દેશની ગ્રામીણ વસ્તીના વિકાસથી જ દેશ વિકસિત રાષ્ટ્ર બનશે: નરેન્દ્ર સિંહ તોમર

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે (Narendra Singh Tomar) જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સરકાર દેશમાં મીઠી ક્રાંતિ લાવવા માટે ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહી છે.

દેશની ગ્રામીણ વસ્તીના વિકાસથી જ દેશ વિકસિત રાષ્ટ્ર બનશે: નરેન્દ્ર સિંહ તોમર
Minister of Agriculture and Farmer Welfare, Narendra Singh Tomar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2022 | 8:49 AM

વિશ્વ મધ દિવસ (World Honey Day)ના અવસર પર કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે દેશને 7 મધ પરીક્ષણ પ્રયોગશાળાઓ અને પ્રોસેસિંગ યુનિટ્સ સમર્પિત કર્યા છે. દેશના 5 રાજ્યોમાં સ્થપાયેલા આ એકમોનું ટેન્ટ સિટી-II એકતા નગર નર્મદા ગુજરાતમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન કૃષિ પ્રધાન દ્વારા વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ અવસરે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે વિવિધ રાજ્યોના મધમાખી ઉછેર કરતા ખેડૂતો સાથે વાર્તાલાપ કરતા જણાવ્યું હતું કે નાના ખેડૂતોને સશક્ત બનાવવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લક્ષ્ય છે, જે મધમાખી ઉછેર (Bee farming)જેવા કૃષિના સહ-કાર્યોનું ઘણું યોગદાન રહી શકશે. તેમણે કહ્યું કે ભારતની લગભગ 55 ટકા વસ્તી ગ્રામીણ છે, જેની પ્રગતિથી જ આપણો દેશ વિકસિત રાષ્ટ્ર બની શકશે.

મીઠી ક્રાંતિ માટે સરકાર ગંભીર, હવે 100થી વધુ લેબોરેટરી બનાવાશે

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સરકાર દેશમાં મીઠી ક્રાંતિ લાવવા માટે ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહી છે. કેન્દ્ર સરકારે દેશમાં વિશ્વ કક્ષાની પ્રયોગશાળાઓ સ્થાપી છે, રાષ્ટ્રીય મધમાખી ઉછેર અને મધ મિશન નામની કેન્દ્રીય ભંડોળવાળી યોજનાનો ઉદ્દેશ્ય 5 મોટી પ્રાદેશિક અને 100 નાની મધ અને અન્ય મધમાખી ઉત્પાદનો પરીક્ષણ પ્રયોગશાળાઓ સ્થાપિત કરવાનો છે, જેમાંથી 3 વિશ્વ કક્ષાની અત્યાધુનિક પ્રયોગશાળાઓ ખોલવામાં આવી ચૂકી છે. જ્યારે 25 માન્ય નાની પ્રયોગશાળાઓ સ્થાપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે નાના ખેડૂતોને મધના પરિક્ષણ માટે દૂર સુધી જવું ન પડે તેવો પ્રયાસ છે.

દેશમાંથી 60 હજાર મેટ્રિક ટન મધની નિકાસ થઈ રહી છે

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે દેશમાં 1.25 લાખ મેટ્રિક ટનથી વધુ મધનું ઉત્પાદન થઈ રહ્યું છે. જેમાંથી 60 હજાર મેટ્રિક ટનથી વધુ કુદરતી મધની નિકાસ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આપણે આપણા મધની ગુણવત્તામાં વધારો કરીને વિશ્વ બજારને આવરી શકીએ છીએ, ભારત સરકાર અને રાજ્ય સરકારો આ દિશામાં પ્રયાસો કરી રહી છે. મધ ઉત્પાદક ખેડૂતો અને અન્ય સંબંધિત લોકો પાસેથી પણ આવા જ ઉત્સાહની અપેક્ષા છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

મધમાખી ઉછેર માટે 500 કરોડનું વિશેષ પેકેજ

કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે સરકારે અન્ય યોજનાઓ હેઠળ મધમાખી ઉછેર કરનારાઓ માટે FPO અને હની મિશન જેવી યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે કહ્યું કે મધમાખી ઉછેર માટે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ રૂપિયા 500 કરોડનું વિશેષ પેકેજ આપવામાં આવ્યું છે.

તેમણે કહ્યું કે સરકારનો પ્રયાસ છે કે ગામડાઓમાં સામાન્ય ગરીબ ખેડૂતો અને ખેતમજૂરોને મધમાખી ઉછેર, ઓછા પૈસા અને ઓછા ખર્ચમાં તાલીમ આપીને તેમના જીવનધોરણમાં પરિવર્તન લાવવાનો છે. સૌનો સહકાર, તમામ હિતધારકોએ આ દિશામાં વિચારવું જોઈએ અને તેનો અમલ કરવો જોઈએ. જે દેશને ઘણો ફાયદો થશે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">