ખેડૂતોએ ઓક્ટોબર માસમાં કપાસ અને ડાંગરના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

ખેડૂતોએ જે પાકનું વાવેતર કર્યું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતોએ ઓક્ટોબર માસમાં કપાસ અને ડાંગરના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી
Cotton Crop
TV9 GUJARATI

| Edited By: Bhavesh Bhatti

Oct 04, 2021 | 11:43 AM

ખેડૂતોએ (Farmers) જૂન અને જુલાઈ માસમાં ખરીફ સિઝનની (Kharif Season) શરૂઆત થતા વાવણી કરી હતી. ખેડૂતોએ જે પાકનું વાવેતર કર્યું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે કપાસ (Cotton) અને ડાંગરના પાકમાં શું કરવું.

કપાસ

1. પિયત પાકને વરસાદ બંધ થયા પછી ૧૫ દિવસ પછીથી જરૂરીયાત મુજબ પિયત આપવું.

2. કપાસ તૈયાર થયે વહેલી સવારે વીણી કરી, ભેજ ઉડી જાય ત્યારે સુકી જગ્યામાં સંગ્રહ કરવો.

3. રોગના નિયંત્રણ માટે જરૂર જણાય તો કોપર ઓક્ઝીક્લોરાઈડ ૫૦ ડબલ્યુ.પી. ૦.૨ ટકા (૪૦ ગ્રામ/ ૧૦ લીટર પાણીમાં), મેન્કોઝેબ ૭૫ ડબલ્યુ.પી. ૦.૨ ટકા (૨૭ ગ્રામ/ ૧૦ લીટર પાણીમાં) અને કાર્બનડેઝીમ ૫૦ ટકા ડબલ્યુ.પી. ૦.૦૫ ટકા (૧૦ ગ્રામ/ ૧૦ લીટર પાણીમાં) છંટકાવ કરવો.

4. કપાસની વાવણી બાદ ૯૦ દિવસે ઇથરેલ ૫૦ પી.પી.એમ. (૨-૩મિ.લિ./૧૦ લીટર) પાણીમાં નાખી છંટકાવ કરવો.

5. કપાસમાં ચૂસિયા પ્રકારની જિવાતના નિયંત્રણ માટે બ્યુવેરિયા બેસિયાના ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં નાખી ૨-૩ છંટકાવ કરવા.

ડાંગર

1. ડાંગરમાં અંગારિયાના નિયંત્રણ માટે ૫૦ ટકા ફૂલ આવવાના સમયે મેન્કોઝેબ ૨૫ ગ્રામ અથવા કાર્બનડેઝીમ ૧૦ ગ્રામ/૧૦ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો.

2. ગાભમારાના નરફૂદાંને આકર્ષવા હેક્ટર દિઠ ૪૦ ફેરોમોન ટ્રેપનો ઉપયોગ કરવો.

3. ડાંગરમાં સૂકારાના નિયંત્રણ માટે ૨૦ લીટર પાણીમાં ૧ ગ્રામ સ્ટ્રેપ્ટોસાયક્લિન + ૧૦ ગ્રામ તાંબાયુક્ત દવા મિશ્ર કરી છંટકાવ કરવો.

બાજરા

1. અર્ધ શિયાળુ ઋતુમા સંકર બાજરાનુ વાવેતર કરતા ખેડુતોનુ મહતમ ઉત્પાદન અને નફો મેળવવા બાજરાની વહેલી પાકતી જાત જી.એચ.બી. ૫૩૮ અથવા અર્ધ શિયાળુ પ્રચલીત જાતનુ વાવેતર ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠ્વાડિયામાં કરવું.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

આ પણ વાંચો : FSSAI એ ફૂડ પ્રોસેસિંગ મંત્રાલય સાથે કર્યા કરાર, ફૂડ ઉદ્યોગ સાહસિકો અને FPO ને થશે ફાયદો

આ પણ વાંચો : ખેડૂતોએ ઓકટોબર માસમાં મગફળી અને દિવેલાના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati