ખાતરના ભાવ વધારાથી ખેડૂતો બચી ગયા છે! પરંતુ ડીઝલથી કોણ બચાવશે?

કેન્દ્ર સરકારે ખરીફ 2021 માટે ઘણા પાકોમાં લઘુત્તમ ટેકાના ભાવ (MSP) માં વધારો કર્યો છે. છેલ્લા એક વર્ષમાં જ ડીઝલની કિંમતમાં લિટર દીઠ આશરે 25 રૂપિયાનો વધારો થયો છે.

ખાતરના ભાવ વધારાથી ખેડૂતો બચી ગયા છે! પરંતુ ડીઝલથી કોણ બચાવશે?
ખાતરના ભાવ વધારાથી ખેડૂતો બચી ગયા છે! પરંતુ ડીઝલથી કોણ બચાવશે?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2021 | 11:15 AM

કેન્દ્ર સરકારે ખરીફ 2021 (Kharif) માટે ઘણા પાકોમાં લઘુત્તમ ટેકાના ભાવ (MSP) માં વધારો કર્યો છે. છેલ્લા એક વર્ષમાં જ ડીઝલની કિંમતમાં લિટર દીઠ આશરે 25 રૂપિયાનો વધારો થયો છે. દેશના મોટા ભાગના વિસ્તારોમાં ખેતી ડીઝલ પર આધારિત છે. ખેતરમાં ખેડાણથી માંડીને પાકને પાણી આપવા જેવા ઘણા ખેતી કામમાં ડીઝલની મહત્ત્વની ભૂમિકા છે. ડીઝલના ભાવમાં (Diesel Price) વધારાને કારણે ખેતી ખર્ચમાં મોટો વધારો થયો છે.

સરકારે સબસિડીમાં વધારો કરીને ખાતરોની મોંઘવારીથી ચોક્કસપણે ખેડૂતોને બચાવ્યા છે. પરંતુ ડીઝલની ભાવ વધારાથી ખેડૂતોને ખર્ચમાં વધારો થયો છે. જે રીતે ડીઝલનો ભાવ વધી રહ્યો છે, તેના પ્રમાણમાં MSP માં ભાવ વધ્યો નથી. ઘણા ખેતી કામ ડીઝલ પર આધારીત છે.

ડીઝલના ભાવમાં વધારાની વાત કરીએ, તો 1 જૂન, 2020 ના રોજ, ડીઝલનો ભાવ લગભગ 64 રૂપિયા પ્રતિ લીટર હતો. જ્યારે હાલમાં તે વધીને 89 રૂપિયા થયો છે. એટલે કે, એક વર્ષમાં 25 રૂપિયાની વિક્રમી વૃદ્ધિ જોવા મળી. ટેક્સના તફાવતને કારણે, આ વધારો રાજ્યમાં પ્રતિ લિટર 20 રૂપિયા પણ થઈ શકે છે. આ વર્ષે ડીઝલના કારણે ઇનપુટ ખર્ચમાં વધારો થશે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

કૃષિ પર શું અસર પડે છે મોટાભાગના ખેડૂતો ડીઝલ એન્જિન પમ્પ સેટ્સ દ્વારા તેમના ખેતરોની સિંચાઈ કરે છે. આવી સ્થિતિમાં ડીઝલની મોંઘવારીથી તેઓને સૌથી વધુ ફટકો પડી રહ્યો છે. ખરીફ સીઝન 2019 દરમિયાન રોટાવેટરનો ખર્ચ એકર દીઠ 1320 રૂપિયા હતો. 2020 માં તે વધીને એકર દીઠ 1980 રૂપિયા થયો અને હવે એટલે કે 2021 માં તે વધીને 2300 રૂપિયા થયો છે.

2019 માં ડીઝલ એન્જિન પમ્પિંગ સેટ્સમાંથી પાણી માટે કલાક દીઠ 150 રૂપિયા ખર્ચ થતો હતો, જે 2020 માં 210-220 રૂપિયા પર પહોંચી ગયો હતો. હવે તે 2021 માં તે વધીને 250 રૂપિયા થયો છે.

સરકાર ઇચ્છે તો ખેડૂતો માટે ડીઝલ સસ્તુ થઈ શકે છે રાષ્ટ્રીય કિસાન પ્રોગ્રેસિવ એસોસિએશન (RKPA) ના પ્રમુખ કહે છે કે પીએમ કિસાન યોજના (PM Kisan) ના લાભાર્થીઓની જમીનની વિગતો સરકાર પાસે છે. સરકારે સરેરાશ અંદાજ કાઢવો જોઇએ કે ખેતીમાં એકર દીઠ કેટલું ડીઝલ વપરાય થાય છે, તે અનુસાર ખેડૂતોને સબસિડી આપી શકે છે. સરકાર સોલાર પંપને પ્રોત્સાહન આપવા માટે પહેલેથી જ કામ કરી રહી છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">