Success Story: અહીં વસે છે આદિવાસી મહિલા ખેડૂતોની એક અલગ દુનિયા, શું તમે જાણો છો?

ખેડૂતો તેમની પરંપરાગત પદ્ધતિઓ દ્વારા શાકભાજી ઉગાડે છે અને તેમના ઉત્પાદનો હાથોહાથ વેચાય છે. કારણ કે આદિવાસીઓ રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઓછામાં ઓછો ઉપયોગ કરે છે.

Success Story: અહીં વસે છે આદિવાસી મહિલા ખેડૂતોની એક અલગ દુનિયા, શું તમે જાણો છો?
Women Farmer (TV9 Digital)
TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Apr 05, 2022 | 9:04 AM

વૃક્ષ બચાવો આંદોલન માટે દેશભરમાં ચર્ચિત મુંબઈ, ગોરેગાંવ સ્થિત આરે કોલોનીનું નામ તો સાંભળ્યું જ હશે, શહેરના મધ્યમાં આવેલા આ વિસ્તારમાં ખેડૂતો (Farmers)ની એક અલગ જ દુનિયા વસે છે. આદિવાસીઓ અહીં મોટા પાયે ખેતી કરે છે. ખાસ કરીને શાકભાજીની ખેતી(Vegetable Farming) થાય છે. મુંબઈ (Mumbai) જેવા શહેરની અંદર પણ ખેતી કરી શકાય છે એ વાત બહાર બહુ ઓછા લોકો જાણતા હશે. ખેડૂતો તેમની પરંપરાગત પદ્ધતિઓ દ્વારા શાકભાજી ઉગાડે છે અને તેમના ઉત્પાદનો હાથોહાથ વેચાય છે. કારણ કે આદિવાસીઓ રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઓછામાં ઓછો ઉપયોગ કરે છે.

ટીવી-9 ડિજિટલે આ વિસ્તારમાં થઈ રહેલી ખેતીની મુલાકાત લીધી હતી. અહીં મોટાભાગની મહિલાઓ ખેતીકામ કરે છે. તેઓ કહે છે કે ‘અમે કુદરતી રીતે શાકભાજી ઉગાડીએ છીએ, તેથી લોકો પોતાની રીતે શાકભાજીની માગ અમને મોકલે છે. શાકભાજી ઉપરાંત, આ આદિવાસી ખેડૂતો ડાંગર, તુવેર દાળ અને ફળોની પણ ખેતી કરે છે. ખેડૂતો કહે છે કે અમે અમારી ઉપજ કોઈ વેપારીને આપતા નથી. કારણ કે આવી સ્થિતિમાં ખેડૂતોને લાભ મળતો નથી. અમે પોતે શાકભાજી વેચવા માટે બજારોમાં જઈએ છીએ, જેના કારણે અમને સારો નફો થાય છે.’ આરે પ્રદેશમાં આવા ઘણા પરિવારો છે જેમની આજીવિકા સંપૂર્ણપણે ખેતી પર નિર્ભર છે.

મહિલાઓનું નોંધપાત્ર યોગદાન

મહિલાઓ સામાન્ય રીતે ખેતીમાં વધુ કામ કરે છે, પરંતુ તેમના યોગદાનને પ્રકાશિત કરવામાં આવતું નથી. આરેમાં આદિવાસી મહિલા ખેડૂતો (Women Farmers) કહે છે કે અહીં ખેતી તેઓ જાતે કરે છે. ગામની મોટાભાગની મહિલાઓ ખેતીકામ કરે છે અને પોતાની ઉપજ જાતે જ બજારમાં વેચે છે. અહીં ખેતરોમાં જીવાતનો હુમલો થાય તો દવાને બદલે છોડ પર રાખ નાખીને ઉકેલવામાં આવે છે.

શું કહે છે મહિલા ખેડૂતો?

અહીંની મહિલા ખેડૂત પ્રમિલા ભોર કહે છે કે આરેમાં 27 આદિવાસી પાડા છે. તે તમામ ખેતી પર નિર્ભર છે. ‘અમે મહિલાઓ શાકભાજી ઉગાડીએ છીએ અને જાતે જ વેચીએ છીએ. અમારા તમામ શાકભાજી માત્ર 2 કલાકમાં વેચાઈ જાય છે. અમારા શાકભાજીની લોકોમાં ભારે માગ છે.’ ભોર કહે છે કે ‘શાકભાજી એકદમ તાજા હોય છે. તે કેમિકલ ફ્રી છે, તેથી તે આસપાસના લોકોની પ્રથમ પસંદગી છે. પરંપરાગત રીતે, આપણે શાકભાજીની ખેતી માટે વધુ પૈસા ખર્ચવા પડતા નથી. અમે આદિવાસી ખેડૂતો ફળો પણ ઉગાડીએ છીએ, જેમાં પાઈનેપલ, કેળા, કેરી, ચીકુ અને નારિયેળનો સમાવેશ થાય છે.’

યુવા ખેડૂતોએ કહ્યું- આધુનિક રીતે ખેતી કરશે

આરે પ્રદેશમાં ખેતી કરતા યુવા ખેડૂતો શ્યામ અને આકાશે કહ્યું, ‘અમે ઘણીવાર જોઈએ છીએ કે આજના યુવાનો શિક્ષિત થયા પછી ખાનગી કંપનીઓમાં નોકરી માટે દોડે છે. અમે આદિવાસી ખેડૂતો શિક્ષિત છીએ અને હું માનું છું કે ખેતીમાં ઘણો અવકાશ છે. જો ઓછા રસાયણો અથવા કેમિકલ મુક્ત ઉત્પાદનો હોય.

આકાશ કહે છે કે ‘અમે આરેના લોકો અભ્યાસની સાથે અમારા માતા-પિતા સાથે ખેતરોમાં કામ કરવા જઈએ છીએ. અમે અત્યારે આધુનિક રીતે ખેતી કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમારી માંગ છે કે આરેમાં પણ કૃષિ પેદાશોનું બજાર હોવું જોઈએ, જેથી અહીંની કૃષિ પેદાશોને મોટું બજાર મળી શકે.

આ પણ વાંચો: બાસમતી ચોખાની નિકાસ પર ઉભા થયેલા મોટા સંકટનો કૃષિ વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો ઉકેલ

આ પણ વાંચો: Funny: મિત્રોએ દુલ્હાને આપ્યું એવું ગિફ્ટ કે હસવા લાગી દુલ્હન, લોકોએ કહ્યું ‘આવું કોણ કરે છે ભાઈ’

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati