સમિતિની રચના, પરંતુ MSPની કાયદેસર ગેરંટી નહીં આપે કેન્દ્ર સરકાર, હવે નવા આંદોલનની તૈયારી

કેન્દ્રએ કહ્યું છે કે (Modi Government)કહ્યું છે કે સમિતિની રચના એમએસપી મેળવવાની પ્રણાલીને વધુ અસરકારક અને પારદર્શક બનાવવાના માર્ગો સૂચવવા માટે કરવામાં આવી છે. ન કે ગેરંટી આપવા માટે.

સમિતિની રચના, પરંતુ MSPની કાયદેસર ગેરંટી નહીં આપે કેન્દ્ર સરકાર, હવે નવા આંદોલનની તૈયારી
Symbolic ImageImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2022 | 3:30 PM

સરકારે ખેડૂતો(Farmers)ને તેમના પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) આપવા માટે એક સમિતિની રચના કરી છે. પરંતુ આ મુદ્દે સંયુક્ત કિસાન મોરચા અને સરકાર વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. આંદોલન કરી રહેલા ખેડૂતો એમએસપીની કાયદેસર ગેરંટી માંગી રહ્યા છે. જ્યારે કેન્દ્ર સરકારે આ વાતને સ્પષ્ટપણે નકારી કાઢી છે. કેન્દ્રએ કહ્યું છે કે(Modi Government) સમિતિની રચના એમએસપી મેળવવાની પ્રણાલીને વધુ અસરકારક અને પારદર્શક બનાવવાના માર્ગો સૂચવવા માટે કરવામાં આવી છે. ન કે ગેરંટી આપવા માટે. સમિતિની રચનાના નોટિફિકેશનમાં ગેરંટી જેવી કોઈ વાત લખી નથી. બીજી તરફ સરકારના આ વલણ બાદ સંયુક્ત કિસાન મોરચાએ આંદોલન કરવાની રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે.

કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે કોંગ્રેસના સાંસદ દીપક બૈજ અને બસપાના સાંસદ કુંવર દાનિશ અલીના પ્રશ્નના જવાબમાં લોકસભામાં કહ્યું કે સરકારે સંયુક્ત કિસાન મોરચાને એમએસપી પર કાયદેસર ગેરંટી આપવાનું કહ્યું નથી, પરંતુ તેને વધુ અસરકારક અને પારદર્શક બનાવવા માટે સમિતિની રચનાની ખાતરી આપવામાં આવી હતી. જે મુજબ 29 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. સ્પષ્ટ છે કે એમએસપીને લઈને ફરી એકવાર સરકાર અને ખેડૂત સંગઠનો આમને-સામને છે. સમિતિના એવા ઘણા સભ્યો છે જેઓ MSPના કટ્ટર વિરોધી માનવામાં આવે છે.

સાંસદોએ શું પૂછ્યું?

શું સરકારે સંયુક્ત કિસાન મોરચા (SKM) ને ડિસેમ્બર, 2021 દરમિયાન ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવની કાયદેસર ગેરંટી આપવા માટે એક સમિતિની રચના કરવાની ખાતરી આપી હતી. શું સરકાર ખેડૂતોના ઉત્થાન માટે MSP અંગે કોઈ કાયદો બનાવવાનો વિચાર ધરાવે છે? શું સરકાર 22 ફરજિયાત કૃષિ પાકો સિવાયના અન્ય પાકો માટે MSP લંબાવવાની યોજના ધરાવે છે? સરકારે આ પ્રશ્નોના જવાબોમાં અહીં-ત્યાંની વાત કરી છે, પરંતુ MSPની ગેરંટી અને તેને અન્ય પાકો સુધી વિસ્તારવા વિશે કશું કહ્યું નથી.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

MSP ગેરંટીમાં સરકાર સમર્થક અર્થશાસ્ત્રીઓનો તર્ક

સરકાર તરફી કૃષિ અર્થશાસ્ત્રીઓ વારંવાર દલીલ કરે છે કે MSPની ગેરંટી દેશની અર્થવ્યવસ્થાને બરબાદ કરશે. તેઓ વારંવાર કહે છે કે જે પાક MSP હેઠળ છે, જો તેમની સંપૂર્ણ ખરીદી વર્તમાન દરે કરવામાં આવે તો લગભગ 17 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. ભારતની અર્થવ્યવસ્થા પાકિસ્તાન કરતાં વધુ ખરાબ થશે. જો કે, તેઓ ભૂલી જાય છે કે આ દેશમાં ખેડૂતો 50 પૈસા પ્રતિ કિલો ડુંગળી, 5 કિલો લસણ અને 2 રૂપિયા પ્રતિ કિલો બટાટા વેચવા માટે મજબૂર છે. હાલમાં, સરકારે એમએસપીની ગેરંટી પર કશું કહ્યું નથી. જે બાદ નવા ખેડૂત આંદોલનની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે.

શા માટે ખેડૂત આગેવાનો ગેરંટી માંગી રહ્યા છે?

કોઈપણ ખેડૂત નેતાએ કહ્યું નથી કે એમએસપીની કાયદેસર ગેરંટી આપ્યા પછી, તેમના તમામ પાક સરકાર દ્વારા ખરીદવા જોઈએ. ખેડૂતોનું કહેવું છે કે સરકારે એવી કાયદાકીય વ્યવસ્થા બનાવવી જોઈએ કે જેથી MSP હેઠળ આવતા પાકની ખાનગી ખરીદી પણ તેનાથી ઓછા ભાવે ન થઈ શકે. જેથી ખેડૂતોને તકલીફ ન પડે. કિસાન મહાપંચાયતના રાષ્ટ્રીય અધ્યક્ષ રામપાલ જાટ કહે છે કે MSP ની સાર્થકતા ત્યારે છે જ્યારે ખરીદ ગેરંટી કાયદો અમલમાં હોય. નહીં તો ખરીદી નહીં થાય અને પૂરેપૂરી કિંમત નહીં મળે તો તેનો શો ફાયદો.

હવે સંયુક્ત કિસાન મોરચા આંદોલન કરશે

સંયુક્ત કિસાન મોરચા અપોલિટિકલના સભ્ય અભિમન્યુ કોહાડે કહ્યું કે આ સમિતિની રચના સરકારની ઈચ્છા મુજબ નિર્ણય લેવો અને એમએસપી પર ખાનાપૂર્તિ કરવા માટે બનાવામાં આવી છે. તેથી, મોરચા આ સમિતિમાં ન જોડાવા માટે જાહેરાત કરે છે. સ્વામીનાથન કમિશનના C2+50 ટકા સૂત્ર મુજબ, MSPની ગેરંટી માટે કાયદો મેળવવા માટે આંદોલન એ એકમાત્ર રસ્તો બાકી છે. હવે અમે આંદોલન માટે મોટી રણનીતિ તૈયાર કરવાનું કામ કરીશું. સ્વામીનાથન કમિશનના રિપોર્ટ મુજબ સરકાર હજુ સુધી MSP આપી રહી નથી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">