કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને અપાશે વિશેષ ઓળખ કાર્ડ, સરકારી યોજનાના લાભ મેળવવામાં થશે મદદરૂપ

કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોને સરકારી યોજનાઓનો લાભ મેળવવાની સુવિધા માટે યુનિક આઈડેન્ટિટી કાર્ડ (આઈડી) જારી કરશે. દેશભરમાં યુનિક આઈડેન્ટિટી કાર્ડ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. દેશભરના ખેડૂતોનો ડેટાબેઝ તૈયાર કરવાની પ્રક્રિયા સરકાર સાથે ચાલી રહી છે.

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને અપાશે વિશેષ ઓળખ કાર્ડ, સરકારી યોજનાના લાભ મેળવવામાં થશે મદદરૂપ
unique identity card (Symbolic image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 9:45 PM

કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોને (Farmer) સરકારી યોજનાઓનો (Government scheme) લાભ મેળવવાની સુવિધા માટે યુનિક આઈડેન્ટિટી કાર્ડ (Unique identity card) આપશે. દેશભરમાં ખેડૂતો માટે યુનિક આઈડેન્ટિટી કાર્ડ (ID) બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. દેશભરના ખેડૂતોનો ડેટાબેઝ (Farmers Database) તૈયાર કરવાની પ્રક્રિયા સરકાર ચલાવી રહી છે. અત્યાર સુધીમાં સાડા પાંચ કરોડ ખેડૂતોનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો છે, જેના આધારે 12 અંક ધરાવતુ ઓળખ કાર્ડ આપવામાં આવશે.

યુનિક આઈડેન્ટિટી કાર્ડ (ઓળખકાર્ડ) દ્વારા ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ કોઈપણ મુશ્કેલી વિના મળી શકશે. આના કારણે સરકારી યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને હવે કોઈ વચેટિયાની જરૂર નહીં પડે. યુનિક આઈડેન્ટિટી કાર્ડ બનાવવા માટે પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. ટૂંક સમયમાં જ સમગ્ર દેશના ખેડૂતોને તેના દાયરામાં સામેલ કરવામાં આવશે. એકવાર ડેટાબેઝ રાષ્ટ્રીય સ્તરે તૈયાર થઈ જાય, ત્યારબાદ સંપૂર્ણ રીતે અમલમાં આવશે. ડેટાબેઝમાં સમાવિષ્ટ ખેડૂતો જ લાભ મેળવી શકશે.

કૃષિ પ્રધાન નરેન્દ્ર તોમરે (Agriculture Minister Narendra Tomar) મંગળવારે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ અંગેની માહિતી આપી હતી. ઓળખ કાર્ડ બનાવવાની યોજનામાં ઇ-નો યોર ફાર્મર્સ (e-KYF) દ્વારા ખેડૂતોની ચકાસણીની જોગવાઈ છે. આ સાથે, વિવિધ યોજનાઓ હેઠળ લાભ મેળવવા માટે વિવિધ વિભાગો અને કચેરીઓમાં વારંવાર દસ્તાવેજો જમા કરાવવાની જરૂર રહેશે નહીં.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

લોકસભામાં આ અંગે વિસ્તૃત માહિતી માંગવામાં આવી હતી. આ અંગે નરેન્દ્ર તોમરે કહ્યું કે દેશના કુલ 11.5 કરોડ ખેડૂતોમાંથી સાડા પાંચ કરોડ ખેડૂતોનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો છે. બાકીના ખેડૂતોના ડેટા માટે કામ ચાલુ છે. જે ખેડૂતોને પ્રધાનમંત્રી કલ્યાણ નિધિ યોજના (Pradhan Mantri Kalyan Nidhi Yojana) તરફથી દર વર્ષે ત્રણ વખત બે હજાર રૂપિયાના સમાન હપ્તા આપવામાં આવે છે, તે તમામ ખેડૂતોને આ IDનો લાભ મળશે.

યોજનાઓનો લાભ લેવામાં સરળતા રહેશે દેશમાં ખેડૂતોના કલ્યાણની સાથે સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા કૃષિ ક્ષેત્ર માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતોને દરેક ઋતુમાં સંઘર્ષ કરવો પડે છે. એકવાર ઓળખ કાર્ડ બની ગયા પછી, તેમના માટે આ યોજનાઓનો લાભ લેવાનું વધુ સરળ બનશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં કૃષિ યોજનાઓમાં અનેક પ્રકારના કૌભાંડો સામે આવે છે, જેનો ગેરલાભ નકલી અને છેતરપિંડી કરનારાઓ ઉઠાવે છે. ઓળખ કાર્ડ બનવાથી ખેડૂતોને આવા લેભાગુ તત્વોમાંથી છુટકારો મળશે. આ કાર્ડ થકી ખેતીને લગતી અનેક પ્રકારની માહિતી પણ વાસ્તવિક ખેડૂતોને આપી શકાશે. ડિજિટલ એગ્રીકલ્ચર મિશનના આ પ્રયાસથી કૃષિ ક્ષેત્રમાં પારદર્શિતા આવશે.

આ પણ વાંચોઃ

સરકાર ખેડૂતોની આવક વધારવા માટે પ્રતિબદ્ધ, કૃષિ બજેટને વધારીને 1,23,000 કરોડ કરવામાં આવ્યુ: કૈલશ ચૌધરી

આ પણ વાંચોઃ

સૌરવ ગાંગુલીએ અશ્વિનને ટીમમાં સ્થાન આપવાને લઇને કર્યો ખુલાસો, કહ્યુ વિરાટ કોહલીએ T20 World Cupમાં મોકો અપાવ્યો હતો

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">