ખેડૂતોએ કેળ, ચીકુ અને દાડમ સહિત જુદા-જુદા ફળોના પાકોમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતોએ કેળ, ચીકુ અને દાડમ સહિત જુદા-જુદા ફળોના પાકોમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી
Banana Farming - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2022 | 4:36 PM

ખેડૂતો (Farmers) સિઝન મૂજબ જે પાકનું વાવેતર કરવાના છે તો તેઓએ વાવેતર કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેની માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે જુદા-જુદા ફળોના પાકોમાં (Fruit Crops) કયા ખેતી કાર્યો કરવા જોઈએ.

કેળના પાકમાં ખેતી કાર્યો

1. દક્ષિણ સૌરાષ્ટ્રના જોડિયા હાર પદ્ધતિથી કેળાની ખેતી કરતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે કેળના પાકમાં નાઈટ્રોજન અને પોટાશ બંને ૧૫૦ ગ્રામ પ્રતિ છોડ (યુરીયા ૩૨૫ ગ્રામ અને મ્યુરેટ ઓફ પોટાશ ૨૫૦ ગ્રામ પ્રતિ છોડ) ટપક સિંચાઈ પદ્ધતિ મારફતે ૩૦ હપ્તામાં ૭ દિવસના અંતરે તેમજ રોપણી સમયે ૫ કિ.ગ્રા./છોડ છાણીયું ખાતર અને ૯૦ ગ્રામ ફોસ્ફરસ (૫૬૦ ગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ) એક સરખા ત્રણ હપ્તામાં રોપણી બાદ ત્રીજા, ચોથા અને પાંચમાં મહીને આપવાથી વધુ ઉત્પાદન અને આવક મળે છે.

2. કેળમાં ટપક પદ્ધતિ દ્વારા સુક્ષમ તત્વોનું મિશ્રણ (ગ્રેડ-૫) ૫૦ ગ્રામ પ્રતિ છોડ દીઠ સરખા હપ્તામાં રોપણી બાદ ૧૦ અને ૪૦ દિવસે જમીનમાં અપાવું.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

3. કેળના સારા વિકાસ માટે ફળો બેસી ગયા બાદ પુષ્પ વિન્યાસ દુર કરવો.

4. કેળની લુમને ઢાંકવા માટે સુકા પાન અથવા કંતાનથી લુમને ઢાંકવી.

ચીકુના પાકમાં ખેતી કાર્યો

1. કળી કોરી ખાનાર ઈયળના નિયંત્રણ માટે મોનોક્રોટોફોસ ૩૬% એસ.એલ. ૧૨ મિ.લિ. દવાનો ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

બોરના પાકમાં ખેતી કાર્યો

1. પાક પૂરો થયા બાદ બોરના પાકને પિયત બંધ કરી આરામ આપવો.

2. દેશી બોરડીની સુધારણા માટે શેઢાપાળા ઉપર દેશી બોરડીને જમીનથી બરાબર કાપી નાખવી.

3. પિયત પાક માટે કરકસર પૂર્વક ૧૫ થી ૨૦ દિવસે પિયત આપવું.

દાડમના પાકમાં ખેતી કાર્યો

1. પાણીની અનિયમિતતાના કારણે ફળ ફાટી જતાં હોય છે. જેમાં નિયમિત ૭ થી ૮ દિવસે પાણી આપવું.

પપૈયાના પાકમાં ખેતી કાર્યો

1. થડને કોહવારો ન લાગે તે રીતે ડબલ રીંગ કરી ૪ થી ૫ દિવસે પિયત આપવું.

2. થડ ઉપર એક મીટર ઊંચાઈ સુધી બોર્ડોપેસ્ટ લગાડવી.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

આ પણ વાંચો : ખેતર ખેડવા ખેડૂત પાસે નહોતા બળદ કે પૈસા, ઘોડા દ્વારા ખેતરમાં ખેડ કરતા લોકો રહી ગયા દંગ

આ પણ વાંચો : Success story: ટીવી કલાકારે શરૂ કર્યું એગ્રીકલ્ચર સ્ટાર્ટઅપ, ખેડૂતોને આ રીતે મળી રહ્યો છે ફાયદો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">