SBI Debit Card પર મળે છે 20 લાખ સુધીનો મફત વીમો, વાંચો સમગ્ર માહિતી

એસબીઆઈ એટીએમ પર વિના મૂલ્યે વીમો મળે છે. આ વીમા તમામ એસબીઆઇ ખાતાધારકોને ઉપલબ્ધ છે

SBI Debit Card પર મળે છે 20 લાખ સુધીનો મફત વીમો, વાંચો સમગ્ર માહિતી
State Bank of India
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: May 03, 2021 | 7:45 AM

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) તેના ખાતાધારકોને ઘણી પ્રકારની સુવિધાઓ પ્રદાન કરે છે. તમે બેંક ખાતું, વ્યાજ, ડેબિટ કાર્ડ (Debit Card) વગેરે વિશે જાણો છો, પરંતુ ઘણી સુવિધાઓ અને લાભો છે જે બેંક દ્વારા આપવામાં આવે છે. જો કે, લોકો તેમના વિશે જાણતા નથી. તેમાં નિશુલ્ક વીમો પણ શામેલ છે અને વિશેષ બાબત એ છે કે તમને માત્ર ખાતામાં જ નહીં પરંતુ તમારા એસબીઆઇ એટીએમ પર પણ વીમો મળે છે.

હા, હવે તમને એસબીઆઈ એટીએમ પર વિના મૂલ્યે વીમો (Free Insurance) મળે છે. આ વીમા તમામ એસબીઆઇ ખાતાધારકોને ઉપલબ્ધ છે અને તે બેંકની શાખામાં નહીં પણ એટીએમ પર ઉપલબ્ધ છે. તો હવે જાણો આ વીમો શું છે ? કેટલા નાણાં મળે વગેરે જેવી તમામ માહિતી

શું છે આ ઇન્શ્યોરન્સ ?

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

તમારા એટીએમ પર 20 લાખ રૂપિયા સુધીનો મફત વીમો પણ ઉપલબ્ધ છે. મની 9 ના રિપોર્ટ અનુસાર, તે એકસીડેન્ટલ ડેથ ઇન્શ્યોરન્સ છે, જે 40 કરોડથી વધુ એકાઉન્ટ ધારકોને ફાયદો કરે છે. તેને કોમ્પ્લિમેન્ટરી ઇન્સ્યુરન્સ (Complementary insurance) કવર નામ આપવામાં આવ્યું છે. કોઈપણ ખાતા ધારકના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં તે દાવો કરી શકાય છે. જો તમે એસબીઆઈના મફત વીમાની વાત કરો, તો માર્ગ અકસ્માતમાં(Road Accident) 10 લાખ સુધી અને (Air Accident) હવા અકસ્માતમાં 20 લાખ સુધી, મૃત્યુ વીમો ઉપલબ્ધ છે.

કોને મળે છે ઇન્શ્યોરન્સના (insurance) રૂપિયા ?

તમારા એસબીઆઇ એટીએમ કાર્ડ (ATM Card) પર આધારિત છે કે તમને કયા વીમા કવર મળશે અને તમારું કાર્ડ પણ સક્રિય હોવું જોઈએ. આ સિવાય, શરત એ છે કે એકાઉન્ટ ધારકના (Account Holder) અકસ્માતની તારીખના 90 દિવસની અંદર કાર્ડનો ઉપયોગ થયો હોવો જોઇએ. કોઇ પણ ટ્રાંઝેક્શન (Transactions) માટે કાર્ડનો ઉપયોગ થયેલો હોવો જોઇએ.

કયા કાર્ડ પર કેટલો ફાયદો ?

SBI Gold (MasterCard/Visa) – રોડ અકસ્માત માટે 2 લાખ અને હવાઇ અકસ્માત માટે 4 લાખ

SBI Platinum (MasterCard/Visa) – 5 લાખ અને 10 લાખનો ઇન્શ્યોરન્સ

SBI Pride (Business Debit) (MasterCard/Visa) – 2 લાખ અને 4 લાખનો ઇન્શ્યોરન્સ

SBI Premium (Business Debit) (MasterCard/Visa) – 5 અને 10 લાખનો વીમો

SBI Visa Signature/MasterCard Debit Car – રોડ એક્સિડેન્ટમાં 10 અને એર એક્સિડેન્ટમાં 20 લાખનું કવર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">