સરકાર માટે તલવારની ધાર પર ચાલવા જેવી સ્થિતિ, નિકાસના મોરચે મોટી તક તો બીજી તરફ સ્થાનિક જરૂરિયાત

જ્યારે યુક્રેન યુદ્ધથી બરબાદ થઈ ગયું હતું, ત્યારે વિશ્વમાં ભારતીય ઘઉંની નિકાસ માટે મોટી તક ઊભી થઈ. વાસ્તવમાં, યુક્રેન વિશ્વમાં ઘઉંનો મુખ્ય સપ્લાયર છે. પરંતુ હવે ખેડૂતો અને નિકાસકારોની આંખમાં કમાણીની ચમક જોવા મળી રહી છે અને સરકાર બેચેન છે.

સરકાર માટે તલવારની ધાર પર ચાલવા જેવી સ્થિતિ, નિકાસના મોરચે મોટી તક તો બીજી તરફ સ્થાનિક જરૂરિયાત
Wheat Farming Image Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2022 | 9:24 AM

આ વર્ષે ફેબ્રુઆરીમાં જ્યારે રશિયા અને યુક્રેન (Russia-Ukraine War)વચ્ચે અથડામણ થઈ ત્યારે સમગ્ર વિશ્વમાં બેચેનીનો માહોલ હતો. કોવિડના ઘા હજુ રૂઝાયા ન હતા. એવી સ્થિતિમાં, યુદ્ધની અસર વિશ્વને ડરાવી રહી હતી. આ બધી મૂંઝવણ વચ્ચે ભારતે આ આફતમાં અવસર જોયો અને તે હતા ઘઉં. જ્યારે યુક્રેન યુદ્ધથી બરબાદ થઈ ગયું હતું, ત્યારે વિશ્વમાં ભારતીય ઘઉંની નિકાસ (Wheat Export) માટે મોટી તક ઊભી થઈ. વાસ્તવમાં, યુક્રેન વિશ્વમાં ઘઉંનો મુખ્ય સપ્લાયર છે. પરંતુ હવે ખેડૂતો અને નિકાસકારોની આંખમાં કમાણીની ચમક જોવા મળી રહી છે અને સરકાર બેચેન છે.

હવે આ વિડંબના કહેવાશે કે દુનિયાભરમાંથી ઓર્ડર આવે છે, પરંતુ આ વર્ષે દેશમાં માત્ર ઘઉંનું ઉત્પાદન ઘટતું જણાઈ રહ્યું છે. સરકાર છેલ્લા બે-ત્રણ મહિનાથી ઘઉંની નિકાસના રૂપમાં યુક્રેનની કફોડી સ્થિતિનો લાભ લેવાનો પ્રયાસ કરી રહી હતી. પરંતુ હવે એવું લાગે છે કે તે શક્ય નથી. સવાલ એ પણ આવે છે કે ભારતમાં દર વર્ષે બમ્પર ઉત્પાદન થાય છે છતાં આ સમયે ઘઉંની ઉપજ કેમ ઘટી છે?

શું છે ઘઉંની ઉપજ ઘટવાનું કારણ?

તો તેનું પહેલું કારણ હવામાન છે. માર્ચમાં થોડો વરસાદ પડ્યો હતો અને ખરાબ હવામાને ઘઉંની ઉપજ અને ગુણવત્તા બંને પર પ્રતિકૂળ અસર કરી છે. સરકાર માટે સમસ્યા એ છે કે તેના ગોડાઉનમાં ઘઉંનો ઓછો સ્ટોક છે. એટલે કે હવે આગામી વર્ષ માટે પણ સ્ટોકના ચોક્કસ સ્તર સુધી પહોંચવામાં સમસ્યા આવી શકે છે. એક તરફ ઘઉંની નિકાસના મોરચે સરકારના હાથ કડક થવા જઈ રહ્યા છે તો બીજી તરફ આ વખતે મંડીઓમાં ઘઉંની આવક ઓછી થઈ રહી છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

બીજું, સરકારને બદલે ખેડૂતો ખાનગી વચેટીયાઓને ઘઉં વેચી રહ્યા છે જેથી કરીને તેમને થોડો વધુ ભાવ મળી શકે. વર્ષો પછી એવું બની રહ્યું છે કે ખેડૂતોને ઘઉંના MSP કરતા વધુ ભાવો ખેડૂતોને મળી રહ્યા છે. ઓછી આવકના ખરાબ તબક્કામાંથી પસાર થયા બાદ હવે ખેડૂતોનો ચહેરા પર ચમક દેખાઈ રહી છે. ત્યારે ખેડૂતોની ખુશીએ સરકારી ગોડાઉનો સુના કરી દિધા છે.

એક સમયે FCIના ઘઉં ખરીદ કેન્દ્રો પર ભીડ જામતી હતી તેના બદલે હાલ શાંતિ પ્રસરાયેલી છે. આંકડાઓ પણ એ વાતની સાક્ષી પુરે છે. ખરીદીની સિઝનના પ્રથમ 24 દિવસમાં સરકારી એજન્સીઓ દ્વારા માત્ર 136.93 લાખ ટન ઘઉંની ખરીદી કરવામાં આવી છે. ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન 212.67 લાખ ટનની ખરીદી કરવામાં આવી હતી.

હવે ઘઉંની નિકાસના મુદ્દે સરકાર ખાનગી નિકાસકારોથી પાછળ રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. આ વખતે સરકાર માટે ઘઉંની નિકાસ કેટલી મહત્વની છે તેનો અંદાજ પીએમ નરેન્દ્ર મોદીના નિવેદન પરથી પણ લાગે છે. મોદીએ કહ્યું કે જો WTOની મંજૂરી મળે તો ભારત તેના સરકારી અનામતમાંથી વિશ્વની ઘઉંની જરૂરિયાતો પૂરી કરવા તૈયાર છે. વાસ્તવમાં, સરકાર ઘઉંની નિકાસમાં આંતરરાષ્ટ્રીય નિયમોનું કોકડુ રહ્યું છે અને ભારત તેને બાયપાસ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

WTO નો નિયમ શું છે?

WTOનો નિયમ જણાવે છે કે MSP પર ખરીદાયેલ અનાજની નિકાસ કરી શકાતી નથી. હા, જો બજાર દરે ખરીદી કરવામાં આવે તો તે કરી શકાય છે. આ જ કારણ છે કે ઘઉંની નિકાસનું આ યુદ્ધ ખાનગી નિકાસકારોની તરફેણમાં જઈ રહ્યું છે અને આ જ કારણ છે કે સરકાર WTOના નિયમમાં છૂટછાટ ઈચ્છે છે.

ઘઉંની ખરીદીનું લક્ષ્ય

હવે આપણે સરકારના ઘઉંની ખરીદીનો લક્ષ્યાંક પણ જોઈએ. ગયા વર્ષે બમ્પર પાક હતો અને સરકારે ખેડૂતો પાસેથી રેકોર્ડ 433.44 લાખ ટન ઘઉંની ખરીદી કરી હતી. આ વર્ષે ઘઉંની ખરીદીનો લક્ષ્યાંક 444 લાખ ટન રાખવામાં આવ્યો છે. સરકાર પાસે ગયા વર્ષ માટે 190 લાખ ટનનો કેરી ફોરવર્ડ સ્ટોક છે. પરંતુ, ઓછી ખરીદીનો અર્થ એ છે કે આવતા વર્ષ માટે કેરી ફોરવર્ડ સ્ટોક ઓછો હોઈ શકે છે. એટલે કે સરકાર માટે ઘઉંની નિકાસનો અવકાશ ઓછો છે.

સરકારની બીજી મૂંઝવણ પણ છે. તે છે મફત રાશન વિતરણની યોજના. કોવિડના યુગમાં શરૂ થયેલી યોજના અને PDS હેઠળ સરકારને દર મહિને લગભગ 20 લાખ ટન ઘઉંની જરૂર પડે છે. સરકાર સપ્ટેમ્બર સુધી ગરીબોને મફત રાશન આપશે. હવે એક તરફ કલ્યાણકારી રાજ્યની વ્યવસ્થા છે અને બીજી બાજુ કમાવાની તક છે. મળશે એક જ વસ્તુ.

આ વખતે 100 લાખ ટન ઘઉંની નિકાસ કરવાનો લક્ષ્યાંક છે

ઓછી ઉપજ અને ગોડાઉનમાં ઓછા ઘઉં ઉપરાંત અન્ય એક મુદ્દો પણ ઘઉંની નિકાસના માર્ગમાં મોટા ખાડા જેવો છે. આ ગુણવત્તાનો મુદ્દો છે. ઘણા દેશોમાં ગુણવત્તા નિયમો ખૂબ કડક છે. હા, ગયા નાણાકીય વર્ષમાં ભારતે રેકોર્ડ 7.8 મિલિયન ટન ઘઉંની નિકાસ કરી હતી. તેના આધારે આ નાણાકીય વર્ષમાં 100 લાખ ટન નિકાસ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. પરંતુ સ્થાનિક પુરવઠો પૂરતો હશે તો જ આ નિકાસ લક્ષ્યાંક પૂરો થશે. એટલે કે સરકાર માટે આ સમયે તલવારની ધાર પર ચાલવા જેવું છે. જ્યાં તેની નજર નિકાસના મોરચે મોટી તકનો લાભ ઉઠાવવાની છે અને બીજી તરફ તેણે સ્થાનિક જરૂરિયાતોનું પણ ધ્યાન રાખવાનું છે.

આ પણ વાંચો: કેન્દ્ર સરકારનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય, DAP ખાતરની સબસીડીમાં વધારો કરાયો

આ પણ વાંચો: ગુજરાત સરકારે ખેડૂતોને આપી મોટી રાહત, 1 એપ્રિલથી ખેડૂતોને ડુંગળીની ખરીદી પેટે 2 રૂપિયા વધુ ચુકવવાની જાહેરાત

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
g clip-path="url(#clip0_868_265)">