ઓર્ગેનિક ખેતીથી ખેડૂતોની આવકમાં વધારો થશે, વિશ્વના બજારોમાં જૈવિક કૃષિ ઉત્પાદનોની માગ વધી

ઓર્ગેનિક ખેતીથી ખેડૂતોની આવકમાં વધારો થશે, વિશ્વના બજારોમાં જૈવિક કૃષિ ઉત્પાદનોની માગ વધી
Organic Products

એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA) અનુસાર, વર્ષ 2020-21માં કુલ રૂ. 7078.5 કરોડની ઓર્ગેનિક કૃષિ પેદાશોની નિકાસ કરવામાં આવી હતી.

TV9 GUJARATI

| Edited By: Bhavesh Bhatti

Apr 22, 2022 | 5:15 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓર્ગેનિક ખેતી (Organic Farming) પર ભાર આપી રહ્યા છે કારણ કે તેનાથી જમીનની ફળદ્રુપતા તો વધશે જ અને ખેતીનો ખર્ચ પણ ઘટશે. ખેડૂતોની આવક (Farmers Income) વધારવા માટે પણ તે એક સારો માર્ગ બની શકે છે. કારણ કે ઓર્ગેનિક એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ માટે તેનું મોટું આંતરરાષ્ટ્રીય બજાર પણ છે. ઓર્ગેનિક કૃષિ ઉત્પાદનોની માગ એટલી છે કે માત્ર ચાર વર્ષમાં નિકાસ ત્રણ ગણી વધી છે. તેથી, રસાયણ મુક્ત ખેતી ભારતીય ખેડૂતો માટે ઘણી બાબતોમાં સારી ગણી શકાય. કેન્દ્રીય કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 2020-21માં ભારતે 69 દેશોમાં તેના ઓર્ગેનિક ઉત્પાદનોની નિકાસ કરી, જેને 7,000 કરોડ રૂપિયાથી વધુનું વિદેશી હૂંડિયામણ મળ્યું.

મધ્યપ્રદેશ સરકારે ઓર્ગેનિક ખેતી પર મહત્તમ ધ્યાન આપ્યું છે. તેનો તેમને ફાયદો પણ થયો છે. એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA) અનુસાર, વર્ષ 2020-21માં કુલ રૂ. 7078.5 કરોડની ઓર્ગેનિક કૃષિ પેદાશોની નિકાસ કરવામાં આવી હતી, જેમાંથી રૂ. 2683.58 કરોડ એકલા મધ્યપ્રદેશને મળ્યા હતા. માત્ર એક રાજ્યની નિકાસમાં લગભગ 37 ટકા હિસ્સો છે.

નિકાસમાં મધ્યપ્રદેશ કેમ ટોચ પર ?

વર્ષ 2020-21માં ભારતે કુલ 8,88,180 મેટ્રિક ટન ઓર્ગેનિક કૃષિ ઉત્પાદનોની નિકાસ કરી હતી. જેમાંથી 50,0637 મેટ્રિક ટન એકલા મધ્યપ્રદેશમાંથી મોકલવામાં આવી હતી. હાલમાં દેશમાં લગભગ 39 લાખ હેક્ટરમાં ઓર્ગેનિક ખેતી કરવામાં આવે છે. જેમાંથી એકલા મધ્યપ્રદેશમાં 17.31 લાખ હેક્ટર વિસ્તાર છે. કુલ 43.38 લાખ ખેડૂતો આવી ખેતી કરી રહ્યા છે, જેમાંથી 7,73,902 ખેડૂતો મધ્યપ્રદેશના છે. આવી સ્થિતિમાં આ રાજ્યને નિકાસનો લાભ પણ મળી રહ્યો છે.

મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, હરિયાણા, કર્ણાટક, તેલંગાણા અને ઉત્તર પ્રદેશ પણ ઓર્ગેનિક કૃષિ ઉત્પાદનોની નિકાસમાં ખૂબ આગળ છે. કૃષિ નિષ્ણાતોનું કહેવું છે કે જો અન્ય રાજ્યો પણ આ જ રીતે ઓર્ગેનિક ખેતી પર કોકસ કરે તો તેમને પણ ફાયદો થશે.

કયા કૃષિ ઉત્પાદનોની વધુ માગ છે

નેશનલ ઓર્ગેનિક ફાર્મિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અનુસાર, પ્રમાણિત ઓર્ગેનિક વિસ્તારની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 5માં ક્રમે છે અને આવી ખેતી કરતા ખેડૂતોના સંબંધમાં પ્રથમ સ્થાને છે. તેથી જ વિશ્વના તમામ દેશો કેમિકલ મુક્ત કૃષિ ઉત્પાદનો માટે ભારતમાં ઓર્ડર આપી રહ્યા છે. ડેટા પર નજર કરીએ તો જાણવા મળે છે કે ઓર્ગેનિક અનાજ, બાજરી, મસાલા, ખાંડ, સૂકા ફળો, શાકભાજી, ચા અને કોફીની માગ અન્ય દેશોમાં વધુ છે.

આ પણ વાંચો : Navsari: વારંવાર બદલાતા વાતાવરણના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કેરી અને ચીકુના પાકને ભારે નુકસાન

આ પણ વાંચો : Animal Husbandry: આ લક્ષણોથી જાણો પશુઓને લૂ લાગી છે કે નહીં, જો લાગી હોય તો ખેડૂતોએ કરવો આ ઉપાય

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati