ખેડૂતોએ ટામેટા, ભીંડા અને ડુંગળી-લસણ જેવા જુદા-જુદા શાકભાજીના પાકોમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

ખેડૂતોએ ટામેટા, ભીંડા અને ડુંગળી-લસણ જેવા જુદા-જુદા શાકભાજીના પાકોમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી
Vegetable Crops

ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

TV9 GUJARATI

| Edited By: Bhavesh Bhatti

Mar 31, 2022 | 5:24 PM

ખેડૂતો (Farmers) સિઝન મૂજબ જે પાકનું વાવેતર કરવાના છે તો તેઓએ વાવેતર કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેની માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે જુદા-જુદા શાકભાજીના પાકોમાં (Vegetable Crops) કયા ખેતી કાર્યો કરવા જોઈએ.

જુદા-જુદા શાકભાજીના પાકોમાં ખેતી કાર્યો

1. દક્ષીણ ગુજરાત માટે જી.ટી.-૭ ટામેટાની જાતનું વાવેતર કરવું.

2. ભીંડામાં ડુંખ અને ફળ કોરી ખાનાર ઈયળ નાં નિયંત્રણ માટે ઈમીડાકલોપ્રીડ ૯ મિ.લિ./કિ.ગ્રા. પ્રામાણે પાણીમાં ભેળવી વાવણીના ૧૨ કલાક પહેલા બીજ માવજત આપવી.

3. મધ્ય ગુજરાતના ખેડૂતોએ સંકર મરચીમાં રાસાયણિક ખાતર ૧૪૦-૫૦-૫૦ ના.-ફો.-પો. કિ.ગ્રા./હે. આપવું.

4. મધ્ય ગુજરાતનાં ખેડૂતોએ ટમેટામાં રાસાયણિક ખાતર ૧૨૫-૫૦-૫૦- ના.-ફો.-પો. કિ.ગ્રા./હે. આપવું.

5. મરચી અને ટામેટામાં કોક્ડવાનાં નિયંત્રણ માટે કાર્બોફયુરાન ૩ જી દવા ૫ ગ્રામ / છોડ રીંગ પદ્ધતિથી આપવી.

6. રોગની શરૂઆત થાય ત્યારે ટ્રાયઝોફોસ ૪૦ ઈસી ૨૦ મિ.લી. અથવા ઈમીડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ ૩ મિ.લી. ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

7. ડુંગળીની સંગ્રહશક્તિ વધારવા માટે પાન પીળા પડી જાય અને ઉપરની ટોંચનો ભાગ ઢળવા માંડે ત્યારે હાથથી છોડને ખેંચી લેવો.

8. જરૂર પડે તો કોદાળી અથવા પાવડાનો ઉપયોગ કરી ઈજા ન થાય તે રીતે કાઢવા.

9. લસણમાં થ્રીપ્સનાં નિયંત્રણ માટે ડાયમીથોયેટ ૩૦ % ઈ.સી. અથવા મિથાઈલ-ઓ-ડીમેટોન ૨૫% ઈ.સી. પૈકી કોઈપણ એક દવાનો છંટકાવ કરવો.

10. ભીંડા, દુધી, ચોળી, કારેલા, તુરીયા, મરચાં, શાકભાજીના પાકોનું વાવેતર કરવાનું બાકી હોય તો વધુ ઉત્પાદન આપતી જાતોનું વાવેતર કરવું.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

આ પણ વાંચો : કૃષિ મંત્રાલય 2 યોજનાઓ દ્વારા ઓર્ગેનિક ખેતીને આપી રહ્યું છે પ્રોત્સાહન, 50 હજાર રૂપિયાની મળે છે આર્થિક મદદ

આ પણ વાંચો : Most Costliest Mango: કિંમત જાણી લોકોના ઉડી જાય છે હોંશ, બગીચાની સુરક્ષામાં તૈનાત છે 3 ગાર્ડ અને 9 કૂતરા, જાણો આ કેરીની ખાસિયત

આ પણ વાંચો : યોગ્ય ભાવે ખાતર આપવું એ સરકારની પ્રાથમિકતા, યુરિયા પર 3700 રૂપિયાની સબસિડી અપાઈ રહી છે : મનસુખ માંડવિયા


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati