PM Kisan: જો તમે ખેડૂત તરીકે ખોટી રીતે આ યોજનાનો લીધો હશે લાભ તો વધી શકે છે મુશ્કેલી, અયોગ્ય ખેડૂતોને ફટકારવવામાં આવી નોટિસ

PM Kisan Yojana: અત્યાર સુધીમાં 6,100 અયોગ્ય ખેડૂતોની ઓળખ કરવામાં આવી છે. આ 6,100 અયોગ્ય ખેડૂતોમાંથી 3,200 ખેડૂતો એવા છે જેઓ આવકવેરો પણ ભરતા હતા અને 2,900 ખેડૂતો એવા છે કે જેઓ જમીનવિહોણા તેમજ અન્ય કારણોસર અયોગ્ય જાહેર થયા છે.

PM Kisan: જો તમે ખેડૂત તરીકે ખોટી રીતે આ યોજનાનો લીધો હશે લાભ તો વધી શકે છે મુશ્કેલી, અયોગ્ય ખેડૂતોને ફટકારવવામાં આવી નોટિસ
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 23, 2022 | 5:15 PM

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના (PM Kisan Samman Nidhi) 11મા હપ્તાની ખેડૂતો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. 31મી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મો હપ્તો (PM Kisan 11th Installment) રિલીઝ કરશે. પરંતુ તે પહેલા અનેક ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. હકીકતમાં આ યોજનાનો લાભ લેનાર અયોગ્ય ખેડૂતોના નાણાં પરત કરવા માટે કૃષિ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં પણ આવી જ કાર્યવાહી ચાલી રહી છે. ખેડૂતોને નિયત સમયમાં મળેલી રકમ પરત કરવા જણાવાયું છે. જિલ્લામાં 8 લાખથી વધુ ખેડૂતો છે, જેમાંથી અત્યાર સુધીમાં કુલ 6.52 લાખ ખેડૂતોને કિસાન સન્માન નિધિનો લાભ આપવામાં આવી રહ્યો છે. પરંતુ હવે કૃષિ વિભાગે ખેડૂતોની છટણી શરૂ કરી છે. કેટલાક અયોગ્ય ખેડૂતો એવા છે જેઓ આવકવેરો પણ જમા કરાવી રહ્યા છે. આ તમામ અયોગ્ય ખેડૂતોને નિયત સમયમાં PM કિસાનની રકમ પરત કરવા માટે કૃષિ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે.

આ મામલે નાયબ કૃષિ નિયામક અરવિંદ મોહનનું કહેવું છે કે અત્યાર સુધી જિલ્લામાં 6 લાખ 52 હજાર ખેડૂતો સન્માન નિધિ યોજનાનો લાભ લેતા હતા અને હવે અયોગ્ય ખેડૂતોની ઓળખ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 6,100 અયોગ્ય ખેડૂતોની ઓળખ કરવામાં આવી છે. આ 6,100 અયોગ્ય ખેડૂતોમાંથી 3,200 ખેડૂતો એવા છે જેઓ આવકવેરો પણ ભરતા હતા અને 2,900 ખેડૂતો એવા છે કે જેઓ જમીનવિહોણા તેમજ અન્ય કારણોસર અયોગ્ય જાહેર થયા છે. આ તમામ ખેડૂતોને હવે સરકાર દ્વારા આપવામાં આવેલ કિસાન સન્માન નિધિ પરત કરવી પડશે. જે ખેડૂતો પરત નહીં કરે તેમની પાસેથી વસૂલાત માટે પણ કાર્યવાહી થઈ શકે છે. નોટિસ મોકલાયા બાદ હવે અયોગ્ય ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

5 લાખ 54 હજાર રૂપિયા વસૂલવામાં આવશે

આ અયોગ્ય ખેડૂતો પાસેથી લગભગ 5 લાખ 54 હજાર રૂપિયા વસૂલવાના છે. નાયબ નિયામક કૃષિ અરવિંદ મોહને જણાવ્યું હતું કે આ તમામ અયોગ્ય ખેડૂતોને નોટિસ મોકલીને વસૂલાત કરવાની રહેશે અને તમામને નોટિસ મોકલવામાં આવી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે કિસાન સન્માન નિધિના પૈસા નાયબ નિયામક કૃષિના બેંક ખાતામાં પાછા જમા કરાવવામાં આવે. ડેપ્યુટી ડાયરેક્ટર એગ્રીકલ્ચર પણ કહે છે કે આ ખેડૂતોની ઓળખ પહેલાથી જ હતી. અન્ય અયોગ્ય ખેડૂતોની છટણી પણ ચાલી રહી છે. ટૂંક સમયમાં અન્ય અયોગ્ય ખેડૂતોની ઓળખ કરવામાં આવશે. નાયબ નિયામકે વાતચીતમાં જણાવ્યું હતું કે જે ખેડૂતો સન્માન નિધિ માટે અયોગ્ય છે, તેઓએ જાતે જ પૈસા પરત કરવા જોઈએ, અન્યથા જો તપાસમાં કોઈ ખેડૂત દોષિત ઠરશે તો તેની સામે કડક કાર્યવાહી પણ થઈ શકે છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">