આ ખેડૂતે 5 વર્ષથી સુગર મિલને નથી વેચી શેરડી, એની જગ્યાએ કર્યું આ કામ અને કરી 10 ઘણી કમાણી

પંજાબના સંગરુર વિસ્તારના ગામ એકોઈ સાહેબના ખેડૂત ગુરમીત સિંહ છેલ્લા પાંચ વર્ષથી પોતાની શેરડી સુગર મિલોને વેચી રહ્યા નથી. તેમણે બાકીના ખેડૂતોથી એક અલગ રસ્તો અપનાવ્યો.

  • tv9 webdesk37
  • Published On - 19:03 PM, 1 Mar 2021
આ ખેડૂતે 5 વર્ષથી સુગર મિલને નથી વેચી શેરડી, એની જગ્યાએ કર્યું આ કામ અને કરી 10 ઘણી કમાણી

પંજાબના સંગરુર વિસ્તારના ગામ એકોઈ સાહેબના ખેડૂત ગુરમીત સિંહ છેલ્લા પાંચ વર્ષથી પોતાની શેરડી સુગર મિલોને વેચી રહ્યા નથી. તેમણે બાકીના ખેડૂતોથી એક અલગ રસ્તો અપનાવ્યો. શેરડીમાંથી ઔષધીય ગુણધર્મો ધરાવતો સરકો (વિનેગાર) બનાવવાનું શરૂ કર્યું. હવે તેઓ અન્ય ખેડૂતોની સરખામણીમાં 10 ગણી કમાણી કરી રહ્યા છે. ગુરમીત કહે છે કે તે ઘણાં વર્ષોથી શેરડીનો પાક ઉગાવે છે. અગાઉ તેઓ સુગર મિલોને વેચતા હતા, પરંતુ સરખો ભાવ ના મળવાના કારણે તેમણે વેચવાનું બંધ કરી દીધું.

 

તેમના પિતા સોહનસિંઘ ઘણા મહિનાઓ સુધી શેરડીનો રસ એક માટલામાં ભરીને તેને દાટી દેતા. જેમાં અન્ય કેટલાક પદાર્થ ઉમેરતા હતા. આ દિશામાં પગલાં ભરતાં તેમણે 2015માં પંજાબ કૃષિ યુનિવર્સિટી (પીએયુ)થી તાલીમ લીધી અને આ કાર્ય શરૂ કર્યું. પ્રયાસ એટલો સફળ રહ્યો કે તે હવે 11 પ્રકારના સરકોનું ઉત્પાદન કરે છે અને તેને પંજાબ, દિલ્હી અને હરિયાણા સહિતના અન્ય રાજ્યોમાં વેચે છે.

 

એક ક્વિન્ટલ શેરડીની કિંમત સુગર મિલમાં 310 રૂપિયા મળે છે. આમાં મજૂરી અને પરિવહનનો ખર્ચ કાઢતા ભાગ્યે 200-250 રૂપિયા બચે છે. ત્યારે એક ક્વિન્ટલ શેરડીમાંથી 30થી 40 બોટલ સરકો બનાવવામાં આવે છે. એક બોટલ 100 રૂપિયામાં વેચાય છે. 2,000થી 2,500 રૂપિયા મજૂરી, પરિવહન, મશીનરી અને પેકિંગ વગેરેનો ખર્ચ કર્યા બાદ બચતા હોય છે. ગુરમીત સિંહ માત્ર સરકો બનાવીને લોકોને માત્ર નિરોગી જ નથી બનાવતા, પરંતુ શેરડીની ખેતીને એક ફાયદાકારક સોદો બનાવવામાં સફળ થયા છે.

 

સરકો બનાવવાની પદ્ધતિ ખૂબ લાંબી છે. ગુરમીતનાં પ્લાન્ટમાં સેંકડો ટાંકી છે. જેમાં શેરડીનો રસ એક વર્ષ માટે એક ભરી દેવામાં આવે છે. અમુક સમય બાદ આ ટાંકીમાંથી સરકો કાઢવામાં આવે છે. ગુરમીતસિંહનો આખો પરિવાર આ કામ કરે છે. આ સિવાય તેમણે અન્ય ત્રણ લોકોને રોજગાર પણ આપ્યો છે.

 

આ પણ વાંચો: સુંદર પિચાઈ અને સત્ય નડેલાને મળે છે વધુ પડતો પગાર? ચોંકાવનારા આંકડા આવ્યા સામે