ખેડૂતોની સરકારને ચેતવણી, સાંજ સુધીમાં અનાજ ખરીદો… નહીં તો કરાશે ચક્કા જામ

ભારતીય કિસાન યુનિયન ચઢૂ ગ્રૂપે સરકારને ચેતવણી આપી છે કે જો સરકાર ગુરુવાર સાંજ સુધીમાં અનાજની ખરીદી શરૂ નહીં કરે તો શુક્રવારે રસ્તા ઉપર ચક્કાજામ કરવાની જાહેરાત કરી છે.

ખેડૂતોની સરકારને ચેતવણી, સાંજ સુધીમાં અનાજ ખરીદો... નહીં તો કરાશે ચક્કા જામ
kisan andolan
TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Sep 22, 2022 | 12:45 PM

હરિયાણામાં આઢતી એસોસિએશનના આહ્વાન પર 19 સપ્ટેમ્બરથી રાજ્યના તમામ 135 અનાજ બજારો અનિશ્ચિત સમય માટે બંધ છે. પોતાની પડતર માંગણીઓને લઈને છેલ્લા 4 દિવસથી હડતાલ પર છે. જેના કારણે સામાન્ય લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં હવે રાજ્યના ખેડૂતોએ (Farmers) ફરી એકવાર ધરણા પર બેસવાનું મન બનાવી લીધું છે. રાજ્યમાં ડાંગરની ( Paddy)સરકારી ખરીદી શરૂ ન થવાના કારણે ખેડૂતોમાં ભારે રોષ છે. જેના કારણે તેમણે સરકારને અલ્ટીમેટમ (Ultimatum) આપ્યું છે.

ભારતીય કિસાન યુનિયન ચઢૂ ગ્રૂપે સરકારને ચેતવણી આપી છે કે જો સરકાર ગુરુવાર સાંજ સુધીમાં ડાંગરની સરકારી ખરીદી શરૂ નહીં કરે તો શુક્રવારે જીટી રોડ બ્લોક કરવાની જાહેરાત કરી છે. ભારતીય કિસાન યુનિયન ચઢૂ ગ્રૂપના અંબાલા, પંચકુલા, યમુનાનગર, કુરુક્ષેત્ર, કૈથલ અને કરનાલના ખેડૂતો શુક્રવારે સવારે 10 વાગ્યે શાહબાદ બરારા રોડ પર એકઠા થશે.

આજથી અચોક્કસ મુદતના ઉપવાસ શરૂ થઈ રહ્યા છે

ભારતીય કિસાન યુનિયન ચઢુ ગ્રૂપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુરનામ સિંહ ચઢુનીએ તમામ ખેડૂતોને ટ્રેક્ટર સાથે શાહબાદ પહોંચવા હાકલ કરી છે. જણાવી દઈએ કે ઈ-નામ સિસ્ટમનો વિરોધ કરવા સિવાય અન્ય ઘણી માંગણીઓને લઈને દલાલો 19 સપ્ટેમ્બરથી હડતાળ પર છે. માંગ પુરી ન થવાના કારણે આજથી કરનાલમાં આડતીયાઓએ ભૂખ હડતાળ શરૂ કરી છે.

બે લાખથી વધુ ડાંગર મંડીઓમાં જમા

કરનાલ સહિત આસંધ, તરવરી, ઘરૌંડા, નિસિંગ, જુંડલા અને કુંજપુરાના અનાજ બજારોમાં છેલ્લા 4 દિવસથી 2 લાખ ક્વિન્ટલથી વધુ ડાંગરનો જથ્થો ખેડૂતો અને સરકારના દુરાગ્રહને કારણે જમા થયો છે. ડાંગરની કાપણીના કારણે આ ડાંગર મંડીઓમાં દિનપ્રતિદિન વધી રહી છે. આપને જણાવી દઈએ કે આ હડતાળને કારણે ખેડૂતોના હકના કરોડોના વ્યવહારને અસર થઈ રહી છે. આ સાથે છેલ્લા 4 દિવસથી મંડીઓમાં પરપ્રાંતિય મજૂરોને ખાવાના સાંસા પડી ગયા છે. 4 દિવસથી માર્કેટમાં બેસીને રોજીરોટી વગર કામદારોને તેમના મૂળ વતન ખાતે ઘરે જવાની ફરજ પડી છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati