સોયાબીનની જેમ કપાસના ભાવને લઈને ખેડૂતો ચિંતામાં, કૃષિ નિષ્ણાતોએ આપી આ મહત્વની સલાહ

સોયાબીનની જેમ કપાસના ભાવને લઈને ખેડૂતો ચિંતામાં, કૃષિ નિષ્ણાતોએ આપી આ મહત્વની સલાહ
Cotton Crop Price

હવે કપાસ ઉત્પાદક ખેડૂતો મુંઝવણમાં છે કે ભવિષ્યમાં કપાસના ભાવ વધશે કે ઘટશે. સોયાબીનની પણ આવી જ સ્થિતિ હતી તેથી કૃષિ તજજ્ઞોએ સલાહ આપી છે.

TV9 GUJARATI

| Edited By: Bhavesh Bhatti

Dec 21, 2021 | 3:16 PM

આ દિવસોમાં કપાસ પકવતા (Cotton Farming) ખેડૂતોની મુશ્કેલીઓ વધી રહી છે. જેમ ખેડૂતો (Farmers) સોયાબીનના ભાવને લઈને ચિંતિત હતા તે જ રીતે હવે કપાસના ભાવને (Cotton Price) લઈને કપાસ ઉત્પાદકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કપાસના ભાવ છેલ્લા એક માસથી સ્થિર, જેના કારણે વેપારીઓ પણ ખરીદી કરતા અચકાઈ રહ્યા છે. આ ઉપરાંત કપાસની સિઝન પણ તેના અંતિમ તબક્કામાં છે. આ સ્થિતિમાં અંતિમ વેચાણ પર ગુલાબી ઈયળનો પ્રકોપ વધી રહ્યો છે, જેના કારણે ગુણવત્તા બગડી છે. તેના કારણે ખેડૂતો બેવડી કટોકટીનો સામનો કરી રહ્યા છે.

ભાવમાં સ્થિરતા અને ઘટતી માગને કારણે ભવિષ્યમાં શું થશે તે અંગે ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે. કપાસ ઉત્પાદકોની હાલત સોયાબીન ઉત્પાદકો જેવી છે.

કપાસના ભાવ યથાવત આ વર્ષે કપાસની ખરીદી શરૂ થતાં વિક્રમી ભાવ મળ્યા હતા. 10 હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મળ્યા બાદ પણ ખરીદદારો અકળાયા હતા, માગ વધુ અને પુરવઠાના અભાવે વેપારીઓ ગામડે ગામડે કપાસની ખરીદી કરી ખરીદ કેન્દ્રને વેચી રહ્યા હતા. આ સાથે ખેડૂત પણ વ્યવહાર ન્યાયી હોવાનો સંતોષ વ્યક્ત કર્યો હતો.

છેલ્લા એક મહિનામાં કોરોનાના (Corona Cases) વધતા જતા પ્રસારને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કપાસની માગમાં ઘટાડો થયો છે. પરિણામે નિકાસ પર અસર થતાં, છેલ્લા તબક્કામાં કપાસના ભાવમાં ઘટાડો થયો છે જ્યાં પહેલા કપાસના ભાવ રૂ. 10,000 હતા, હવે તે રૂ. 7000 થી રૂ. 8,000 છે.

શું છે કૃષિ નિષ્ણાતોની સલાહ હવે કપાસ ઉત્પાદક ખેડૂતો મુંઝવણમાં છે કે ભવિષ્યમાં કપાસના ભાવ વધશે કે ઘટશે. સોયાબીનની પણ આવી જ સ્થિતિ હતી તેથી કૃષિ તજજ્ઞોએ સલાહ આપી છે કે જરૂરિયાત મુજબ કપાસનું વેચાણ કરવું એ ખેડૂતો માટે લાભદાયી નિર્ણય બની રહેશે, જો કપાસના ભાવમાં ઘટાડો થશે તો નુકસાન પણ ઓછું થશે. જો ખેડૂતો તેમના કપાસના તમામ પાકનો સંગ્રહ કરે તો ગુલાબી ઈયળની જીવાતનું જોખમ રહે છે. તબક્કાવારના કપાસના વેચાણથી ખેડૂતોને જ ફાયદો થશે.

કપાસની ગુણવત્તા ખરાબ થઈ રહી છે સિઝનની શરૂઆતમાં કપાસ રૂ. 10,000ના ભાવે વેચાયો હતો, પરંતુ વચ્ચે-વચ્ચે પડેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં થતા ફેરફારને કારણે ગુલાબી રંગની ઈયળના ઉપદ્રવમાં વધારો થયો છે, જેના કારણે કપાસની ગુણવત્તામાં ઘટાડો થયો છે. કેટલાક જિલ્લાઓમાં ખેડૂતોએ એવી આશાએ કપાસનો સંગ્રહ પણ શરૂ કર્યો છે કે, કપાસને ફરીથી સારા ભાવ મળશે.

આ પણ વાંચો : મકર સંક્રાંતિ પર લોકોને તલ માટે ડબલ પૈસા ચૂકવવા પડી શકે છે, આ કારણે વધી રહ્યા છે તલના ભાવ

આ પણ વાંચો : Pesticides Ban: સરકારે બે જંતુનાશક પર પ્રતિબંધ મૂક્યો, કંપનીઓ 2024 પછી વેચી શકશે નહીં

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati