ખેડૂતોએ સપ્ટેમ્બર માસમાં શાકભાજીના જુદા-જુદા પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

ખેડૂતોએ ખરીફમાં જે પાકનું વાવેતર કર્યું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતોએ સપ્ટેમ્બર માસમાં શાકભાજીના જુદા-જુદા પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી
Farming Activities

ખેડૂતોએ (Farmers) જૂન અને જુલાઈ માસમાં જ ખરીફ સિઝનની (Kharif Season) શરૂઆત થતા વાવણી કરી હતી. ખેડૂતોએ ખરીફમાં જે પાકનું વાવેતર કર્યું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે શાકભાજીના પાકમાં શું કરવું.

શાકભાજી

શાકભાજીમાં ભૂકી છારાના નિયંત્રણ માટે થયોફેનેટ મિથાઇલ ૭૦ ટકા વે.પા. ૭ ગ્રામ ૧૦ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો.

વેલાવાળા શાકભાજી – લાલ અને કાળા મરીયા

1. વેલાના થડની ફરતે જમીનમાં ૩૦ દિવસે કાર્બોફયુરાન ૩ જી ૧૭ કિ.ગ્રા./ હે પ્રમાણે આપવી.

2. લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર કીટ નાશક ૧૦ મિલી (૫ ઈસી) થી ૫૦ મિલી (૦.૦૩ ઈસી) ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

3. ઉપદ્રવ વધારે જણાય ત્યારે કલોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિલી ૧૦ લીટર પાણીમાં ઉમેરી થડની આજુબાજુ જમીનમાં આપવાથી ઉપદ્રવ કાબુમાં રાખી શકાય.

4. કિવનાલફોસ ૧.૫ ટકા ભૂકી અથવા કલોરપાયરીફોસ ૧.૫ ટકા ભૂકી ૨૦ કિ.ગ્રા. / હે. પ્રમાણે વેલા અને જમીન પર છાંટવી.

5. એમામેકિટન બેન્ઝોએટ ૫ એસજી ૨ ગ્રામ અથવા કિવનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિલી અથવા ફેનવાલેરેટ ૨૦ ઈસી ૫ મિલી ૧૦ લીટર પાણીમાં ભેળવી ફળની વીણી કર્યા બાદ છંટકાવ કરવો.

રીંગણ

ડુંખ અને ફળ કોરી ખાનારી ઈયળ માટે કલોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિ.લી. અથવા એમાંમેક્ટીન બેન્ઝોએટ ૫ ગ્રામ અથવા થાયોડીકાર્બ ૫૦ વેપા ૧૦ ગ્રામ અથવા કલોરાનટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિ.લી. અથવા સાયપરમેથ્રીન ૧૦ ઇસી ૧૦ મિ.લી. અથવા ડેલ્ટામેંથ્રીન ૨.૮ ઈસી ૧૦ મિ.લી. અથવા લેમડાસાયહેલોથ્રીન ૫ ઈસી ૧૦ મિ.લી. અથવા ડેલ્ટામેંથ્રીન ૧% + ટ્રાયઝોફોસ ૩૫% ૧૦ મિ.લી. ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.

ટામેટા

પાનકોરીયું અને પર્ણ–વ-ફળ વેધક માટે ક્લોરાનટ્રાનિલિપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિ.લી. અથવા ફ્લ્યુબેનિડયામાઇડ ૪૮૦ એસસી ૫ મિ.લી. ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. જરૂર જણાય તો ૧૫ દિવસે કીટક નાશક બદલી છંટકાવ કરવો.

મરચી

થ્રીપ્સ માટે ફેર રોપણી બાદ ૧૫ દિવસે ખેતરમાં છોડની ફરતે કાર્બોફયુરાન ૩ જી ૮-૧૦ કિ.ગ્રા. / હે. પ્રમાણે આપવી. ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) નો છંટકાવ કરવો.

ગુવાર

ગુવારમાં ભૂકી છારાનાં નિયંત્રણ માટે હેકઝાક્રોનાઝોલ ૧૦ મીલી/૧૦ લીટર પાણીમાં નાખી છંટકાવ કરો.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

આ પણ વાંચો : ખેડૂતો માત્ર 10 દિવસમાં ધાણા ઉગાડી કમાણી કરી શકે છે ! જાણો તેના વાવેતરની નવી પદ્ધતિ

આ પણ વાંચો : ખેડૂતોએ સપ્ટેમ્બર માસમાં સોયાબીન, તલ અને બાજરીના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

Click on your DTH Provider to Add TV9 Gujarati