પશુપાલન શરૂ કરવા માટે પશુઓની પસંદગી કેવી રીતે કરવી ? વાંચો આ અહેવાલ

જે ગાય કે ભેંસ પસંદ કરવાની હોય તેનું હાલનું દૂધ ઉત્પાદન, સરેરાશ ઉત્પાદનથી દોઢ કે બમણું ઉત્પાદન હોય તેને પસંદ કરવું.

પશુપાલન શરૂ કરવા માટે પશુઓની પસંદગી કેવી રીતે કરવી ? વાંચો આ અહેવાલ
Animal Husbandry
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2021 | 1:21 PM

પશુપાલન વ્યવસાય (Animal Husbandry) આર્થિક રીતે પોષણક્ષમ બને એ માટે સારા પશુઓની (Cattle) પસંદગી કરવી જરૂરી છે, જે સતત લાભ આપી શકે. એટલે કે વધુ દૂધ ઉત્પાદન (Milk Production) વાળી ગાય કે ભેંસની ઓળખ જરૂરી છે. આ સંર્દભે દુધાળા પશુના ખાસ ચિન્હોની સમજ અહીં આપવામાં આવેલી છે.

ગાય અને ભેંસના ચિન્હો વધુ દૂધ ઉત્પાદન આપી શકે તેવી ગાય કે ભેંસની પસંદગી બે મુદ્દાઓ પર આધારિત છે.

1. પશુની વારસગત બાબત જાણવી

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

માદા પશુના વારસાગત દૂધ ઉત્પાદન રેકોર્ડ ઉપલબ્ધ હોય તો અવશ્ય પણે ધ્યાને લઈ શકાય. વારસાગત એટલેકે એની મા, દાદી, નાનીના દુધની માહિતી મેળવ્યા પછી જ પસંદગી સબબ આગળ વધવું.

જે ગાય કે ભેંસ પસંદ કરવાની હોય તેનું હાલનું દૂધ ઉત્પાદન સરેરાશ ઉત્પાદનથી દોઢ કે બમણું ઉત્પાદન હોય તેને પસંદ કરવું. કારણ કે, આ ધણ એક જ વાતાવરણમાં રહેતા હોય છે અને એક જ જાતના ખોરાક પર નભતા હોય છે. આ સિધ્ધાંતને ધ્યાનમાં લઈને ગાય કે ભેંસ પસંદ કરવામાં આવે તો ભવિષ્ય માટે વધુ દૂધ ઉત્પાદન ધરાવતું નવું ધણ ઉભું કરી શકાય છે. જેથી ઝડપથી આર્થિક વૃદ્ધિ થાય છે.

2. શારીરીક દેખાવ

દુધાળા પશુઓ પસંદ કરવા માટે શારીરીક દેખાવ અને ખાસ ચિન્હોની ઓળખ જરુરી છે. જેને આધારે સારા દૂધ ધરાવતા પશુ (ગાય કે ભેંસ) ને પસંદ કરી શકાય છે. દા.ત. દુધાળા પશુના દૂધ ઉત્પાદન રેકોર્ડ મળતા હોય તો આવા સંજોગોમાં પશુના શારીરીક દેખાવ અને ખાસ ચિન્હો પસંદગી માટે ઉપયોગમાં લેવાય છે. આવા ચિન્હો નીચે મુજબ છે.

* ગાય કે ભેંસનું શારીરિક કદ-વજન આદર્શની નજીક છે કે નહિ. * આંખ, નાક, કાન, માથુ બરોબર તેજમાં અને આકારમાં બરોબર છે કે નહિ, શરીર ફાચર આકારનું છે કે નહિ. ચારેય પગ વ્યવસ્થિત અંતર ઉપર પડે છે કે નહિ. * દુધાળ પ્રકારની ગાય કે ભેંસ મોટા ભાગે વધુ દૂધ ઉત્પાદન ધરાવતી હોય છે. જેના ચિન્હો આ પ્રમાણે હોય છે. * યોગ્ય લંબાઈ યુકત શરીર તથા લાંબી ડોક. * ખભાઓ સરખી રીતે સેટ હોવા જોઈએ. * ખુંધ સરખી રીતે અને વ્યવસ્થિત હોવી જોઈએ. * પાંસળીઓની વચમાં યોગ્ય-સરખુ અંતર હોવું જોઈએ. * પાંસળીઓ ચપટી અને લાંબી હોવી જોઈએ. * સાથળથી ઉપરનું શરીર- એક ધનુષ આકારના ધરાવતા હોય. * ચામડી પાતળી અને ઢીલી હોવી જોઈએ. * વાળ સ્વચ્છ અને ચમકદાર હોવા જોઈએ. * છાતીનો ઘેરાવ અને પેટનો ઘેરાવ સરખી રીતે ઉત્તરોત્તર વધતી જતી પહોળાઈ વાળા હોવા જોઈએ. * આઉની લંબાઈ, પહોળાઈ અને પાછળના ભાગના ઉંચા જોડાણ સારું ઉત્પાદન આપતા પશુની નિશાની છે. * આઉ નરમ અને લીસી સપાટી વાળા હોવા જોઈએ. * ચારેય આંચળો વચ્ચે સરખું અંતર હોવું જોઈએ. * દુધની નસો(શિરાઓ) લાંબી, જાડી વળાંક લીધેલ હોવી જોઈએ.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">