કેસર કેરી બાદ ડ્રેગન ફ્રૂટની નિકાસ શરૂ, દુબઈ પહોંચશે મહારાષ્ટ્રના ડ્રેગન ફ્રૂટ, ખેડૂતોને થશે ફાયદો

1990 ના દાયકાની શરૂઆતમાં ભારતમાં પ્રથમવાર ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન થયું હતું. હાલ વિવિધ રાજ્યોના ખેડૂતો દ્વારા ડ્રેગન ફ્રૂટની ખેતી કરવામાં આવી રહી છે.

કેસર કેરી બાદ ડ્રેગન ફ્રૂટની નિકાસ શરૂ, દુબઈ પહોંચશે મહારાષ્ટ્રના ડ્રેગન ફ્રૂટ, ખેડૂતોને થશે ફાયદો
ડ્રેગન ફ્રૂટ 'કમલમ' તરીકે પણ ઓળખાય છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2021 | 12:52 PM

દેશ કૃષિ ક્ષેત્રે સતત નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. દેશના દૂરના ભાગોમાં ફળો અને શાકભાજી મોકલવાની સાથે હવે અન્ય દેશોમાં પણ નિકાસ વધી રહી છે. ‘મન કી બાત’ કાર્યક્રમમાં વડાપ્રધાને બિહારની લીચીનો ઉલ્લેખ કર્યો હતો. ખેડૂતો (Farmers) કેવી રીતે તેમનું ઉત્પાદન અને વેચાણ કરી સન્માનજનક જીવન જીવી રહ્યા છે. ખેતીના આ બદલાવ સાથે એક નવો અધ્યાય શરૂ થયો છે. દેશના મહારાષ્ટ્ર રાજ્યમાંથી ડ્રેગન ફ્રૂટને (Dragon Fruit) પ્રથમ વખત નિકાસ કરી શનિવારે દુબઈ મોકલવામાં આવ્યું છે.

ડ્રેગન ફ્રૂટની ઘણી જાતો છે

હાલ ડ્રેગન (Dragon Fruit) ફ્રૂટની ખેતી કર્ણાટક, કેરળ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ અને આંદામાન અને નિકોબાર આઇલેન્ડમાં થાય છે. તેની ખેતી માટે ઓછા પાણીની જરૂર પડે છે અને જુદા-જુદા પ્રકારની જમીનમાં ઉગાડવામાં આવે છે. ડ્રેગન ફળની મુખ્ય ત્રણ જાતો છે, સફેદ પલ્પવાળું ફળ, ગુલાબી રંગનું ફળ, લાલ પલ્પવાળું ફળ, ગુલાબી રંગનું ફળ અને સફેદ પલ્પ તથા પીળા રંગનું ફળ.

આ દેશોમાં ઉત્પાદન થાય છે

ફાઇબર અને ખનિજ તત્વોથી ભરપૂર ડ્રેગન ફ્રૂટ (Dragon Fruit) ‘કમલમ’ તરીકે પણ ઓળખાય છે. ડ્રેગન ફ્રૂટ દુબઈ નિકાસ કરવા માટે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના તડાસર ગામના ખેડૂતો પાસેથી મંગાવવામાં આવ્યા હતા. એપેડા માન્ય નિકાસકાર દ્વારા પ્રોસેસ કરી ડ્રેગન ફ્રૂટને પેક કરવામાં આવ્યા હતા. ડ્રેગન ફુટની મુખ્યત્વે મલેશિયા, થાઇલેન્ડ, ફિલિપાઇન્સ, અમેરિકા અને વિયેતનામ જેવા દેશોમાં ખેતી કરવામાં આવે છે.

ભારતમાં પ્રથમ ઉત્પાદન 1990 થી શરૂ થયું

1990 ના દાયકાની શરૂઆતમાં ભારતમાં પ્રથમવાર ડ્રેગન ફ્રૂટનું (Dragon Fruit) ઉત્પાદન થયું હતું. હાલ વિવિધ રાજ્યોના ખેડૂતો દ્વારા ડ્રેગન ફ્રૂટની ખેતી કરવામાં આવી રહી છે. બજારમાં ડ્રેગન ફ્રૂટની માગ વધતા ખેડૂતો તેની ખેતી તરફ વળ્યા છે.

વડાપ્રધાને ‘મન કી બાત’માં ઉલ્લેખ કર્યો હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં જુલાઈ-2020 માં ગુજરાતના શુષ્ક કચ્છ વિસ્તારમાં ડ્રેગન ફ્રૂટના (Dragon Fruit) વાવેતરનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉત્પાદનમાં ભારતની આત્મનિર્ભરતા સુનિશ્ચિત કરવા માટે ડ્રેગન ફ્રૂટની ખેતી કરવા બદલ કચ્છના ખેડૂતોને અભિનંદન આપ્યા હતા.

એપેડા નિકાસમાં સહકાર આપે છે

એપેડા કૃષિ પેદાશોના નિકાસને પ્રોત્સાહન આપવા માટે માળખાગત વિકાસ, ગુણવત્તા વિકાસ અને બજાર વિકાસ પર ભાર મૂકે છે. આ ઉપરાંત વાણિજ્ય વિભાગ વિવિધ યોજનાઓ જેવી કે નિકાસ યોજના માટેના વ્યવસાયિક માળખાગત સુવિધાઓ, બજાર વપરાશ વગેરે દ્વારા પણ નિકાસને પ્રોત્સાહન આપે છે.

સરકાર બાગાયતી પાક દ્વારા ખેડૂતોને લાભ પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે. તાજેતરમાં જેક ફ્રૂટ, લીચી જેવા પાકની નિકાસ બાદ અનેક જાતની કેરીની નિકાસ પણ કરવામાં આવી છે. ગીરની પ્રખ્યાત કેસર કેરી ગુજરાત અને ભારત સિવાય વિશ્વના ઘણા દેશોમાં મોકલવામાં આવી છે. આ વર્ષે 100 ટન કેસર કેરીની નિકાસ ઇટલી સહિત યુરોપિયન દેશોમાં થવાની સંભાવના છે. તાલાલા-ગીરથી તાજેતરમાં ઇટલીમાં 14 ટન કેસર કેરીની નિકાસ કરવામાં આવી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">