ખેડૂતોએ માર્ચ માસમાં શેરડી, ઉનાળુ બાજરી અને લીંબુના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતોએ માર્ચ માસમાં શેરડી, ઉનાળુ બાજરી અને લીંબુના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી
Sugarcane Farming - Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2022 | 10:33 PM

ખેડૂતો (Farmers) સિઝન મૂજબ જે પાકનું વાવેતર કરવાના છે તો તેઓએ વાવેતર કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેની માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે શેરડી (Sugarcane Crop), ઉનાળુ બાજરી અને લીંબુના પાકમાં કયા ખેતી કાર્યો કરવા જોઈએ.

ઉનાળુ બાજરીના પાકમાં ખેતી કાર્યો

1. પાક ૨૦ દિવસનો થાય ત્યારે ખાલા પુરાવા તેમજ જરૂર જણાય તો પારવણી કરાવી.

2. પાક ઉગ્યાથી નીંઘલ આવે ત્યાં સુધી જરૂર પ્રમાણે આંતરખેડ અને નિંદામણ કરવું.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

3. હેકટરે ૨૫ કિલોગ્રામ નાઈટ્રોજન તત્વ એટલે ૫૪ કિલોગ્રામ યુરીયા અથવા ૧૨૫ કિલો એમોનિયમ સલ્ફેટ આપવું.

4. બાજરીના સાંઠાની માખી તેમજ ગાભામારાની ઈયળના નિયંત્રણ માટે પાકના ઉગાવા પછી ૩૦ દિવસે પ્રોફેનોફોસ + સાયપરમેથ્રીન મિશ્રણ કરી છંટકાવ કરવો.

5. બાજરી પાકમાં ૧૪૦ + ૪૦+૦ કિ.ગ્રા./હે. ના.+ફો.+પો. આપવું.

શેરડીના પાકમાં ખેતી કાર્યો

1. શેરડીના ડુંખ વેધક, ટોચ વેધક, ભીંગડાવાળી જીવાત, ચીટકો તથા સફેદ માખીના સંયુક્ત નિયંત્રણ માટે રોપણી વખતે શોષક પ્રકારની દાણાદાર દવા કાર્બાફ્યુરાન ૩ જી. ૫૦ કિલોગ્રામ મુજબ પ્રતિ હેકટરે જમીનમાં ચાસમાં આપવી.

2. શેરડીનું વાવેતર કરતા ખેડૂતોએ ૫૦ % રાસાયણિક ખાતરની બચત માટે એસીટોબેક્ટર, પીએસબી અને કેએમબી પ્રત્યેક પ્રવાહી જૈવિક ખાતરોનો ઉપયોગ કરવો.

લીંબુના પાકમાં ખેતી કાર્યો

1. સાયલાના નિયંત્રણ માટે ઉપદ્રવિત અને સુકી ડાળીઓ નિયમિત કાપતા રહેવું.

2. ઉપદ્રવની શરૂઆતમાં લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (અર્ક) અથવા લીમડા / નફફટીયાના પાન ૧ કિ.ગ્રા. (૧૦% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ મિ.લી. (૧ ઈસી) થી ૪૦ મિ.લી. (૦.૧૫ ઈસી) ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

3. વધુ ઉપદ્રવ વખતે ઈમિડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ ૩ મિ.લી. અથવા થાયામેથોકઝામ ૨૫ ડબલ્યુજી ૧મિ.લી. ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

4. જરૂરીયાત મુજબ ૫ થી ૬ દિવસે થડને પાણી ન લાગે તે રીતે પિયત આપતા રહેવું.

5. પાનકોરીયા અને કાળી માખીના નિયંત્રણ માટે ઈમીડાકલોપ્રીડ ૧૦ મિ.લિ.૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

આ પણ વાંચો : Modern farming: પ્રગતિશીલ ખેડૂતે ખેતીમાં નવી ટેક્નોલોજી અપનાવી કર્યો લાખોમાં નફો, અનેક લોકોને આપી રોજગારી

આ પણ વાંચો : Agriculture Technology: ક્યા ખેડૂતે કેટલા HPનું લેવું જોઈએ ટ્રેક્ટર, જાણો સંપૂર્ણ માહિતી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">