પશુપાલકોએ જુલાઈ માસમાં પશુઓની કેવી રીતે કાળજી લેવી અને ઘાસચારાની મકાઇમાં કયા ખેતી કાર્યો કરવા તેની માહિતી

પશુઓને ખોરાકમાં શું આપવું, પશુઓમાં રસીકરણ ક્યારે કરાવવું વગેરે બાબતોની સમયાંતરે કાળજી લેવી પડે છે. પશુપાલકોને આ અંગે જાણકારી હશે તો તે ગુણવત્તા યુક્ત અને વધારે દૂધ ઉત્પાદન મેળવી શકે છે.

પશુપાલકોએ જુલાઈ માસમાં પશુઓની કેવી રીતે કાળજી લેવી અને ઘાસચારાની મકાઇમાં કયા ખેતી કાર્યો કરવા તેની માહિતી
Cattle Farming
TV9 GUJARATI

| Edited By: Bhavesh Bhatti

Jul 17, 2021 | 5:47 PM

પશુપાલકોએ ઋતુ અનુસાર પશુઓની (Cattle) જાણવણી કરવી પડે છે. જેમાં પશુઓને ખોરાકમાં શું આપવું, પશુઓમાં (Cattle) રસીકરણ (Vaccination) ક્યારે અને કયા રોગના રક્ષણ માટે કરાવવું વગેરે બાબતોની સમયાંતરે કાળજી લેવી પડે છે. પશુપાલકોને આ અંગે જાણકારી હશે તો તે ગુણવત્તા યુક્ત અને વધારે દૂધ ઉત્પાદન (Milk Production) મેળવી શકે છે. ચાલો જાણીએ પશુઓની (Cattle) કેવી રીતે કાળજી લેવી અને ઘાસચારાની મકાઇમાં કયા ખેતી (Farming) કાર્યો કરવા.

પશુપાલન (Animal Husbandry)

1. પશુ (Cattle) આહારમાં અચાનક ફેરફારથી દૂર રહેવું.

2. પશુને આપવામાં અથવા લીલા ચારાના જથ્થામાં અચાનક વધારો કે ઘટાડો કરવાથી સીધી અસર પશુના દૂધ ઉત્પાદનની ક્ષમતા પર થાય છે.

3. દુધાળા પશુઓને બાયપાસ પ્રોટીન આપવું.

4. ચોમાસામાં પશુઓને ખરવા-મોવાસા રસીનું રસીકરણ અવશ્ય કરાવવું.

5. દૂધ દોહનાર વ્યક્તિ ચેપી રોગથી મુક્ત હોવા જોઈએ.

6. દૂધ દોહતી વખતે છીંક અને ખાંસી-ઉધરસ ન આવે તેની કાળજી રાખવી.

7. વિયાણની પ્રક્રિયાને કુદરતી થવા દેવી જોઈએ. પશુના બચ્ચાને ખેચીને કાઢવાનો પ્રયત્ન કરવો નહી.

8. પશુઓને (Cattle) વરસાદથી (Rain) રક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા કરવી.

9. વાછરડી/પાડીની (બચ્ચા) ની ઉંમર ૧૦ થી ૧૫ દિવસની થાય, ત્યારબાદ તેને ધીરે ધીરે લીલોચારો અને ઘાસ આપવું.

ઘાસચારાની મકાઇ

1. જાત : ગંગા સફેદ-૨, ફાર્મ સમેરી, આફ્રિકન ટોલ

2. વાવેતર સમય : ડીસેમ્બર-જાન્યુઆરી સિવાય કોઈપણ મહિનામાં

3. બીજ માવજત : એઝેટોબેકટર અથવા સ્પિરીયલ કલ્ચર ૪ કિલો. બીજ દીઠ ૨૦૦ ગ્રામની માવજત આપવી.

4. બીજ દર : ૬૦ કિલો/હેકટરે

5. અંતર : ૨૦-૩૦ સેમી

6. બહુ કાપણી વાળી જુવારની સી.ઓ.એફ.એસ.-૨૯ નું વાવેતર કરો.

7. આફ્રિકન રોલ અથવા ગુજરાત મકાઈ-1 નું વાવેતર કરો.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati