Cotton Crop: ભારે વરસાદથી નુકસાન છતાં વધી શકે છે કપાસનો વાવેતર વિસ્તાર

યુએસમાં કપાસ(Cotton)નું ઉત્પાદન 3.1 મિલિયન મેટ્રિક ટન હોવાનો અંદાજ છે, જે અગાઉના 3.5 મિલિયન મેટ્રિક ટનના અંદાજ કરતાં ઓછો છે. ભારત અને ચીનમાં કપાસનું ઉત્પાદન અનુક્રમે 6 મિલિયન મેટ્રિક ટન અને 5.8 મિલિયન મેટ્રિક ટન પર સ્થિર રહેવાનો અંદાજ છે.

Cotton Crop: ભારે વરસાદથી નુકસાન છતાં વધી શકે છે કપાસનો વાવેતર વિસ્તાર
Cotton CropImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2022 | 12:55 PM

તાજેતરના દિવસોમાં દેશના કેટલાક કપાસ ઉત્પાદક રાજ્યોમાં ભારે વરસાદને કારણે કપાસના પાક(Cotton Crop)ને નુકસાન થવાની આશંકા હતી. જો કે નિષ્ણાતો કહે છે કે હાલમાં ભારે વરસાદ (Heavy rain)હોવા છતાં કપાસના વાવેતર વિસ્તારમાં વધુ ઘટાડો નહીં થાય. કારણ કે ખેડૂતો (Farmers)ને હજુ ફરી કપાસની વાવણી કરવાની તક છે. એક અનુમાન મુજબ મહારાષ્ટ્રમાં અતિવૃષ્ટિને કારણે કુલ ખરીફ પાકના લગભગ 8.5 લાખ હેક્ટર વિસ્તારને નુકસાન થયું છે. જોકે, વાસ્તવિક રિપોર્ટ આવવાનો બાકી છે.

આપને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં જુવાર, તુવેર અને અન્યની સાથે કપાસ અને સોયાબીન મુખ્ય ખરીફ પાક છે. ઓરિગો કોમોડિટીઝના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ રાજીવ યાદવના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં ખરીફ હેઠળ 157 લાખ હેક્ટરમાં વાવેતર થાય છે અને જો રાજ્યમાં કપાસનું કુલ વાવેતર 42.81 લાખ હેક્ટર થાય તો ભારે વરસાદને કારણે લગભગ 2.3 લાખ હેક્ટરમાં કપાસના પાકને નુકસાન થઈ શકે છે. તેમનું કહેવું છે કે આ વર્ષે 125-126 લાખ હેક્ટરના અંદાજિત વાવેતર વિસ્તારની સરખામણીમાં કપાસના પાકને થયેલું નુકસાન નહિવત છે.

પાક નિષ્ફળ જવાના કિસ્સામાં ફરીથી વાવણીની શક્યતા

યાદવનું કહેવું છે કે કપાસનો વાવેતર વિસ્તાર હજુ પણ ગયા વર્ષ કરતાં વધુ રહેશે. તેમનું કહેવું છે કે જુલાઇમાં ઓછા કે ભારે વરસાદને કારણે પાક નિષ્ફળ જાય તો પણ ખેડૂતો દ્વારા ફરીથી વાવણી કરવાનો અવકાશ હંમેશા રહે છે અને આ તાજેતરના કિસ્સામાં થઈ રહ્યું છે. જો કે સપ્ટેમ્બર કે ઓક્ટોબર મહિનો હોત તો પરિસ્થિતિ જુદી હોત. તેમનું કહેવું છે કે હવામાન વિભાગના ડેટા મુજબ, કપાસના ઉત્પાદક વિસ્તારોમાં આગામી 5 દિવસમાં છૂટાછવાયાથી ઓછા વરસાદની સંભાવના છે, જે પાકની પ્રગતિ માટે સારો રહેશે. તેથી અત્યારે ચિંતા કરવાની કોઈ વાત નથી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

વૈશ્વિક ઉત્પાદન અંદાજમાં ઘટાડો

બીજી તરફ, કોટલુકે તેના નવીનતમ અપડેટમાં યુએસ અને બ્રાઝિલમાં ઓછા ઉત્પાદનને કારણે 2022-23 માટે વૈશ્વિક કપાસ ઉત્પાદન અંદાજમાં 6,24,000 ટનનો ઘટાડો કરીને 25.7 મિલિયન મેટ્રિક ટન કર્યો છે. દુષ્કાળના કારણે યુએસમાં ઉત્પાદન થોડું ઓછું થવાની ધારણા છે. ખાસ કરીને અમેરિકાના સૌથી મોટા કપાસ ઉત્પાદક રાજ્ય ટેક્સાસમાં ઉત્પાદન પર નકારાત્મક અસર થવાની સંભાવના છે, જેના કારણે ઉપજને અસર થશે.

યુએસમાં કપાસનું ઉત્પાદન 3.1 મિલિયન મેટ્રિક ટન હોવાનો અંદાજ છે, જે અગાઉના 3.5 મિલિયન મેટ્રિક ટનના અંદાજ કરતાં ઓછો છે. ભારત અને ચીનમાં કપાસનું ઉત્પાદન અનુક્રમે 6 મિલિયન મેટ્રિક ટન અને 5.8 મિલિયન મેટ્રિક ટન પર સ્થિર રહેવાનો અંદાજ છે. ત્યારે વિયેતનામની માગના અભાવને કારણે 2022-23માં વૈશ્વિક વપરાશનો અંદાજ 150,000 ટનથી ઘટીને 25 મિલિયન મેટ્રિક ટન થયો છે.

કપાસની વાવણીમાં થોડો વધારો

અહેવાલો અનુસાર, 29 જુલાઈ, 2022 સુધી, સમગ્ર દેશમાં કપાસનું વાવેતર 117.65 લાખ હેક્ટરમાં થયું છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાના 111.2 લાખ હેક્ટર કરતાં 5 ટકા વધુ છે. યાદવના જણાવ્યા અનુસાર વર્તમાન ખરીફ સિઝનમાં દેશમાં કપાસનો વાવેતર વિસ્તાર 4 થી 6 ટકા વધીને 125-126 લાખ હેક્ટર થવાનો અંદાજ છે. તેમનું કહેવું છે કે છેલ્લાં બે વર્ષથી ખેડૂતોને કપાસમાં સારા પૈસા મળ્યા છે અને સોયાબીનના ભાવમાં તાજેતરનો તીવ્ર ઘટાડો ખેડૂતોને કપાસની વાવણીનો વિકલ્પ પસંદ કરવા પ્રોત્સાહિત કરશે.

કપાસની આવક ખૂબ નબળી

શુક્રવારે દેશભરના મુખ્ય હાજર બજારોમાં કપાસની આવક ઘટીને 1,700 ગાંસડી (1 ગાંસડી = 170 કિલો) થઈ હતી, જે ગુરુવારે 2,100 ગાંસડી હતી. ગુજરાતમાં લગભગ 700 ગાંસડી અને મહારાષ્ટ્રમાં લગભગ 1,000 ગાંસડીનું આવક થઈ હતી. હરિયાણા, પંજાબ, ઓડિશા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં કોઈ આવક નોંધાઈ નથી.

રાજીવ યાદવ કહે છે કે 2022ના અંત સુધીમાં કપાસનો ભાવ ઘટીને ગાંસડી દીઠ રૂ. 30,000 થઈ જશે અને ICE ડિસેમ્બર ફ્યુચર્સની કિંમત તળિયે 80 સેન્ટ પ્રતિ પાઉન્ડના સ્તરે પહોંચી જશે. પાકના નુકસાનના સમાચારને કારણે ગયા સપ્તાહે 1.7 ટકાની રિકવરી છતાં હાજર બજારમાં કપાસના ભાવ ટૂંકા ગાળામાં ગાંસડી દીઠ રૂ. 40,000 થી રૂ. 43,800ની રેન્જમાં વેપાર કરશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">