ખેડૂતો માટે ખુશખબર: સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સમાં મોટા બદલાવ, CNG થી દોડશે ટ્રેકટર, વર્ષે બચશે આટલા રૂપિયા

માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે સેન્ટ્રલ મોટર વ્હીકલ (CMV) નિયમો 1989 માં સુધારો કર્યો છે. પર્યાવરણ અને ખેડૂતોના ખર્ચ માટે થઈને મોટો નિર્ણય લેવાયો છે.

ખેડૂતો માટે ખુશખબર: સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સમાં મોટા બદલાવ, CNG થી દોડશે ટ્રેકટર, વર્ષે બચશે આટલા રૂપિયા
પ્રતિકાત્મક તસ્વીર

માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે (MoRTH) પર્યાવરણને સુરક્ષિત રાખવા અને લોકોની આવક વધારવા માટે સેન્ટ્રલ મોટર વ્હીકલ (CMV) નિયમો 1989 માં સુધારો કર્યો છે. આ અંતર્ગત હવે ટ્રેક્ટર, લણણી કરનારા વાહનો હવે CNG થી ચલાવી શકાશે. આ મહત્વપૂર્ણ નિર્ણયથી પૈસાની બચત અને પ્રદુષણમાં ઘટાડો થાવાનું અનુમાન છે.

નવા નિયમો અંતર્ગત કૃષિ ઉપકરણો અને વાહનોના એન્જિનમાં ફેરફાર કરવામાં આવશે. જે વાહનમાં સુધારો શક્ય છે તેમાં બદલાવ કરવામાં આવશે. જ્યારે જૂના વાહનોના એન્જિનો બદલવામાં આવશે. જેથી તેઓ સીએનજી, બાયો સીએનજી અથવા એલએનજીથી ચલાવી ચલાવી શકાય. આનાથી વાહન વપરાસકર્તાના બળતણની પણ બચત થશે. આ માહિતી પરિવહન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે આ વર્ષે ફેબ્રુઆરીમાં, કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ દેશના પ્રથમ સીએનજી ટ્રેક્ટરની રજૂઆત કરી હતી. તે સમયે કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં પરિવર્તન પર ભાર મૂક્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે આ ટ્રેક્ટર માત્ર પર્યાવરણને પ્રદૂષિત થવાથી જ નહીં પરંતુ ખેડૂતોના ખર્ચમાં પણ ઘટાડો કરશે. સીએનજી ટ્રેકટરો પણ અવાજ ઓછો કરશે. સીએનજી ટાંકી મજબુતાઈથી બનાવાશે અને તેને મજબુત રીતે સીલ કરવામાં આવે છે. જેથી રિફ્યુઅલ કરતી વખતે બળતણનો વ્યય અને વિસ્ફોટના જોખમમાં ઘટાડો થાય છે.

દર વર્ષે દોઢ લાખ સુધીની બચતનો અંદાજ

સરકારના દાવા મુજબ સીએનજી એક વર્ષમાં દોઢ લાખ સુધીની બચત કરી શકે છે. કારણ કે હાલમાં ડીઝલ ટ્રેકટરો પર આશરે 3 થી 3.5 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. આ ઉપરાંત સીએનજી ટ્રેકટરો ડીઝલની તુલનામાં કાર્બન ઓછું ઉત્ત્પન્ન કરે છે. નિષ્ણાંતોના મતે સીએનજી કૃષિ વાહનોના ઉપયોગથી કાર્બન ઉત્સર્જનમાં પચાસ ટકાનો ઘટાડો થઈ શકે છે.

 

આ પણ વાંચો: ભારતમાં રહીને તમે આ 5 પુસ્તકો નહીં વાંચી શકો, જાણો કયા પુસ્તક પર કેમ મુકાયો પ્રતિબંધ

આ પણ વાંચો: પંજાબ સરકારે કરી મોટી જાહેરાત- કોરોનાના કારણે અનાથ થયેલા બાળકોને મફત શિક્ષણ સહીત મળશે આ લાભ

Click on your DTH Provider to Add TV9 Gujarati