બાસમતી ચોખાની ઝડપથી વધી રહી છે નિકાસ, બે વર્ષ બાદ શરૂ કરવામાં આવી સર્વેની કામગીરી

ચોખા(Basmati Rice Price)ની અપેક્ષિત ઉપજનો અંદાજ કાઢવા માટે એક સર્વે શરૂ કર્યો છે. વૈશ્વિક મહામારી કોવિડ-19ના કારણે લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે બે વર્ષના અંતરાલ બાદ આ સર્વે કરવામાં આવી રહ્યો છે.

બાસમતી ચોખાની ઝડપથી વધી રહી છે નિકાસ, બે વર્ષ બાદ શરૂ કરવામાં આવી સર્વેની કામગીરી
Basmati Rice
Image Credit source: TV9 Digital
TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Aug 13, 2022 | 2:20 PM

વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં બાસમતી ચોખા (Basmati Rice Export)ની નિકાસ 25.54 ટકા વધીને 1.15 અબજ ડોલર (લગભગ રૂ. 9,160 કરોડ) થઈ છે. વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે APEDA એ આબોહવા આધારિત ઉપજ મોડલનો ઉપયોગ કરીને ખરીફ સિઝન 2022-23 દરમિયાન વાવેતર હેઠળના વિસ્તાર, પાકની તંદુરસ્તી અને સુગંધિત અને લાંબા દાણાવાળા ચોખા(Basmati Rice Price)ની અપેક્ષિત ઉપજનો અંદાજ કાઢવા માટે એક સર્વે શરૂ કર્યો છે. વૈશ્વિક મહામારી કોવિડ-19ના કારણે લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે બે વર્ષના અંતરાલ બાદ આ સર્વે કરવામાં આવી રહ્યો છે.

બાસમતી ચોખા એ નોંધાયેલ જીયોગ્રાફિકલ ઈન્ડેક્સ (Geographical indication)કૃષિ ઉત્પાદન છે. સર્વેના મોડલ મુજબ, બાસમતી ઉગાડતા સાત રાજ્યો પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ (30 જિલ્લાઓ) અને જમ્મુ અને કાશ્મીર (3 જિલ્લા)માં જિલ્લા સ્તરે ખેડૂતોનું ‘સૈંપલ ગ્રુપ’ ના આધારે ખેત આધારિત અને સેટેલાઈટ ઈમેજના આધારે આ સર્વે કરવામાં આવી રહ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સચોટતાના સ્તરની ખાતરી કરવા માટે જીપીએસ પોઈન્ટ્સ રેકોર્ડ કરવાના છે અને સર્વેક્ષણમાં ભાગ લેતી વખતે દરેક ખેડૂતના ફોટોગ્રાફ લેવામાં આવે છે.

બાસમતીની નિકાસ 10 વર્ષમાં બમણીથી વધુ થઈ છે

ભારતે છેલ્લા ત્રણ વર્ષમાં 12 અબજ ડોલરના બાસમતી ચોખાની નિકાસ કરી છે. વર્ષ 2021-22માં ભારતમાંથી બાસમતી ચોખાની કુલ નિકાસમાં સાઉદી અરેબિયા, ઈરાન, ઈરાક, યમન, UAE, US, UK, કુવૈત, કતાર અને ઓમાનનો હિસ્સો લગભગ 80 ટકા છે. બાસમતી ચોખા ભારતમાંથી નિકાસ માટે સૌથી મોટી કૃષિ પેદાશોમાંની એક છે. વર્ષ 2020-21 દરમિયાન, ભારતે 4.02 અરબ ડોલર મૂલ્યના 46.3 લાખ ટન બાસમતી ચોખાની નિકાસ કરી હતી. છેલ્લા 10 વર્ષમાં બાસમતી ચોખાની નિકાસ બમણીથી વધુ થઈ છે. વર્ષ 2009-10 દરમિયાન બાસમતી ચોખાની નિકાસ 2.17 મિલિયન મેટ્રિક ટન નોંધાઈ હતી.

APEDA તેની શાખા BEDF દ્વારા બાસમતી ચોખાની ખેતીને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારોને મદદ કરી રહી છે. APEDA અને BEDF દ્વારા આયોજિત વિવિધ જાગૃતિ કાર્યક્રમો દ્વારા, ખેડૂતોને આંતરરાષ્ટ્રીય ધોરણોને પૂર્ણ કરવા માટે પ્રમાણિત બિયારણનો ઉપયોગ, સારી કૃષિ પદ્ધતિઓ અને જંતુનાશકોના ન્યાયપૂર્ણ ઉપયોગ વિશે જાગૃત કરવામાં આવે છે.

મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બાસમતી ચોખાની ખેતી એ ભારતીય પરંપરા છે અને આ પરંપરાને જાળવી રાખવાની સામૂહિક જવાબદારી છે કારણ કે વૈશ્વિક બજારમાં બાસમતી ચોખાની ભારે માગ છે. ખેડૂતોને રાજ્યના કૃષિ વિભાગ દ્વારા basmati.net પર પોતાની નોંધણી કરાવવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati