Gram Procurement : ગુજરાત સહિત 6 રાજ્યોમાં ચણાની સરકારી ખરીદી બંધ, હવે ઓપન માર્કેટમાં MSP કરતા પણ ઓછો મળી રહ્યો છે ભાવ

રવી માર્કેટિંગ સીઝન 2022-23માં, સરકારે ચણાના લઘુત્તમ ટેકાના ભાવ (MSP of Gram) 5230 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરી હતી. ખરીદી બંધ થવાની અસર હવે ઓપન માર્કેટમાં જોવા મળી રહી છે.

Gram Procurement : ગુજરાત સહિત 6 રાજ્યોમાં ચણાની સરકારી ખરીદી બંધ, હવે ઓપન માર્કેટમાં MSP કરતા પણ ઓછો મળી રહ્યો છે ભાવ
Gram Procurement
Image Credit source: File Photo
TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Jul 01, 2022 | 8:56 AM

કઠોળ પાકોમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા ચણાની સરકારી ખરીદી (Gram Procurement) હવે અંતિમ તબક્કામાં છે. ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ખરીદી બંધ થઈ ગઈ છે. કેન્દ્રએ 2022-23 માટે 29 લાખ મેટ્રિક ટન ચણા ખરીદવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. લક્ષ્યાંક સામે લગભગ 88 ટકા ચણાની ખરીદી થઈ છે. રવી માર્કેટિંગ સીઝન 2022-23માં, સરકારે ચણાના લઘુત્તમ ટેકાના ભાવ (MSP of Gram) 5230 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરી હતી. ખરીદી બંધ થવાની અસર હવે ઓપન માર્કેટમાં જોવા મળી રહી છે. ઓપન માર્કેટમાં તેની કિંમત 4500 થી 4800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જ મળી રહી છે. ચણાના સૌથી મોટા ઉત્પાદક મધ્યપ્રદેશના બજારોમાં પણ તેની કિંમત MSP કરતા ઓછી મળી રહી છે.

નાફેડે 29 જૂન સુધીમાં કુલ 25.76 લાખ મેટ્રિક ટન ચણાની ખરીદી કરી છે. જ્યારે તેમની પાસે લગભગ 32 લાખ મેટ્રિક ટન ચણાનો સ્ટોક છે. જેમાંથી 6.24 લાખ મેટ્રિક ટનનો જૂનો સ્ટોક છે. કઠોળના પાક(Pulses Crops)માં ચણાની ભાગીદારી લગભગ 45% છે. સૌથી વધુ સરકારી ખરીદી પણ તેના સૌથી મોટા ઉત્પાદક એમપીમાં જ થઈ છે.

કયા રાજ્યમાં કેટલા ચણાની ખરીદી કરવામાં આવી?

  1. રાજ્યવાર સરકારી ખરીદીના આંકડા અનુસાર, મહારાષ્ટ્રમાં 7.60 લાખ મેટ્રિક ટન ચણાની ખરીદી કરવામાં આવી હતી.
  2. ગુજરાતમાં 5.59 લાખ મેટ્રિક ટન ચણાની ખરીદી કરવામાં આવી છે.
  3. મધ્યપ્રદેશમાં 8.02 લાખ મેટ્રિક ટન ચણાની ખરીદી કરવામાં આવી છે.
  4. રાજસ્થાનમાં 2.85 લાખ મેટ્રિક ટન ચણાની ખરીદી કરવામાં આવી છે.
  5. કર્ણાટકમાં 74 હજાર મેટ્રિક ટન ચણાની ખરીદી કરવામાં આવી છે.
  6. આંધ્રપ્રદેશમાં 72 હજાર મેટ્રિક ટન ચણાની ખરીદી કરવામાં આવી છે.
  7. ઉત્તર પ્રદેશમાં 19.56 હજાર મેટ્રિક ટન ચણાની સરકારી ખરીદી કરવામાં આવી છે.

ક્યાં કેટલો હતો ચણા ખરીદવાનો લક્ષ્યાંક

મહારાષ્ટ્રમાં ચણાની સરકારી ખરીદીનો લક્ષ્યાંક 7.76 લાખ મેટ્રિક ટન હતો. ગુજરાતમાં 5.36 લાખ મેટ્રિક ટન, મધ્યપ્રદેશમાં 8.71 લાખ મેટ્રિક ટન અને રાજસ્થાનમાં 5.98 લાખ મેટ્રિક ટનની ખરીદી કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો.

જો દેશભરમાં ચણાના ઉત્પાદન(Gram Production)ની વાત કરીએ તો વાર્ષિક ધોરણે 17.4 ટકા વધીને 139.8 લાખ મેટ્રિક ટન થવાનો અંદાજ છે. ગુજરાતમાં ચણાનું ઉત્પાદન 49 ટકા વધીને 21.4 લાખ મેટ્રિક ટન થવાનો અંદાજ છે. રાજસ્થાનમાં ચણાનું ઉત્પાદન 20 ટકા વધીને 27.2 લાખ મેટ્રિક ટન અને મહારાષ્ટ્રમાં 15 ટકા વધીને 27.6 લાખ મેટ્રિક ટન થવાનો અંદાજ છે.

મંડીઓમાં કેટલી આવક થઈ

ઓરિગો ઈ-મંડીના સંશોધન અહેવાલ મુજબ, 1 માર્ચથી 29 જૂન, 2022 દરમિયાન મંડીઓમાં ચણાની આવક ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 17 ટકાના વધારા સાથે 16.9 લાખ મેટ્રિક ટન નોંધાઈ છે. આ વર્ષે માર્ચ મહિના દરમિયાન આગમન 21 ટકા ઓછું નોંધાયું હતું. જોકે, એપ્રિલથી તેમાં વધારો થયો છે. અત્યાર સુધીમાં વાર્ષિક ધોરણે આગમનમાં 17 ટકાનો વધારો થયો છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati