8 Years of Modi Government: શિમલામાં કિસાન નિધિનો 11મો હપ્તો જાહેર કર્યા બાદ વડાપ્રધાને કહ્યું ‘સર્જિકલ સ્ટ્રાઈક પર દેશને ગર્વ, સરહદ હવે વધુ સુરક્ષિત’

વડાપ્રધાન મોદી શિમલામાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો વર્ચ્યુઅલ સંવાદ કરી રહ્યા છે. આ પહેલા પીએમ મોદીએ 'પીએમ કિસાન સન્માન નિધિ' (PM Kisan Samman Nidhi)નો 11મો હપ્તો પણ જાહેર કર્યો છે.

8 Years of Modi Government: શિમલામાં કિસાન નિધિનો 11મો હપ્તો જાહેર કર્યા બાદ વડાપ્રધાને કહ્યું 'સર્જિકલ સ્ટ્રાઈક પર દેશને ગર્વ, સરહદ હવે વધુ સુરક્ષિત'
PM Modi In Shimla
Image Credit source: Twitter
TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

May 31, 2022 | 1:11 PM

કેન્દ્રમાં નરેન્દ્ર મોદી(PM Narendra Modi)સરકારના 8 વર્ષ પૂરા થવા પર અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, આ સંદર્ભમાં વડાપ્રધાન મોદી મંગળવારે શિમલામાં ગરીબ કલ્યાણ સંમેલન(Garib Kalyan Sammelan)માં ભાગ લઈ રહ્યા છે. વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો વર્ચ્યુઅલ સંવાદ કરી રહ્યા છે. આ પહેલા પીએમ મોદીએ ‘પીએમ કિસાન સન્માન નિધિ’ (PM Kisan Samman Nidhi)નો 11મો હપ્તો પણ જાહેર કર્યો છે.

રીજ મેદાનમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત

વડાપ્રધાન મોદીએ શિમલામાં ‘પીએમ કિસાન સન્માન નિધિ’નો 11મો હપ્તો જાહેર કર્યા બાદ કહ્યું કે આજનો દિવસ મારા જીવનનો ખાસ દિવસ છે. સૌ પ્રથમ હું હિમાચલની દેવભૂમિને વંદન કરું છું. તેમણે કહ્યું કે મને બાળકોની સંભાળ રાખવાનો મોકો મળ્યો. તેમણે કહ્યું કે હવે પીએમ કિસાન સન્માન નિધિના પૈસા દેશના કરોડો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા છે, તેમને પણ પૈસા મળી ગયા છે. આજે મને શિમલાની જમીનમાંથી દેશના 10 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાનું સૌભાગ્ય મળ્યું છે.

રિજ મેદાનમાં ઉપસ્થિત લોકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે આજનો દિવસ મારા જીવનનો પણ એક ખાસ દિવસ છે, આ ખાસ દિવસે દેવભૂમિને પ્રણામ કરવાનો મોકો મળે તેનાથી મોટું સૌભાગ્ય શું હોઈ શકે. તમે અમને આશીર્વાદ આપવા આટલી મોટી સંખ્યામાં આવ્યા, હું તમારો આભાર માનું છું.

કોરોનામાં અનાથ થયેલા બાળકોને આર્થિક મદદ કરવાનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે કોરોનાના સમયગાળા દરમિયાન મને એવા બાળકોની સંભાળ લેવાની તક મળી છે જેમણે પોતાના માતા-પિતાને ગુમાવ્યા છે. અમારી સરકારે આવા હજારો બાળકોની સંભાળ લેવાનો નિર્ણય કર્યો, સોમવારે મેં તેમને ચેક દ્વારા કેટલાક પૈસા પણ મોકલ્યા.

વડાપ્રધાન મોદીએ રિજ મેદાન પહોંચતા પહેલા શિમલામાં રોડ શો કર્યો હતો. તેઓ રીજ મેદાન ખાતે ગરીબ કલ્યાણ સંમેલન કાર્યક્રમમાં લાભાર્થીઓ સાથે સંવાદ કરી રહ્યા છે. ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શિમલાના રિજ ગ્રાઉન્ડ પરથી વર્ચ્યુઅલ માધ્યમની મદદથી લદ્દાખમાં વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત કરી છે.

સર્જિકલ સ્ટ્રાઈક પર દેશને ગર્વ છેઃ પીએમ મોદી

તેમણે કહ્યું કે દેશવાસીઓની સુરક્ષા અને સમૃદ્ધિ અમારું લક્ષ્ય છે. આપણી સરહદ હવે પહેલા કરતા વધુ સુરક્ષિત છે. સર્જિકલ સ્ટ્રાઈક પર દેશને ગર્વ છે. સર્જિકલ સ્ટ્રાઈકનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે દેશવાસીઓની સુરક્ષા અને સમૃદ્ધિ અમારું લક્ષ્ય છે. 2014 પહેલા દેશની સુરક્ષાની ચિંતા હતી, આજે સર્જિકલ સ્ટ્રાઈક-એર સ્ટ્રાઈક પર અમને ગર્વ છે.

આજે આપણી સરહદ પહેલા કરતા વધુ સુરક્ષિત છે. તેમણે કહ્યું કે પીએમ આવાસ યોજના હોય, શિષ્યવૃત્તિ હોય કે પેન્શન યોજના હોય, ટેક્નોલોજીની મદદથી અમે ભ્રષ્ટાચારનો વ્યાપ ઓછો કર્યો છે. અગાઉ કાયમી ગણાતી સમસ્યાઓના કાયમી ઉકેલ માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ.

PM મોદીના આજે શિમલામાં કાર્યક્રમ

વડાપ્રધાન કાર્યાલય (PMO)એ સોમવારે PM મોદીના આજના કાર્યક્રમ વિશે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ દેશભરના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને સરકાર દ્વારા ચલાવવામાં આવતા વિવિધ કલ્યાણકારી કાર્યક્રમો વિશે પ્રતિસાદ મેળવવા માટે જનતા સાથે સીધો સંપર્ક કરવાની તક આપે છે. વડાપ્રધાન મોદી હાલ શિમલામાં ગરીબ કલ્યાણ સંમેલનમાં લાભાર્થીઓ સાથે સંવાદ કરી રહ્યા છે.

આ ” અનોખો સાર્વજનિક કાર્યક્રમ” રાજ્યની રાજધાનીઓ, જિલ્લા મુખ્યાલયો અને સમગ્ર દેશમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં આયોજિત કરવામાં આવી રહ્યો છે. પીએમઓ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગરીબ કલ્યાણ સંમેલન લગભગ સવારે 10.45 વાગ્યે શરૂ થશે, જેમાં મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી, રાજ્ય મંત્રી, સંસદ સભ્ય, વિધાનસભાના સભ્ય અને અન્ય ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ભાગ લેશે. દેશભરમાં પોતપોતાના સ્થળોએ જનતા સાથે સીધી મુલાકાત કરશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati