આવક વધારવા માટે હવે કેટલાક ખેડૂતો (Farmers)એ વર્ષમાં એકથી વધુ પાક લેવા પર ભાર આપવાનું શરૂ કર્યું છે. તમે પ્રગતિશીલ ખેડૂતોના માર્ગે ચાલીને તમે પણ આવક વધારી શકો છો. જો ખેતર ખાલી હોય તો તેમાં બટાકા વાવી શકાય છે. આગોતરી બટાકાની ખેતી (Potato Farming)કરવાથી સારો નફો મળશે. કારણ કે બજારમાં પ્રથમ આવવાને કારણે ભાવ સારા મળે છે. કારણ કે લોકો જૂના બટાકાને બદલે નવા શાકભાજી લેવાનો વધુ આગ્રહ રાખે છે. વહેલા બટાકાની વાવણી કર્યા બાદ ખેડૂતો ઘઉંની વાવણી કરીને બેવડો ફાયદો ઉઠાવી શકે છે.
પુસાના કૃષિ વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ બટાટાનો આગોતરો પાક 60 થી 90 દિવસમાં તૈયાર થઈ જાય છે. એટલે કે બે થી ત્રણ મહિનામાં. જેમ કે કુફરી સૂર્યા બટાકાની જાત વાવ્યા બાદ રવિ સિઝનનો કોઈ અન્ય પાક જેમ કે પાછોતરા ઘઉં લઈ શકાય છે. કુફરી સૂર્યા જાતના બટાકાનો રંગ સફેદ હોય છે. આ જાત 75 થી 90 દિવસમાં પાકે છે. તે પ્રતિ હેક્ટર લગભગ 300 ક્વિન્ટલ ઉપજ આપે છે.
કુફરી અશોક: સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ મુજબ, કુફરી અશોકની જાત ઉત્તર ભારતના મેદાનો માટે છે. બટાકાની આ જાતનો રંગ સફેદ હોય છે. તે લગભગ 75 થી 85 દિવસમાં તૈયાર થઈ જાય છે. આમાં ઉત્પાદન 250 થી 300 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે.
કુફરી ચંદ્રમુખી: આ જાત ઉત્તર ભારતના મેદાનો માટે યોગ્ય છે. આ એક આગોતરી જાત છે. વાવણીના 75 દિવસ પછી લણણી બાદ પ્રતિ એકર 80 ક્વિન્ટલ સુધીનું ઉત્પાદન મળે છે. જો 90 દિવસ પછી કાઢવામાં આવે તો એકર દીઠ 100 ક્વિન્ટલ ઉપજ મળે છે.
કુફરી જવાહર: આ પણ આગોતરી જાત છે. તેની ડાળખી નાની અને પાંદડા મોટા હોય છે. તેની ઉપજ કુફરી ચંદ્રમુખી કરતાં વધુ છે. 90 દિવસ પછી એટલે કે વાવણીના ત્રણ મહિના પછી કાઢવાથી પ્રતિ એકર 100 થી 105 ક્વિન્ટલનું ઉત્પાદન મળે છે.
બટાટા હળવાથી ભારે લોમી જમીનમાં સારા થાય છે. બટાકાના ખેતરમાં પાણીનો નિકાલ ખૂબ જ જરૂરી છે. ખારી અને આલ્કલાઇન જમીનમાં બટાકાની ખેતી કરી શકાતી નથી. વાવણી કરતા પહેલા ખેતરને સમતળ કરો અને પાણી નિકાલની ખાસ વ્યવસ્થા કરો. જો ખેતરમાં ઢેફા બને છે, તો તેને વાવણી કરતા પહેલા સમાર મારી દેવો.
બટાકાના બીજની માત્રા કંદના કદ પર આધારિત છે. 30-70 ગ્રામ કંદ 55-60 સે.મી.ના અંતરે હારમાં 20 સે.મી.ના અંતરે વાવો. આમ, એકર દીઠ 12 ક્વિન્ટલના દરે કંદની જરૂર પડશે. જો કંદ 100 ગ્રામના હોય તો તેને 35-40 સે.મી.ના અંતરે વાવો. આમાંથી મોટા કંદ કાપીને વાવેતર કરી શકાય છે. પરંતુ કાપેલા કંદની વાવણી 15 ઓક્ટોબર પછી જ કરવી. કાપેલા કંદને 2-3 આંખો હોવી જોઈએ અને કાપેલા કંદનું વજન 25 ગ્રામથી ઓછું ન હોવું જોઈએ. કાપેલા કંદને 0.25% ઈન્ડોફિલ M45 સોલ્યુશનમાં 5-10 મિનિટ માટે બોળીને સારવાર કરો. આ પ્રક્રિયા પછી, કાપેલા કંદને 14-16 કલાક માટે છાયાદાર જગ્યાએ સૂકવી દો અને પછી વાવણીમાં ઉપયોગ કરો.