શાકભાજીની મોંઘવારીમાંથી જનતાને રાહત મળે તેવી આશા ઓછી છે. લીંબુના ભાવ (Lemon Price) બાદ હવે ટામેટાની મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહેવું પડી શકે તેમ છે. ટામેટાના મોટા ઉત્પાદકોએ આનો સંકેત આપ્યો છે. તેનું કારણ ટામેટાના પાક પર જીવાતનો હુમલો છે. જેનું નામ ટૂટા એબ્સલૂટા (Tuta absoluta) છે. છેલ્લા ત્રણ વર્ષથી તેના દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે પણ પાક તેની પકડમાં છે. આવી સ્થિતિમાં ટામેટા મોંઘા (Tomato Price) થવાની આશંકા ખેડૂતોએ વ્યક્ત કરી છે.
હાલમાં ટામેટાની કિંમત ક્વોલિટીના આધારે અલગ-અલગ શહેરોમાં 25થી 40 રૂપિયા પ્રતિ કિલો છે. ઉત્પાદન ઘટશે તો ભાવ વધશે. મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશમાં તેની વ્યાપકપણે ખેતી થાય છે. ભલે ખેડૂતોએ તેની મોંઘવારીનો અંદાજ લગાવ્યો હોય, પરંતુ તે એવો પાક નથી કે જેનો સંગ્રહ કરીને લાંબો સમય રાખી શકાય. આવી સ્થિતિમાં, તમારે તેને મોંઘા ભાવે ખરીદવા માટે તૈયાર રહેવું પડી શકે છે.
ઓલ ઈન્ડિયા વેજીટેબલ એસોસિએશનના પ્રમુખ શ્રીરામ ગડવેએ જણાવ્યું કે આ જંતુના કારણે ફળો બગડી જાય છે. તેને અમેરિકન ટમેટા પિનવોર્મ (Tomato Pinworm)પણ કહેવામાં આવે છે. આજ સુધી આ જીવાતનો ઉકેલ મળ્યો નથી. એકવાર ખેતરમાં આવ્યા પછી, તે બધા ફળોનો નાશ કરે છે. આ વખતે પણ તેની અસર જોવા મળી રહી છે.
આવી સ્થિતિમાં ટામેટા મોંઘા થવાની પૂરી સંભાવના છે. કોઈપણ કંપનીની વેરાઈટી તેમા આ જંતુ લાગી જાય છે. જે સ્થળો પર માર્ચ-એપ્રિલમાં વાવેતર થયું હતું તેમાં પણ આ જોવા મળે છે. આગામી થોડા અઠવાડિયામાં ટામેટાની કિંમત વધી શકે છે.
ટામેટા સૌથી વધુ ખાવામાં આવતી શાકભાજીમાંની એક છે. તેની ખેતીથી ખેડૂતો સારી આવક મેળવી શકે છે. પરંતુ સ્ટોરેજની સુવિધાના અભાવે તેની કિંમતમાં સૌથી વધુ વધઘટ થાય છે. કેટલીકવાર તે એક જ મહિનાના તફાવત પર ચાર-પાંચ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે, તો ક્યારેક તે 100 રૂપિયા અને તેનાથી વધુના ભાવે પહોંચી જાય છે.
આવી સ્થિતિમાં ક્યારેક ખેડૂતોને તો ક્યારેક ગ્રાહકોને નુકસાન થાય છે. કારણ કે તે ખૂબ જ જલ્દી બગડતો પાક છે. હવામાનમાં થોડો ફેરફાર થયો નથી કે તેની અસર પાક પર દેખાવા લાગે છે. આ કારણોસર, તેની કિંમતમાં વધુ સ્થિરતા રહેતી નથી.
મહારાષ્ટ્ર ટામેટા ઉત્પાદકોમાંનું એક છે. પરંતુ, અહીં આપણે છેલ્લા સાત-આઠ મહિનામાં તેની કિંમતમાં ઘણો ફેરફાર જોયો છે. ગત વર્ષે પૂર અને ભારે વરસાદના કારણે થયેલી તબાહીને કારણે તેની ખેતીને ઘણું નુકસાન થયું હતું. આંધ્રપ્રદેશમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. જેના કારણે ભાવમાં ઘણો વધારો થયો હતો.
જ્યારે ગત વર્ષ જ આપણે મહારાષ્ટ્રના નાશિક અને પુણે જેવા જિલ્લાઓમાં ભાવ ન મળવાને કારણે ખેડૂતોને રસ્તા પર ટામેટા ફેંકતા જોયા છે. કારણ કે ત્યારે ભાવ બે રૂપિયા પ્રતિ કિલો મળતો હતો.
હાલમાં આ વર્ષે શાકભાજીની મોંઘવારીનું એક કારણ ડીઝલના ભાવમાં થયેલો જંગી વધારો પણ છે. ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારાને કારણે દરેક શાકભાજીના ભાવ આસમાને છે. મુંબઈમાં ટામેટા 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. જ્યારે લીંબુ 250 થી 300 રૂ. જો કે ડુંગળીના ભાવમાં થોડી નરમાઈ છે. ખેડૂતોને હાલમાં 4-5 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી વેચવાની ફરજ પડી રહી છે.
આ પણ વાંચો: Funny Video: વાંદરાએ યુવકના વાળ પકડી ચખાડ્યો મેથીપાક, લોકોએ કહ્યું ‘હજુ કરો સળી’
આ પણ વાંચો: ન્યૂયોર્કમાં અંધાધૂધ ફાયરિંગ કરનાર હુમલાખોરની ધરપકડ, પોલીસે વધુ તપાસ હાથ ધરી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો