ક્લાઈમેટ ચેન્જની ચોખાની જાતો પર ખરાબ અસર, 40 વર્ષમાં 1745 માંથી માત્ર 350 જ બચી શકી

અગાઉ ખેડૂતો અહીં 1745 જાતના ચોખાની ખેતી કરતા હતા, પરંતુ હવે ખેડૂતો (Farmers) માત્ર 175 જાતની જ ખેતી કરી રહ્યા છે. ચોખાની જાતોમાં આ ઘટાડો છેલ્લા એક દાયકામાં આવ્યો છે.

ક્લાઈમેટ ચેન્જની ચોખાની જાતો પર ખરાબ અસર, 40 વર્ષમાં 1745 માંથી માત્ર 350 જ બચી શકી
Paddy CultivationImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2022 | 9:42 AM

જળવાયુ પરિવર્તન (Climate change)ની અસર ખેતી પર દેખાઈ રહી છે. કારણ કે તેની અસરને કારણે પાક અને શાકભાજીની પ્રજાતિઓ પર સંકટ ઉભું થયું છે. આ જ કારણ છે કે ડાંગરની જાતો (Rice varieties)ઓછી થતી જાય છે. આ સમસ્યા ઓડિશાના આદિવલી પ્રભાવિત કોરપુ જિલ્લામાં સામે આવી રહી છે, જ્યાં ચોખાની જાતો ઘણી ઓછી થઈ ગઈ છે. કારણ કે અગાઉ ખેડૂતો અહીં 1745 જાતના ચોખાની ખેતી કરતા હતા, પરંતુ હવે ખેડૂતો (Farmers)માત્ર 175 જાતની જ ખેતી કરી રહ્યા છે. ચોખાની જાતોમાં આ ઘટાડો છેલ્લા એક દાયકામાં આવ્યો છે.

કોરાપુટ જિલ્લામાં મુખ્યત્વે ચોખા અને બાજરીની મોટા પ્રમાણમાં ખેતી થાય છે. અહીં આ પરંપરાગત પાકોની ખેતી કરતા જાણકાર ખેડૂતો કહે છે કે ડાંગરની જાતો ઘટવા પાછળનું મુખ્ય કારણ વાતાવરણમાં ફેરફાર છે. જો કે, હવે ખેડૂતો પરંપરાગત ચોખાની જાતોને બચાવવા માટે જાગૃત બન્યા છે અને આ જાતોના સંરક્ષણ માટે આગળ આવ્યા છે. ઓડિશાની એક વેબસાઈટ અનુસાર, જિલ્લાના એક ખેડૂતે જણાવ્યું હતું કે ખેડૂતો પરંપરાગત ચોખાની જાતો કરતાં હાઇબ્રિડ ચોખાની ખેતી પર વધુ ધ્યાન આપે છે. પરંતુ આપણે તેને સાચવવાની જરૂર છે જેથી આ સ્વદેશી ઉત્પાદનો લુપ્ત ન થઈ જાય.

આ રીતે ઓછી થતી ગઈ ડાંગરની જાત

કૃષિ સંશોધક ડૉ. પ્રશાંત પરિદાએ જણાવ્યું હતું કે 1956-60 દરમિયાન અવિભાજિત કોરાપુટ જિલ્લા અને કાલાહાંડી જિલ્લામાં એક સર્વેક્ષણ દરમિયાન ડાંગરની 1,745 જાતો મળી આવી હતી, ત્યાર બાદ 40 વર્ષ પછી બીજો સર્વે કરવામાં આવ્યો હતો. ડો. પ્રશાંત પરિડાએ માહિતી આપી હતી કે સર્વેક્ષણના પરિણામો નિરાશાજનક હતા કારણ કે ડાંગરની જાતોની સંખ્યા ઘટીને 350 થઈ ગઈ હતી. તાજેતરમાં, એમએસ સ્વામીનાથન રિસર્ચ ફાઉન્ડેશન (MSSRF) એ કોરાપુટ જિલ્લામાં પરંપરાગત ડાંગરની જાતો એકત્રિત કરી અને ફાઉન્ડેશન દ્વારા સંરક્ષિત માત્ર 141 જાતો મળી.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

બદલાતી આબોહવાને કારણે સંકટ

બીજી તરફ, કૃષિ સંશોધક ડૉ. દેબલ દેબે કહ્યું કે તેમણે અવિભાજિત કોરાપુટ જિલ્લામાં ચોખાની 175 પ્રજાતિઓનું સંરક્ષણ કર્યું છે. પરિડાએ જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં બદલાતી આબોહવા દેશમાં પરંપરાગત ચોખાની ખેતી માટે ગંભીર ખતરો ઉભી કરી રહી છે. વધુમાં, ખેડૂતો ડાંગરની ઉચ્ચ ઉપજ આપતી હાઇબ્રિડ જાતોની ખેતી કરવાનું પસંદ કરે છે અને સરકાર પરંપરાગત જાતોને પ્રોત્સાહન આપી રહી નથી. ખેડૂતોની અનુકૂલન પદ્ધતિને સુધારવા માટે પરંપરાગત ચોખાની જમીનોનું રક્ષણ અને ગુણાકાર કરવાની જરૂર છે. આ દેશી જાતો દ્વારા આપણે ઉચ્ચ ઉપજ આપતી જાતો વિકસાવી શકીએ છીએ.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">