100 વર્ષ જુના આંબામાંથી પણ મબલખ ઉત્પાદન લઈ રહ્યા છે આ પ્રગતિશીલ ખેડૂત, જાણો કેવી રીતે

આંબાનાં વૃક્ષો વૃદ્ધ થાય ત્યારબાદ તેમાં ઉત્પાદન ઓછુ મળે છે. આવી પરિસ્થિતિઓમાં મોટાભાગના ખેડૂતો તેને કાપી નાખતા હોય છે.

100 વર્ષ જુના આંબામાંથી પણ મબલખ ઉત્પાદન લઈ રહ્યા છે આ પ્રગતિશીલ ખેડૂત, જાણો કેવી રીતે
રાજેશ શાહ

આંબાનાં વૃક્ષો વૃદ્ધ થાય ત્યારબાદ તેમાં ઉત્પાદન ઓછુ મળે છે. આવી પરિસ્થિતિઓમાં મોટાભાગના ખેડૂતો તેને કાપી નાખતા હોય છે. વલસાડના ખેડૂત રાજેશ શાહ પાસે એક અનોખી તકનીક છે જે આવા વૃક્ષોને કાપવાથી બચાવે છે. વલસાડ જિલ્લાના ખેડુતો કૃષિક્ષેત્રે ખૂબ પ્રગતિ કરી છે. સરકારના બાગાયત વિભાગ દ્વારા પણ ખેતી ક્ષેત્રે ખેડૂતોને મદદ કરવામાં આવી રહી છે. પ્રુનિંગ પદ્ધતિથી વર્ષો જુના આંબાને નવજીવન આપી રહ્યા છે.

રાજેશભાઇ પ્રુનિંગ પદ્ધતિનો અમલ કરી જિલ્લાના બીજા ખેડૂતો માટે પ્રેરણા રૂપ બન્યા છે. તેઓ જણાવ્યું કે મારી બિલિયા ગામે 60 એકરમાં ફાર્મ છે. જેમાં 3000 જેટલા આંબાના વૃક્ષો છે. જેમાં 1000 આંબા 100 વર્ષ જુના હતા. જે આંબા પર કેરી નહિવત આવી રહી હતી. વર્ષો જુના વૃક્ષો હોવાના લીધે દવાનો છંટકાવ તથા ઓછી આવતી કેરીનો પાક ઉતારવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. જે આંબા માટે પ્રુનિંગ પદ્ધતિ અપનાવી હતી.

રાજુભાઇ એ 100 વર્ષ જુના આંબાની દર વર્ષે 25 થી 30 ટકા ડાળીઓ કાપી હતી. જેના લીધે આંબાના ઉત્પાદન પર ફરક પડ્યો ન હતો. ત્યારબાદ પ્રુનિંગ પદ્ધતિ અપનાવતા 100 વર્ષ જુના આંબા 30 થી 35 વર્ષના આંબા થઈ ગયા હતા. તેમણે 1000 આંબાને પ્રુનિંગ પદ્ધતિ અપનાવી નવું જીવન આપ્યું છે. વલસાડ અને નવસારી જિલ્લાના ખેડૂતો અને કૃષિ વૈજ્ઞાનિકો તેમની વાડીની મુલાકાત લઈ રહ્યા છે.

પ્રુનિંગ પદ્ધતિ અપનાવેલ ડાળી પર પિલવણી આવતા બીજા વર્ષ મંજરીઓ ફૂટી રહી છે. રાજુભાઇ દર વર્ષે લાખો રૂપિયાની કેરીનું ઉત્પાદન કરી રહ્યા છે અને ખેડૂતોને માર્ગદર્શન આપી રહ્યા છે. આ નીતિથી ખેડૂતો દ્વારા જુના આંબાના કાપી નાખતા વૃક્ષને પ્રુનિંગ કરી નવજીવન આપી રહ્યા છે.