ખેડૂતોને રાઈસ ટ્રાન્સપ્લાન્ટર ખરીદવા સરકાર આપશે 1.50 લાખ રૂ.ની સહાય, યોજનામાં અરજી કરી મેળવો સહાય

ખેડૂતોને રાઈસ ટ્રાન્સપ્લાન્ટર ખરીદવા સરકાર આપશે 1.50 લાખ રૂ.ની સહાય, યોજનામાં અરજી કરી મેળવો સહાય
રાઈસ ટ્રાન્સપ્લાન્ટર માટે સરકારી સહાય

યોજના હેઠળ 4 હાર સુધીના સેલ્ફ પ્રોપેલ્ડ રાઇસ ટ્રાન્સપ્લાન્ટર માટે ખેડૂત લાભાર્થીઓને કુલ ખર્ચનાં 50% અથવા રૂપિયા 80,000 આ બેમાંથી જે ઓછી હોય તે રકમ સહાય તરીકે મળવાને પાત્ર છે.

Bhavesh Bhatti

|

Jan 08, 2021 | 5:21 PM

રાજયમાં ઉદ્યોગીકરણ અને શહેરીકરણના કારણે ખેત મજૂરોની ખૂબ જ અછત પ્રવર્તે છે. ઓછા ખર્ચે સારૂ અને વધુ ખેત ઉત્પાદન મેળવી કૃષિ ઉદ્યોગોને સફળ બનાવવા માટે કૃષિ યાંત્રિકરણનો વ્યાપ વધારવો અનિવાર્ય છે. કૃષિ યાંત્રિકરણ થવાથી ખેડૂત કુદરતી અમુલ્ય સ્ત્રોત જેવા કે, જમીન, પાણી તથા વાતાવરણનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ કરીને ઓછા ખર્ચે સારી ગુણવતાવાળુ અને વધુ ખેત ઉત્પાદન મેળવી શકે છે. કૃષિ યાંત્રિકીકરણનો વ્યાપ વધારવા માટે કેન્દ્ર પુરસ્કૃત “સબમીશન ઓન એગ્રીકલ્ચરલ મીકેનાઈઝેશનયોજના અમલમાં છે તે સિવાયના 208 તાલુકામાં સામાન્ય વર્ગના ખેડૂતો માટે AGR-2 કૃષિ યાંત્રિકીકરણ યોજના હેઠળ સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ આમ તો કુલ 41 ઘટકોમાં સહાય આપવામાં આવે છે.

આ યોજનાનો લાભ મેળવવા માટેની પૂર્વ જરૂરિયાત એ છે કે સબમીશન ઑન એગ્રીકલ્ચરલ મીકેનાઇઝેશન યોજના અમલમાં છે, તે સિવાયનાં 208 તાલુકાના અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ સિવાયના રાજ્યના કોઇ પણ ખેડૂત આ યોજનાનો લાભ લઇ શકે છે. ખાતા દ્વારા એમ્પેનલ થયેલા સાધનોની એમ્પેનલ થયેલી કંપની પાસેથી ખરીદી કરવાની રહે છે.

આ યોજના હેઠળ 4 હાર સુધીના સેલ્ફ પ્રોપેલ્ડ રાઇસ ટ્રાન્સપ્લાન્ટર માટે નાના તથા સિમાંત ખેડૂત, મહિલા ખેડૂત લાભાર્થીઓને કુલ ખર્ચનાં 50% અથવા રૂપિયા 80,000 આ બેમાંથી જે ઓછી હોય તે રકમ સહાય તરીકે મળવાને પાત્ર છે. આ યોજના હેઠળ 4 હાર સુધીના સેલ્ફ પ્રોપેલ્ડ રાઇસ ટ્રાન્સપ્લાન્ટર માટે અન્ય લાભાર્થી ખેડૂતોને કુલ ખર્ચનાં 40% અથવા રૂપિયા 64,000 આ બેમાંથી જે ઓછી હોય તે રકમ સહાય તરીકે મળવાને પાત્ર છે.

આ યોજના હેઠળ 4 હારથી વધુ 16 હાર સુધીના સેલ્ફ પ્રોપેલ્ડ રાઇસ ટ્રાન્સપ્લાન્ટર માટે નાના તથા સિમાંત ખેડૂત, મહિલા ખેડૂત લાભાર્થીઓને કુલ ખર્ચનાં 40% અથવા રૂપિયા 1.50 લાખ આ બેમાંથી જે ઓછી હોય તે રકમ સહાય તરીકે મળવાને પાત્ર છે. આ યોજના હેઠળ 4 હારથી વધુ 16 હાર સુધીના રાઇસ ટ્રાન્સપ્લાન્ટર માટે અન્ય લાભાર્થી ખેડૂતોને કુલ ખર્ચનાં 40% અથવા રૂપિયા 1.50 લાખ આ બેમાંથી જે ઓછી હોય તે રકમ સહાય તરીકે મળવાને પાત્ર છે.

આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતે આઇ-પોર્ટલ ઉપર અરજી કરી તેની નિયત પધ્ધતિ અનુસરીને લાભ લેવાનો રહેશે. ખેડૂત ખાતેદાર યોજનાકીય ઠરાવને આધીન સરકારશ્રીના ઠરાવને આધીન આ યોજનાનો લાભ લઇ શકે છે. આ યોજના માટે સંબંધીત જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો સંપર્ક કરવાનો રહે છે જેની માહિતી પણ આઇ-ખેડૂત પોર્ટલ પર ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: અકસ્માતે પશુનું મૃત્યુ થશે તો પશુપાલકોને મળશે સરકારી સહાય, જાણો યોજનાની વિગતો

આ પણ વાંચો: ખેડૂતોને પાવર ટીલર ખરીદવા સરકાર આપશે 50% સબસીડી, યોજનામાં અરજી કરી મેળવો સહાય

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati