કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો !!! ઉતરના રાજ્યોમાં હિમ-વર્ષા પડશે, તો દક્ષિણમાં વરસાદી ઝાપટાં પડવાની આગાહી, રવિ પાકને નુકસાનની સંભાવના

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Utpal Patel

Updated on: Dec 02, 2022 | 3:29 PM

હવામાન વિભાગની (IMD)આગાહી અનુસાર, ઉત્તર ભારતના પહાડી રાજયોમાં હિમવર્ષા પડી શકે છે. અને, ઠંડીની ભારે અસર વર્તાઇ શકે છે. તો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો !!! ઉતરના રાજ્યોમાં હિમ-વર્ષા પડશે, તો દક્ષિણમાં વરસાદી ઝાપટાં પડવાની આગાહી, રવિ પાકને નુકસાનની સંભાવના
ઠંડીની આગાહી (સાંકેતિક ફોટો)

હવામાન વિભાગની આગાહી અનુસાર, પહાડી રાજય ઉત્તરાખંડ રાજયમાં આગામી બે દિવસ સુધી હવામાન શુકુ રહેવાની સંભાવના છે. આ ઉત્તર ભારતના પહાડોમાં તાપમાનમાં બે ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઇ શકે છે. આ સિવાય આ વિસ્તારમાં હિમ પડવાની પણ શકયતા છે. આ સાથે દેહરાદૂનમાં મહત્તમ તાપમાન 25.4 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહ્યુ હતું. ખેતીના સમાચાર અહીં વાંચો.

ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં તેમજ મેદાની પ્રદેશોમાં ધીમે ધીમે ઠંડીનો પ્રકોપ વધવા જઇ રહ્યો છે. આ રાજયોમાં શિયાળાની સ્થિતિ એટલી ભયંકર બની છે કે હવે પ્રજાજનોને શરીરને ગરમ રાખવા માટે અગ્નિ પ્રગટાવવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે આવનાર દિવસોમાં પર્વતો પર બરફ પડવાની સંભાવના છે. આ ઉપરાંત આ સમયે, દક્ષિણના રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની શકયતા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ સંજોગોમાં ખેડૂતોના રવિ પાકને નુકસાન થવાની સંભાવના પણ છે.

નોંધનીય છેકે, ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ ઉત્તર ભારતના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળવાની શકયતા છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં કડકડતી ઠંડી પડવાની સંભાવના છે. રાજધાની નવી દિલ્હી સહિતના વિસ્તારોમાં ઠંડીનો પ્રકોપ દેખાઇ રહ્યો છે. આવનાર દિવસોમાં દિલ્હીના તાપમાનમાં વધુ ઘટાડો નોંધાઇ શકે છે. વહેલી સવારે અને સાંજે દિલ્હીમાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું હતું.

શિયાળામાં વરસાદની અસર રવિ પાક પર પડશે

હિમાચલ પ્રદેશમાં હવામાન 3 ડિસેમ્બર સુધી સ્વચ્છ રહેશે. હિમાચલમાં 3 ડિસેમ્બર પછી જ વરસાદની સંભાવના દેખાય છે. રાજ્ય હવામાન વિભાગે જણાવ્યું કે નવેમ્બરમાં ખૂબ ઓછો વરસાદ નોંધાયો છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદ નોંધાયો છે. પરંતુ અન્ય વિસ્તારોમાં સામાન્ય કરતાં સામાન્યથી ઓછો વરસાદ નોંધાયો છે. આ ઓછા વરસાદને કારણે ખેડૂતોના પાકને અસર થઈ છે.

ઉત્તરાખંડની વાત કરીએ તો, ઉત્તરાખંડમાં બે દિવસ સુધી હવામાન શુષ્ક રહેશે. પહાડો પર તાપમાનમાં બે ડિગ્રી સુધીનો ઘટાડો થશે. પહાડો પર હિમ પણ પડી શકે છે. દેહરાદૂનમાં  લઘુત્તમ તાપમાન 10.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. હિમવર્ષાને કારણે રવિ સહિતના પાકની ઉપજને અસર થઈ શકે છે.

લક્ષદ્વીપમાં છૂટાછવાયાથી વરસાદની સંભાવના

બિહારમાં આગામી કલાકોમાં તાપમાનમાં ઘટાડો થશે. હાલમાં બિહારમાં લઘુત્તમ તાપમાન 10 થી 14 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાયું છે. IMD અનુસાર, આગામી 4-5 દિવસમાં અંદમાન- નિકોબાર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, લક્ષદ્વીપમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે.

(ઇનપુટ-ભાષાંતર)

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati