કતારમાં લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવતા નથી. આ કતારમાં લાંબો સમય ઉભો રહ્યાં બાદ કીટ સમાપ્ત થતા અનેક લોકોને ટેસ્ટ કરાવ્યા વગર જ પરત ફરવું પડે છે. અમદાવાદમાં દિવાળી પહેલા જ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. દિવાળીની ખરીદીને લઈ લોકોની ભીડ બજારમાં વધતા સંક્રમણમાં વધારો થયો છે. AMC કોરોનાના સાચા આંકડા છુપાવી રહ્યાંનો વિપક્ષી નેતાએ આક્ષેપ કર્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો