PM Kisan: પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધીમાં ખેડૂતોના બેંક ખાતામાં 1.80 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા

આ યોજના હેઠળ, કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં ખેડૂતોને કુલ 1.80 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ આપી છે, જેનો લાભ ખેડૂતોને મળી રહ્યો છે.

PM Kisan: પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધીમાં ખેડૂતોના બેંક ખાતામાં 1.80 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા
PM Kisan Yojana - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2022 | 6:41 PM

કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે (Narendra Singh Tomar) કહ્યું છે કે, રાજ્ય સરકારોએ ખેડૂતોની આવક વધારવાના (Farmers Income) વિચારને કેન્દ્રમાં રાખીને યોજનાઓ અને કાર્યક્રમો બનાવ્યા છે. તોમરે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-Kisan) યોજનાનો ઉલ્લેખ કર્યો, જેના હેઠળ વડાપ્રધાને (PM Narnedra Modi) 1 જાન્યુઆરીએ 10મો હપ્તો ટ્રાન્સફર કર્યો છે.

આ યોજના હેઠળ, કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં ખેડૂતોને કુલ 1.80 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ આપી છે, જેનો લાભ ખેડૂતોને મળી રહ્યો છે. તોમર સોમવારે મેરઠની સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેક્નોલોજી હેઠળ સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), મુઝફ્ફરનગર-2 અને શામલીના વહીવટી ભવનનું ઉદ્ઘાટન કરી રહ્યા હતા.

તેમણે કહ્યું કે પશ્ચિમ યુપીનો પ્રદેશ શેરડી ઉત્પાદક છે. જ્યાં એક સમય એવો હતો જ્યારે ખેડૂત શેરડી ઉગાડતો હતો, પરંતુ પેમેન્ટ કરવામાં આવતું ન હતું. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. યોગી સરકારે મોટાભાગના પેમેન્ટ મામલાઓનો ઉકેલ લાવવામાં સારી ભૂમિકા ભજવી છે. યુપીમાં સુગર રિકવરી પણ સારી છે, જેનાથી ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

કૃષિ ક્ષેત્ર માટે ભંડોળમાં વધારો

આ પ્રસંગે તોમરે કહ્યું કે ઉત્તર પ્રદેશ કૃષિ ક્ષેત્રની પ્રગતિમાં અગ્રેસર રાજ્ય બન્યું છે. વર્ચ્યુઅલ પ્રોગ્રામમાં મુખ્ય અતિથિ તરીકે તોમરે કહ્યું કે, વર્તમાન વાતાવરણમાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કૃષિ ક્ષેત્રને અપગ્રેડ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. તેમના નેતૃત્વમાં કૃષિ ક્ષેત્ર માટે ભંડોળમાં વધારો કરવામાં આવ્યો છે.

ખેડૂતોએ ટેકનોલોજી સાથે જોડાવું જોઈએ, મોંઘા પાકો તરફ આકર્ષિત થવું જોઈએ, પાક વૈવિધ્યકરણ અપનાવવું જોઈએ, તેમનું ધ્યાન કઠોળ-તેલીબિયાં અને બાગાયતી પાકો તરફ રાખવું જોઈએ, તેઓએ સૂક્ષ્મ સિંચાઈ તરફ જવું જોઈએ અને દેશની જરૂરિયાતમાં યોગદાન આપવું જોઈએ. આ દૃષ્ટિકોણથી કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલી યોજનાઓનો સારી રીતે અમલ થઈ રહ્યો છે. તેમણે ખુશી વ્યક્ત કરી કે, યુપીના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સહિત સમગ્ર ટીમ આ યોજનાઓને વધુ સારી રીતે લાગુ કરી રહી છે.

કૃષિ ક્ષેત્રે યુપીના વખાણ કર્યા

તોમરે જણાવ્યું હતું કે, રાજ્યમાં કેવીકેનો સંપૂર્ણ ઉપયોગ કરીને સહકાર આપવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ સરકાર કૃષિ સંશોધનને ખેડૂત સુધી પહોચાડવામાં, ખેડૂતોને સમયસર બિયારણ અને ઇનપુટ્સની સારી જાતો ઉપલબ્ધ કરાવવામાં, ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવામાં અને બુંદેલખંડ સહિતના વરસાદ આધારિત વિસ્તારોને સારી સ્થિતિમાં બદલવામાં સફળ રહી છે. કૃષિ મંત્રીએ કહ્યું કે, કૃષિ ક્ષેત્ર અર્થતંત્રની કરોડરજ્જુ છે. તેને મજબૂત બનાવવો એ આપણો ધર્મ અને કર્મ છે.

આ પણ વાંચો : Success Story: મહિલાઓની કંપનીએ રચ્યો ઈતિહાસ, એક વર્ષમાં અઢી કરોડની શાકભાજીનું કર્યું વેચાણ

આ પણ વાંચો : રવિ પાકમાં રોગનો પ્રકોપ વધતા ખેડૂતો ચિંતિત, ઉપદ્રવ અટકાવવા કૃષિ નિષ્ણાંતોની ખેડૂતોને આ સલાહ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">