અકસ્માતે પશુનું મૃત્યુ થશે તો પશુપાલકોને મળશે સરકારી સહાય, જાણો યોજનાની વિગતો

પશુપાલકોને સરકાર દ્વારા અકસ્માતે પશુનું મૃત્યુ થાય ત્યારે વળતર કે સહાય ચૂકવવાની યોજના જાહેર કરવામાં આવી છે.

  • TV9 Webdesk13
  • Published On - 18:04 PM, 7 Jan 2021
if the animal dies in an accident the pastoralists will get government assistance know the details of the scheme
અકસ્માતે પશુ મૃત્યુ સહાય યોજના

પશુપાલકોને સરકાર દ્વારા અકસ્માતે પશુનું મૃત્યુ થાય ત્યારે વળતર કે સહાય ચૂકવવાની યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ પશુઓમાં આવતાં અસાઘ્ય રોગચાળા એન્થ્રેક્ષ, બર્ડફલ્યુ તથા હડકવા અને પોઈઝનીંગ જેવા કે ફુડ, સ્નેક બાઈટ, કેમીકલ પોઈઝનીંગ વગેરેથી પશુ, મરઘા અને બતકનાં મૃત્યુ થાય છે. રોગચાળા કે મહારોગચાળા સમયે પશુ, મરઘાં અને બતકના મૃત્યુથી થતા નુકસાન થતુ હોય છે. ખાસ કરીને પશુ, મરઘાં અને બતક રાખતા ગરીબ પશુપાલકોને મોટુ નુકશાન થાય છે. આવા પશુ મરઘા અને બતક રાખતા પશુપાલકોની રોજી રોટી છીનવાઈ જાય છે અને પશુ, મરઘા અને બતક રાખતા પશુપાલકો નિરાધાર બની જાય છે. આવા સંજોગોમાં પશુ, મરઘા અને બતક રાખતા પશુપાલકોને પશુ, મરઘા અને બતકની બજાર કિંમતના પ્રમાણમાં વ્યાજબી આર્થિક મદદ મળી રહે અને તાત્કાલિક પશુ, મરઘા અને બતક રાખતા પશુપાલકો પુનઃ પોતાનો વ્યવસાય શરૂ કરે તેવા હેતુથી આ યોજનાનું અમલીકરણ કરવાનું સરકારે નકકી કરેલ છે.

યોજનાનો લાભ તમામ વર્ગના પશુપાલકોને મળી શકે છે. નાણાકીય સહાય સ્વરૂપે તેમના બેન્ક ખાતામાં સહાયની રકમ જમાં કરાવવામાં આવે છે. આ માટે અરજી કરવાનું અરજી પત્રક રાજયની જે તે જીલ્લાની નાયબ મદદનીશ પશુપાલન નિયામકની કચેરીએથી તથા નજીકના પશુ દવાખાના ખાતેથી મેળવી શકાશે.

 

 

યોજના હેઠળ પશુ, મરઘા અને બતક માટે આ મુજબ સહાય કે વળતર ચુકવવામાં આવે છે. ગાય માટે રૂપિયા 16,400 પ્રતિ પશુ, કુટુંબ દીઠ મહતમ 2 પશુઓ માટે. ભેંસ માટે 16,400 પ્રતિ પશુ, કુટુંબ દીઠ મહતમ 2 પશુઓ માટે. બળદ માટે 15 હજાર પ્રતિ પશુ, કુટુંબ દીઠ મહતમ 2 પશુઓ માટે. છ માસથી ઉપરના પાડા, પાડી, વાછરડા કે વાછરડી જેવા પશુ માટે રૂપિયા 10 હજાર પ્રતિ પશુ, કુટુંબ દીઠ મહતમ 2 પશુઓ માટે. ગદર્ભ, પોની અને ખચ્ચર જેવા પશુ માટે રૂપિયા 10 હજાર પ્રતિ પશુ, કુટુંબ દીઠ મહતમ 2 પશુઓ માટે. પુખ્તવયનાં ઘેટાં-બકરાં જેવા પશુ માટે રૂપિયા 1650 પ્રતિ પશુ, કુટુંબ દીઠ મહતમ 100 પશુઓ માટે. પુખ્તવયનાં ઊંટ ઘોડા જેવા પશુ માટે રૂપિયા 15 હજાર પ્રતિ પશુ, કુટુંબ દીઠ મહતમ 2 પશુઓ માટે. પુખ્તવયનાં મરઘાં અને બતકાં માટે રૂપિયા 37 પ્રતિ પક્ષી, કુટુંબ દીઠ મહતમ 40 પક્ષીઓ માટે. આ પક્ષીઓ માટેની સહાયની રકમની મર્યાદા રૂપિયા 400 રાખવામાં આવી છે.

પશુપાલકે નજીકના પશુ દવાખાના ખાતે રૂબરૂ સંપર્ક કરી કાર્યવાહી હાથ ધરવી. અને પશુ ચિકિત્સા અધિકારીશ્રીના માર્ગદર્શન મુજબ પુરાવા રજુ કરવા.

આ પણ વાંચો: ખેડૂતોને પાવર ટીલર ખરીદવા સરકાર આપશે 50% સબસીડી, યોજનામાં અરજી કરી મેળવો સહાય

આ પણ વાંચો: ગૌ-પાલનથી કરી લાખોની કમાણી, એવોર્ડ વિજેતા ગૌ-પાલકની પ્રેરણાદાયક કહાણી