Natural Farming: પડકારોને પછાડી સફળતાની ક્ષિતિજો આંબી કચ્છના આ ખેડૂતે, વિદેશમાં મોકલે છે પોતાનું ઉત્પાદન

તેઓ પાક વૈવિધ્યકરણ પર ખૂબ ભાર મૂકે છે અને માને છે કે તેનાથી જમીનની ફળદ્રુપતા વધે છે. હાલમાં તેઓ શાકભાજીના પાકોમાં બ્રોકોલી, કેપ્સીકમ, ટામેટા અને કાકડીની ખેતી કરે છે.

Natural Farming: પડકારોને પછાડી સફળતાની ક્ષિતિજો આંબી કચ્છના આ ખેડૂતે, વિદેશમાં મોકલે છે પોતાનું ઉત્પાદન
Natural Farming (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 19, 2021 | 1:07 PM

પ્રાકૃતિક ખેતી (Natural Farming) એવી પદ્ધતિ છે જે ઉજ્જડ જમીનમાં પણ હરિયાળી લાવી શકે છે. કચ્છ (Kutch)ના એક સફળ ખેડૂતે આ વાત સાચી સાબિત કરી છે. તેમણે તેમના ખેતરમાં લગભગ દરેક પાકનું ઉત્પાદન લીધું છે, જે કચ્છની જમીનમાં ઉગાડવી મુશ્કેલ છે. પડકારોને સ્વીકારીને તેમણે કુદરતી પદ્ધતિ અપનાવીને નવી સફળતાની ગાથા (Success Story) લખી છે.

આજે તેઓ તેમના ખેતરમાં સ્ટ્રોબેરી, ખારેક, ડ્રેગન ફ્રુટ, દાડમ, કેરી, કેળા અને શાકભાજી (Vegetables)નું ઉત્પાદન કરે છે. 1200 એકરમાં ફેલાયેલો તેમનો વિસ્તાર પોતાની સફળતાની ગાથા કહી રહ્યો છે. હરેશ ભાઈ ઠક્કરે એક એકરમાં 50 ખારેકના રોપા વાવ્યા છે. સારી ઉપજ મેળવવા માટે તેઓ દરેક નાની પણ મહત્વની બાબતોનું ધ્યાન રાખે છે.

તમામ ફળો અને શાકભાજીની કરી રહ્યા છે ખેતી

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

તેઓ જણાવે છે કે ખારેકના દરેક છોડને 900 ચોરસ ફૂટ જગ્યાની જરૂર પડે છે અને લગભગ 3 વર્ષ પછી ઉપજ આપવાનું શરૂ કરે છે. જોકે, પ્રથમ વખત માત્ર 15 થી 20 કિલો ઉત્પાદન થયું છે. બીજી વખત એટલે કે વાવેતરના ચાર વર્ષ પછી 50 કિલો ઉપજ મળે છે. પરંતુ જેમ જેમ સમય આગળ વધે છે તેમ તેમ ઉપજનું પ્રમાણ વધે છે અને 6 થી 7 વર્ષમાં એક છોડ 200 કિલોથી વધુ ઉત્પાદન કરવાનું શરૂ કરે છે.

દર વર્ષે ઉત્પાદન વધે છે પણ ખર્ચમાં બહુ વધારો થતો નથી. હરેશ ભાઈ ઠક્કર અનુસાર આજે તેઓ કેરી, ડ્રેગન ફ્રૂટ, ખારેક, સ્ટ્રોબેરી અને કચ્છમાં આવતા તમામ ફળોની ખેતી કરીએ છીએ. આ સાથે તમામ પ્રકારના શાકભાજીનું પણ ઉત્પાદન થાય છે.

વિદેશમાં ઉત્પાદનો મોકલીને વધુ કમાણી

હરેશ ભાઈ જણાવે છે કે કેટલાક પાક નેટ હાઉસમાં ઉગાડવામાં આવે છે. તેઓ પાક વૈવિધ્યકરણ પર ખૂબ ભાર મૂકે છે અને માને છે કે તેનાથી જમીનની ફળદ્રુપતા વધે છે. હાલમાં તેઓ શાકભાજીના પાકોમાં બ્રોકોલી, કેપ્સીકમ, ટામેટા અને કાકડીની ખેતી કરે છે. તેમની પેદાશોની માંગ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ છે.

છેલ્લા બે વર્ષથી તેઓ ખારેક બાંગ્લાદેશને સપ્લાય કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે જ્યારથી APMC નાબૂદ કરવામાં આવી છે ત્યારથી ખેડૂતો (Farmers)ને તેમની પેદાશો માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ વેચવાની તક મળી છે. તેઓ જ્યાં ઇચ્છે ત્યાં પાક વેચી શકે છે. તેઓ કહે છે કે તેમને વિદેશમાં માલ મોકલીવાથી વધુ કમાણી થાય છે.

આ પણ વાંચો: દુનિયામાં સૌથી વધુ જૈવિક ખેડૂત ભારતમાં, જાણો કઈ યોજનાની મદદથી તમે પણ કરી શકો છો આ ખેતી

આ પણ વાંચો: Success Story: માટી વગર પણ ખેતી શક્ય ! જાણો ઘરની બાલ્કનીમાં કેવી રીતે ઉગાડી શકાય શાકભાજી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">