Success Story: નાનપણથી જ હતો ખેતી પ્રત્યે પ્રેમ, એન્જિનિયર હોવા છતાં ખેતી દ્વારા વર્ષે કરોડોની કરી કમાણી

આજે યતેન્દ્ર ગુરુગ્રામમાં 80 એકર જમીનમાં ઓર્ગેનિક ખેતી કરીને દર વર્ષે એકથી 1.5 કરોડ રૂપિયા કમાઈ રહ્યા છે. અઠવાડિયામાં એક દિવસ તેઓ ગરીબોને મફતમાં શાકભાજીનું વિતરણ કરે છે.

Success Story: નાનપણથી જ હતો ખેતી પ્રત્યે પ્રેમ, એન્જિનિયર હોવા છતાં ખેતી દ્વારા વર્ષે કરોડોની કરી કમાણી
Farmer Yatendranath Jha
TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Dec 18, 2021 | 2:09 PM

યતેન્દ્રનાથ ઝા બાળપણથી જ ખેતી પ્રત્યે લગાવ હતો. અભ્યાસ કરીને તેઓ એન્જિનિયર (Engineer) બન્યા, પરંતુ ખેતી પ્રત્યેનો તેમનો પ્રેમ ઓછો ન થયો અને તેઓ તેમના તરફ વળ્યા. બાદમાં તેમણે ખેતીમાં પોતાનું ભવિષ્ય બનાવ્યું. હવે ઓર્ગેનિક ફાર્મિંગ (Organic farming) દ્વારા, દર અઠવાડિયે એક દિવસ, NCRમાં હજારો કુપોષિત ગરીબોને મફતમાં શાકભાજી (Vegetables) ખવડાવી રહ્યા છે.

બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના યજુઆર ગામના રહેવાસી યતેન્દ્રનાથ ઝા(Yatendranath Jha), મિલેનિયમ સિટીના લોકોને સજીવ રીતે ઉગાડવામાં આવતી શાકભાજી ખવડાવી રહ્યા છે અને હજારો ખેડૂતોને ઓર્ગેનિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત પણ કરી રહ્યા છે.

ઓર્ગેનિક ગુરુગ્રામ નામથી સંચાલિત સંસ્થા

યતેન્દ્રનાથ ઝા ઓર્ગેનિક ગુરુગ્રામના નામે પોતાની સંસ્થા ચલાવી રહ્યા છે. તેના વિશે જણાવતાં તેઓ કહે છે કે આ ખેડૂતો(Farmers)ને સમયની સાથે લોકોની ખાણીપીણીની આદતોમાં આવતા ફેરફારો વિશે જાણકારી આપવામાં આવી હતી. મોટાભાગના રોગોનું મૂળ ખેતરોમાં નાખવામાં આવતા રાસાયણિક ખાતરો છે. જેને ધ્યાનમાં રાખીને ખેડૂતોને સજીવ ખેતી માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

કેટલાક ગામોમાં ખેડૂતો અકસાથે આવ્યા

મિલેનિયમ સિટીના લોકો હવે સજીવ રીતે ઉગાડવામાં આવતી શાકભાજી સરળતાથી મેળવી શકશે. ઓર્ગેનિક ગુરુગ્રામ હેઠળ, 12 ખેડૂતોના જૂથે ચાર ગામોમાં 80 એકર જમીન પર સજીવ ખેતી શરૂ કરી છે. આ ખેડૂતો કોઈપણ રાસાયણિક ખાતર અને દવાઓનો ઉપયોગ કર્યા વિના શાકભાજી ઉગાડે છે.

લોકો સીધા ખેડૂતો પાસેથી ઓર્ગેનિક શાકભાજી ખરીદી શકે છે. તેમના માટે તેઓએ મંડીઓ અને દુકાનોમાં જવું પડશે નહીં. આ સિઝનમાં ખેતરોમાં ડુંગળી, શિમલા મિર્ચ, આદુ, લસણ, પાલક, ટામેટા, દુધી, ટીંડા, કાકડી અને ભીંડો ઉગાડવામાં આવે છે.

ઓછા ખર્ચે સારી ખેતી

ઓર્ગેનિક પદ્ધતિથી ઉગાડવામાં આવતી શાકભાજીને કેમિકલ કરતાં વધુ દિવસો સુધી સંગ્રહિત કરી શકાય છે. તેવી જ રીતે, તેના સ્વાદમાં થોડી મીઠાશ છે, જે તેની ખાસ વાત છે. યતેન્દ્રનાથ ઝાની સંસ્થા હિમાલયા ફાઉન્ટેન હવે MSME કંપની બની ગઈ છે. એક વર્ષમાં એકથી દોઢ કરોડની કમાણી થાય છે. લોકો તેમની પાસે ઓર્ગેનિક અને પરંપરાગત ખેતી કરીને લોકોને જાગૃત કરવા આવે છે અને તેમને ઓછા ખર્ચે શાકભાજીની ખેતી વિશે માહિતી આપવામાં આવે છે.

અહીંથી ખેડૂતો પ્રતિજ્ઞા લે છે કે તેઓ ખેતરમાં ક્યારેય રાસાયણિક ખાતર નહીં નાખે. આઝાદ સિંહ નામના ખેડૂત ખેતરમાં બીટ, રીંગણ, ટામેટા, કોબી, બ્રોકોલી વગેરે શાકભાજી ઉગાડે છે. જે ખેતરમાં આ શાકભાજી ઉગાડવામાં આવી છે ત્યાં એક વર્ષથી રાસાયણિક ખાતર અને દવાઓ નાખવામાં આવ્યા નથી. આ શાકભાજી સંપૂર્ણપણે શુદ્ધ છે. ઓર્ગેનિક હોવાને કારણે તેમાં વધુ પોષકતત્વો પણ હોય છે.

ચાર ગામના 12 ખેડૂતો જોડાયા

મિકેનિકલ એન્જિનિયર યતેન્દ્રનાથ ઝાએ રસાયણ મુક્ત શાકભાજી ઉગાડવા માટે ઓર્ગેનિક ગુરુગ્રામ હેઠળ અભિયાન શરૂ કર્યું. સૌપ્રથમ તેમણે ઘાટા ગામ પાસે જમીન લઈને જૈવિક ખેતી શરૂ કરી. આ પછી બાજરા ગામ, ટિકલી, અકલીમપુર અને બાદશાહપુરના 12 ખેડૂતોના જૂથે શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું છે.

આ ખાતરોનો ખેતરોમાં ઉપયોગ કરવો

ખેડૂતોના જણાવ્યા મુજબ, ઓર્ગેનિક શાકભાજી ઉગાડવા માટે ખેતરોમાં છાણનું ખાતર અને લીમડાનું તેલ ઉમેરવામાં આવે છે. આ ઉપરાંત અહીંની હાઉસિંગ સોસાયટીમાં રસોડામાંથી બનાવેલ ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. જમીનની ચકાસણી કર્યા પછી, બીજ વાવવામાં આવે છે.

આ પણ વાંચો: Data Protection Bill: તમારા ઓનલાઈન લાઈફમાં કઈ રીતે મદદ કરશે ડેટા પ્રોટેક્શન બિલ, 12 પોઈન્ટમાં જાણો બધુ જ

આ પણ વાંચો: પહેલા ઈંડું કે મરઘી ? આખરે મળી ગયો દુનિયાના સૌથી મોટા સવાલનો જવાબ, જાણો અહીં

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati