બનાસકાંઠા : દાંતાના કેટલાક ખેડૂતોએ રજિસ્ટ્રેશન છતાં ટેકાના ભાવે મગફળી ન વેચી, છતાં કેમ છે ખુશ ?

ચાલુ વર્ષે ખેડૂતો દ્વારા પકવેલી મગફળી યોગ્ય ભાવ સાથે સરકાર ખરીદે તે માટે રૂપિયા 1110 નો ટેકાનો ભાવ જાહેર કર્યો હતો. જ્યાં ટેકાના ભાવ વળી મગફળીની ખરીદી સરકારી માલ ગોડાઉનમાં ખરીદાતી હતી.

બનાસકાંઠા : દાંતાના કેટલાક ખેડૂતોએ રજિસ્ટ્રેશન છતાં ટેકાના ભાવે મગફળી ન વેચી, છતાં કેમ છે ખુશ ?
મગફળી વેચાણ (ફાઇલ)

ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને માવઠાની મારને લઈ સરકારે ખેડૂતો દ્વારા વાવેલી મગફળીના પોષણક્ષમ ટેકાના ભાવો રૂપિયા 1110 જાહેર કરવા છતાં દાંતા તાલુકામાં ટેકાના ભાવનો રકાશ જોવા મળ્યો છે ટેકાના ભાવે મગફળી વેચવા માટે દાંતા તાલુકામાં 234 ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છતાં એક પણ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચી જ નહીં છતાં આ વિસ્તારનો ખેડૂત ખુશ જોવા મળ્યો.

ચાલુ વર્ષે ખેડૂતો દ્વારા પકવેલી મગફળી યોગ્ય ભાવ સાથે સરકાર ખરીદે તે માટે રૂપિયા 1110 નો ટેકાનો ભાવ જાહેર કર્યો હતો. જ્યાં ટેકાના ભાવ વળી મગફળીની ખરીદી સરકારી માલ ગોડાઉનમાં ખરીદાતી હતી. ત્યારે આ વખતે ટેકાના ભાવ વળી મગફળી દાંતા ખેતીવાળી ઉત્પ્ન્ન બજાર સમિતિમાં જ રાખવામાં આવી હતી. પણ 234 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવી અને વહીવટી તંત્ર દ્વારા મગફળી વેચવા મેસેજ પણ કરાયા છતાં એક પણ ખેડૂત એ ટેકાના ભાવમાં મગફળી જ ન વેચી. તેના બદલે માર્કેટયાડમાં ખાનગી વેપારીઓને માલ વેચવામાં રસ લઈ રહ્યા છે.

જોકે ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવાના બદલે ખુલ્લા માર્કેટયાડમાં ખાનગી ટ્રેંડિંગોને પોતાની પાકેલી મગફળી વેચવામાં વધારે ઉત્સાહ બતાવી રહ્યા છે. જ્યાં ખેડૂતોને ટેકાના ભાવ કરતા વધુ ભાવો મળતા ખેડૂત ખુશ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં સરકારને ટેકાના ભાવે મગફળી વેચવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મગફળીના વેચાણ બાદ તેનું પેમેન્ટ પણ મોડા આવે છેને ક્યારેક માલ રિજેક્ટ થતા ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડે છે. ત્યારે હાલ ખાનગી વેપારીઓને તમામ પ્રકારનો માલ ટેકાના ભાવ કરતા વધુ ભાવે વેચી રોકડા રૂપિયો રળી રહ્યા છે. જ્યાં ટેકાનો ભાવ રુ.1110 નો છે. ત્યારે ખુલ્લા બજારમાં 1100 થી રૂપિયા 1350 સુધીનો ભાવ હાલ ખેડૂતો મેળવી રહ્યાં છે. જ્યાં તેમને લાઈનમાં નથી રહેવું પડતું કે પછી કોઈ જ પ્રકારના સેમ્પલિંગ કરાયા વગર જ સીધેસીધો માલ વેચી રોકડા રૂપિયા મેળવી રહ્યા છે.

એટલુંજ નહીં હાલમાં કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોનો પાક પલળી ગયો હતો. જે માલ સરકારી તંત્ર દ્વારા સ્વીકારાતો નથી અને ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.ત્યારે ખેડૂતો જે માલ માર્કેટ યાર્ડના ખુલ્લા બજારમાં વેચી રહ્યા છે તેમને તમામ પ્રકારનો માલ વેચાઈ રહ્યો છે. સાથે નુકસાનીના બદલે ટેકાના ભાવ કરતા વધુ ભાવ મળતા હોવાથી ખેડૂતો જાહેર હરાજીમાં પોતાની મગફળી વેચી રહ્યા છે. એટલુ જ નહીં હાલમાં પરિસ્થિતિ પ્રમાણે સરકારે મગફળીના ટેકાના ભાવ ઓછા રાખ્યા છે. ત્યારે બજાર ઊંચો હોવાથી સરકારે ટેકાના ભાવ પણ ઉંચા જાહેર કરવા માંગ કરી હતી.

જોકે દાંતા તાલુકો મહત્તમ આદિવાસી અને પછાત વિસ્તાર માનવામાં આવે છે. જ્યાં ખાસ કરી ખેતીવાડી અને પશુપાલન સાથે સંકળાયેલા લોકો વધુ રહેતા હોય છે ને તેવામાં જ પોતાના પાક ઉપર પોતાનો જીવન ગુજરાન ચલાવવુ પડે છે . ત્યારે કુદરતની માર સામે બચવા ખેડૂતો સરકારી તંત્રને નહીં પણ ખાનગી વેપારીઓને પોતાનો માલ વેચવાનો વધુ હિતાવહ માની રહ્યા છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati