લોકસભામાં ઉઠાવાયો જંતુનાશકો અને બીજમાં ભેળસેળનો મુદ્દો સરકારે આપ્યો આ જવાબ

કેન્દ્રીય કૃષિ મંત્રાલયે કહ્યું છે કે દેશમાં ફક્ત 74 જંતુનાશક પરીક્ષણ પ્રયોગશાળા(Pesticide testing laboratory)ઓ અને 126 બીજ પરીક્ષણ પ્રયોગશાળા(Seed Testing Lab) છે.

લોકસભામાં ઉઠાવાયો જંતુનાશકો અને બીજમાં ભેળસેળનો મુદ્દો સરકારે આપ્યો આ જવાબ
ભારતના ખેડૂતો માટે નકલી જંતુનાશકો છે મોટી સમસ્યા (PTI)

નકલી જંતુનાશકો (Fake Pesticide) અને બીજની ભેળસેળથી પરેશાન ખેડૂતો (farmers)નો આ મુદ્દો લોકસભામાં પહોંચ્યો છે. ભાજપના સાંસદ કૃષ્ણપાલસિંહ યાદવે લેખિત પ્રશ્નમાં પુછ્યું હતું કે ખાદ્ય ચીજો અને ખાદ્ય ઉત્પાદનમાં ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા રસાયણો, જંતુનાશકો અને બીજની ભેળસેળ અટકાવવા સરકારે શું પગલા ભર્યા છે?

 

વધુમાં પુછ્યું કે આ તપાસવા માટે કેટલી પ્રયોગશાળાઓ છે અને શું તેમની પાસે પરીક્ષણ માટે કુશળ ટેકનિશિયન છે? તેના જવાબમાં કેન્દ્રીય કૃષિ મંત્રાલયે કહ્યું છે કે દેશમાં ફક્ત 74 જંતુનાશક પરીક્ષણ પ્રયોગશાળા(Pesticide testing laboratory)ઓ અને 126 બીજ પરીક્ષણ પ્રયોગશાળા(Seed Testing Lab) છે.

 

સવાલ એ થાય છે કે 14.5 કરોડ ખેડૂત પરીવારવાળા દેશમાં આટલી જ પ્રયોગશાળાઓ પુરતી છે? જ્યારે કૃષિ વિશેષજ્ઞ બિનોદ આનંદનું કહેવું છે કે અસલી કીટનાશક કરતા મોટો કારોબાર નકલી કીટનાશકોનો છે માટે ફક્ત 74 પ્રયોગશાળા અપુરતી છે. દરેક જીલ્લામાં ઓછામાં ઓછી 1 પ્રયોગશાળા(લેબ) હોવી જ જોઈએ. ભેળસેળ યુક્ત અને નકલી ખાતર, બીજ અને કીટનાશક પર રોક લગાવવામાં આવે તો ખેડૂતોની આવક બમણી થઈ શકે.

 

આ તરફ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમરનું કહેવું છે કે ખાદ્ય અને કીટનાશક ખેતીમાં ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા રસાયણો છે. સરકારે ખેડૂતોને સારી ગુણવત્તાનું ખાતર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955 અંતર્ગત ખાતર (નિયંત્રણ) આદેશ, 1985 (Fertilizer Control Order) જાહેર કર્યો છે.

 

જે અંતર્ગત વિવિધ ખાતરોના ધોરણો નિર્ધારિત કરવામાં આવ્યા છે. એફસીઓના કલમ -19માં નિયત ધોરણોમાં ન આવતા ખાતરોના વેચાણ પર સખત પ્રતિબંધ છે. તેનું ઉલ્લંઘન કરનારને 3 મહિનાથી 7 વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ છે.

 

જંતુનાશકોની ગુણવત્તા તપાસ કરવા માટે કેટલા અધિકારી

જંતુનાશક અધિનિય-1968 અને જંતુનાશક નિયમ-1971 અંતર્ગત જંતુનાશકોની ગુણવત્તા જાળવવાની જોગવાઈ છે. આ કાયદા હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા નિયુક્ત જંતુનાશક નિરીક્ષકોને તેમના અધિકારક્ષેત્રમાં જંતુનાશક દવાઓના વિતરણ અથવા વેચાણને રોકવા, જગ્યા શોધવા, દસ્તાવેજો જપ્ત કરવા, અધિકાર આપવામાં આવે છે.

 

હાલમાં વિવિધ રાજ્ય સરકારોના 10,672 અધિકારીઓ અને કેન્દ્ર સરકારના 191 અધિકારીઓને જંતુનાશક ગુણવત્તાની તપાસ કરવા અને તેનું સંચાલન કરવા માટે જંતુનાશક નિરીક્ષક તરીકે નિમણુક કરવામાં આવ્યા છે. હાલમાં તમિલનાડુમાં સૌથી વધુ 15 કીટનાશક પરીક્ષણ પ્રયોગશાળાઓ છે. આ સિવાય રાજસ્થાનમાં 7, કર્ણાટકમાં 6, આંધ્રપ્રદેશમાં 5 અને મહારાષ્ટ્ર, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં 4-4 પ્રયોગશાળાઓ છે.

 

શું છે નકલી જંતુનાશકો પર કાર્યવાહી કરવાની પ્રક્રિયા

જંતુનાશક નિરીક્ષકો ઉત્પાદન એકમો અને વેચાણ કેન્દ્રોની નિયમિત અથવા ઓચિંતી તપાસ કરે છે. જંતુનાશકોની ગુણવત્તા તપાસવા માટે નમૂનાઓ લેવામાં આવે છે. તેમના રીપોર્ટ પર સેન્ટ્રલ જંતુનાશક પ્રયોગશાળા (Central Insecticides Laboratory)ની પુષ્ટિ કરવામાં આવે છે.

 

જો પેસ્ટિસાઈડ એનાલિસ્ટ દ્વારા જંતુનાશક દવાઓના નમૂના ખોટી બ્રાન્ડના છે તેવી પુષ્ટી કરવામાં આવે તો પછી ઉત્પાદકો, ડીલરો અથવા રિટેલરો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે. આ સાથે જ જંતુનાશક અધિનિયમ – 1968ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા માટે તેમની સામે શો કોઝ નોટિસ જાહેર કરવામાં આવે છે અને આગળની કાર્યવાહી કરવામાં આવે છે.

 

કેટલા નમૂનાઓની છે વાર્ષિક ક્ષમતા

જંતુનાશક દવાઓના સંદર્ભમાં, 77,040 નમૂનાઓની કુલ વાર્ષિક પરીક્ષણ ક્ષમતા સાથે 25 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 71 રાજ્ય જંતુનાશક પરીક્ષણ પ્રયોગશાળાઓ સ્થાપિત કરવામાં આવી છે. સાથે જ સરકારી સંશાધનોને સહાયતા મળી શકે એ હેતુથી કેન્દ્ર સરકારે 4,700 નમૂનાની કુલ વાર્ષિક પરીક્ષણ ક્ષમતા સાથે ચંદીગઢ અને કાનપુરમાં બે પ્રાદેશિક જંતુનાશક પરીક્ષણ પ્રયોગશાળાઓ અને રેફરલ પ્રયોગશાળાના રૂપમાં એક કેન્દ્રીય કીટનાશક પ્રયોગશાળાની સ્થાપના કરી છે.

 

આ પણ વાંચો : મોદી સરકાર ખેડૂતોનું દેવું માફ કરશે? જાણો શું છે સરકારની વિચારણા

Click on your DTH Provider to Add TV9 Gujarati