ખેડૂતોએ ડીસેમ્બર માસમાં શેરડી અને મકાઈના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતોએ ડીસેમ્બર માસમાં શેરડી અને મકાઈના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી
Sugarcane Farming

ખેડૂતો (Farmers) સિઝન મૂજબ જે પાકનું વાવેતર કરવાના છે તો તેઓએ વાવેતર કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેની માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે શેરડી (Sugarcane), મકાઈ અને રાઈના પાકમાં કયા ખેતી કાર્યો કરવા જોઈએ.

મકાઈ – ફોલ આર્મીવોમૅનું નિયંત્રણ માટે 1. પ્રકાશ પિંજર નો ઉપયોગ કરો. 2. જૈવીક નિયંત્રકો જેવા કે બ્યુવેરીયા બાસીયાના અથવા મેટારાઈઝીયમ એનીસોપ્લી ૪૦ ગ્રામ પાવડર ૧૦ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. 3. બેસીલસ થુરીન્ઝીએન્સીસનો પાઉડર ૨૦ ગ્રામ ૧૦ લીટરમાં નાખી છંટકાવ કરવો. 4. રાસાયણિક નિયંત્રણ : કલોરપાયરીફોસ ૨૦ મી.લી. અથવા સ્વીનોસાડ ૩ મી.લી. અથવા ક્વોરાન્ટ્રાનિલીપ્રોલ ૩ મી.લી. ૧૦ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો. 5. જરૂર જણાય તો અઠવાડીયા પછી દવા બદલી છંટકાવ કરવો.

શેરડી 1. ભીંગડાવાળી અથવા ચિટકો જીવાતના નિયંત્રણ માટે ક્વીનાલફોસ ૨૫ ઇસી ૨૦ મીલી ૧૦ લી પાણીમાં મિશ્રણ કરી(કટકા)ને પાંચ મિનીટ બોળીને વાવેતર કરવું. 2. પાક પરિપકવ થયે કાપણી કરવી. 3. પૂર્વ મોસમી વાવેતરમાં ખાલા પડેલ હોય તો એક આંખવાળા કાતળાથી ખાલા પુરવા. 4. શેરડીની રોપણી બાદ બે હાર વચ્ચે લસણનો અથવા ઘઉંનો આંતરપાક લેવો. 5. જમીનની પ્રત વૃધ્ધિને ધ્યાને લઈ ૭ થી ૧૨ દિવસના ગાળે પિયત આપવું. 6. નવસારી કૃષિ યુનિવર્સીટીની ભલામણ મુજબ શેરડી કો.એન. ૧૩૦૭૩ નું વાવેતર કરો. 7. નાઈટ્રોજન ખાતર ચાર હપ્તામાં (૩૭.૫ કી.ગ્રા. રોપણી વખતે તેમજ ૭૫ કિ.ગ્રા., ૫૦ કિ.ગ્રા. અને ૮૭.૫ કિ.ગ્રા. રોપણી બાદ ૧-૧/૫ થી ૨ મહિને, ૩ થી ૩-૧/૨ મહિને અને ૫ થી ૬ મહીને) આપવું જોઈએ.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

આ પણ વાંચો : ખેડૂતોએ ડીસેમ્બર માસમાં ઘઉં, દિવેલા અને રીંગણના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

આ પણ વાંચો : Mandi: અમરેલીના બાબરા APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 5500 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati