દેશના અર્થતંત્ર માટે સારા સમાચાર, વર્ષ 2020-21 માં કૃષિ ક્ષેત્રની નિકાસમાં 17.34 ટકાનો થયો વધારો

કોરોના સંક્રમણને રોકવા માટે લાદવામાં આવેલા લોકડાઉન બાદ દરેક ક્ષેત્રમાં ઘટાડો જોવા મળ્યો છે, ત્યારે કૃષિ ક્ષેત્રમાં વૃદ્ધિ જોવા મળી છે જે એક સિદ્ધિ છે અને દેશ માટે એક સારા સમાચાર છે. કૃષિ ક્ષેત્રમાં આ પરિવર્તન દેશમાં કૃષિ ક્ષેત્રે થઈ રહેલા પ્રયાસોને કારણે આવ્યો છે.

દેશના અર્થતંત્ર માટે સારા સમાચાર, વર્ષ 2020-21 માં કૃષિ ક્ષેત્રની નિકાસમાં 17.34 ટકાનો થયો વધારો
Agriculture Export

દેશમાં કૃષિ (Agriculture) ક્ષેત્રે સતત વૃદ્ધિ થઈ રહી છે. કોરોના સંક્રમણને રોકવા માટે લાદવામાં આવેલા લોકડાઉન બાદ દરેક ક્ષેત્રમાં ઘટાડો જોવા મળ્યો છે, ત્યારે કૃષિ ક્ષેત્રમાં વૃદ્ધિ જોવા મળી છે જે એક સિદ્ધિ છે અને દેશ માટે એક સારા સમાચાર છે. કૃષિ ક્ષેત્રમાં આ પરિવર્તન દેશમાં કૃષિ ક્ષેત્રે થઈ રહેલા પ્રયાસોને કારણે આવ્યો છે.

કેન્દ્ર સરકાર કૃષિને પ્રોત્સાહન આપવા માટે સતત અનેક યોજનાઓ ચલાવી રહી છે. ખેડૂતોને (Farmers) પ્રોત્સાહિત કરવા માટે તેમને આર્થિક સહાય આપવામાં આવી રહી છે. પરિણામે આજે દેશમાંથી કૃષિ નિકાસ (Agriculture Export) વધી છે. 2020-21 દરમિયાન કૃષિ અને કૃષિ ઉત્પાદનોની નિકાસ 17.34 ટકા વધી અને 41.25 અબજ ડોલર રહી. આ સાથે, દેશના ઓર્ગેનિક ઉત્પાદનોની નિકાસમાં 50.94 ટકાનો વધારો થયો છે. આ સાબિત કરી રહ્યું છે કે દેશના ખેડૂતો ઉચ્ચ ટેકનોલોજીનો ઉપયોગ કરીને મહેનત કરી રહ્યા છે.

છેલ્લા ત્રણ વર્ષના નિકાસના આંકડા

વર્ષ 2017-18 માં દેશની કૃષિ નિકાસ 38.43 અબજ ડોલર હતી. 2018-19 માં દેશની કૃષિ નિકાસ વધી અને 38.74 અબજ ડોલર રહી. ત્યારબાદ 2019-20 માં થોડો ઘટાડો નોંધાયો હતો. આ વર્ષે દેશની કૃષિ નિકાસ 35.16 અબજ ડોલર રહી છે. 2020-21 માં કૃષિ નિકાસમાં 17.34 ટકાનો વધારો થયો છે. જેના કારણે તે અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તર પર છે.

‘એક જિલ્લો એક ઉત્પાદન’ ની મહત્વપૂર્ણ ભૂમિકા રહી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યોજના ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ એ દેશની કૃષિ નિકાસ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. દેશમાં પ્રથમ વખત એવું બન્યું છે કે ઘણા ક્લસ્ટરોમાંથી પણ નિકાસ થઈ છે. ઉદાહરણ તરીકે, વારાણસીમાંથી તાજા શાકભાજી અને ચંદૌલીમાંથી કાળા ચોખા પ્રથમ વખત નિકાસ કરવામાં આવ્યા છે. જેના કારણે આ વિસ્તારના ખેડૂતોને સીધો ફાયદો થયો છે. આ સિવાય નાગપુરથી નારંગી અને અનંતપુરમાંથી કેળા, લખનઉથી કેરીની નિકાસ કરવામાં આવી છે.

એક જિલ્લો એક ઉત્પાદન યોજના શું છે ?

દેશના 700 જિલ્લાઓમાં તેમના શ્રેષ્ઠ ઉત્પાદનોને પ્રોત્સાહિત કરવા માટે, કેન્દ્ર સરકારે ‘એક જિલ્લો એક ઉત્પાદન’ યોજના શરૂ કરી છે. આ યોજનામાં તમામ રાજ્યો સાથે મળીને કામ કરવાનું રહેશે. આ યોજના હેઠળ રાજ્યના દરેક જિલ્લાના પરંપરાગત ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ ઉપરાંત ઉત્પાદન એકમોને મૂડી રોકાણ માટે સહાય આપવામાં આવે છે.

 

આ પણ વાંચો : PM નરેન્દ્ર મોદીએ ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી અને સજીવ ખેતી અપનાવવા કરી અપીલ

આ પણ વાંચો : ગાજરની આ જાતોનું ખેડૂતો વાવેતર કરશે તો ઉત્પાદનની સાથે નફો પણ વધશે

Click on your DTH Provider to Add TV9 Gujarati